For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

IMના આગામી ટાર્ગેટ દિલ્‍હી-મુંબઈ હોઈ શકે

|
Google Oneindia Gujarati News

india-gate-delhi
નવી દિલ્હી, 8 જુલાઇ : બોધગયામાં સિરિયલ બ્‍લાસ્‍ટ બાદ ઇન્‍ડિયન મુજાહિદ્દીન (આઇએમ)ને મુંબઈ અને દિલ્‍હીમાં બ્‍લાસ્‍ટ કરવાની યોજના ધડી કાઢી હોવાનું જાણવા મળ્યું છે. દિલ્‍હી પોલીસના સ્‍પેશિયલ સેલ દ્વારા થોડાક સમય પહેલા ધરપકડ કરવામાં આવેલા ચાર શખસોએ તેમના આગામી ટાર્ગેટની વાત કર્યા બાદ હવે દિલ્‍હી અને મુંબઈ સહિતના અન્‍ય શહેરો ઉપર સુરક્ષા વધારી દેવામાં આવી છે.

બોધગયામાં બ્‍લાસ્‍ટ અને હૈદરાબાદમાં દિલસુખનગર બ્‍લાસ્‍ટ સહિત ધણી જગ્‍યાઓએ બ્‍લાસ્‍ટની યોજના અગાઉ ધડાઈ હતી. હૈદરાબાદ અને બૌદ્ધ મંદિરમાં બ્‍લાસ્‍ટ થયા બાદ હવે આઈએમના આગામી ટાર્ગેટ પૂછપરછમાં ખુલતાં તંત્રની નજર કેન્‍દ્રીત થઈ ગઈ છે.

બોધગયામાં બ્‍લાસ્‍ટ કરવામાં આતંકવાદી શખસો તેમના બીજા પ્રયાસમાં સફળ થયા છે. વર્ષ 2012માં બોધગયામાં હુમલા કરવાના કાવતરાનો પર્દાફાશ થઈ ગયો હતો. ઝડપાઈ ગયેલા ઇન્‍ડિય મુજાહીદ્દીનના શખસે હૈદરાબાદ અને બોધગયામાં હુમલા કરવાની યોજના અંગે પૂછપરછ દરમિયાન વાત કરી હતી. પરંતુ આ સંબંધમાં સાવધાની રાખવામાં આવી ન હતી.

ઇન્‍ડિયન મુજાહીદ્દીનની નજર હવે દિલ્‍હી અને મુંબઈ જેવા મોટા શહેરો ઉપર છે. તેઓ હવે દિલ્‍હીના સદર બજાર અને ચાંદની ચોક પર હુમલો કરી શકે છે. કારણ કે આ બંને વિસ્‍તાર પણ ભરચક રહે છે. આ બંને જગ્‍યાઓએ બ્‍લાસ્‍ટ થવાની સ્‍થિતિમાં ભારે નુકસાન થઈ શકે છે.

આવી જ રીતે મુંબઈમાં આ સંગઠને અંધેરી સ્‍ટેશન ખાતે મેકડોનાલ્‍ડ હોટલ, સાડી સોપ, શાન્‍તાક્રુઝ સ્‍ટેશન નજીક ફાસ્‍ટ ફૂડની હોટલો, દાદર બસ સ્‍ટોપ, સીએસટી સ્‍ટેશન, પાનવેલ સ્‍ટેશન, બાંદ્રા અને જોગેશ્વરી ખાતેના સ્‍થળોનો સમાવેશ થાય છે. આ તમામ સ્‍થળો ઉપર હમેશા લોકો રહે છી. આ તમામ સ્‍થળો ઉપર હુમલાની યોજનાને તૈયાર કરવામાં આવી હતી અને ભટકલ બંધુઓનો ટેકો મળ્‍યો હતો.

English summary
IM's next target may be Delhi and Mumbai.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X