For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બોધગયા બ્લાસ્ટની મહત્વની કડીઓ મળી: શિંદે

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

shushil-kumar-shinde
અલવર, 17 જુલાઇ: કેન્દ્રિય ગૃહમંત્રી સુશીલ કુમાર શિંદેએ કહ્યું હતું કે બોધગયા બ્લાસ્ટ મુદ્દે મહત્વની કડીઓ હાથ લાગી છે. સુશીલ કુમાર શિંદે બહાદુરપુર ગ્રામ પંચાયતમાં સીઆરપીએફની દેશની ત્રીજી મહિલા બટાલિયન મુખ્યાલયની આધારશિલા રાખ્યા બાદ સંવાદદાતાઓ સાથે વાતચીત કરી હતી. તેમને કહ્યું હતું કે બોધગયા બ્લાસ્ટમાં મહત્વ મહત્વની કડીઓ મળી આવી છે. પુરાવા વિશે માહિતી આપવાથી તપાસ પર અસર વર્તાઇ શકે છે. માટે પુરાવા વિશે ખુલાસો કરશે નહી.

તેમને આઇબી અને સીબીઆઇ વચ્ચે પરસ્પર વિરોધાભાસી ટિપ્પણીઓ વિશે કહ્યું હતું કે કેસની તપાસ કરવામાં આવી રહી છે અને સત્ય સામે આવી જશે. આ પહેલાં તેમને સુશીલ કુમાર શિંદેએ મહિલા બટાલિયન મુખ્યાલયની આધારશિલા રાખ્યા બાદ સમારોહને સંબોધિત કરતાં કહ્યું હતું કે મહિલા બટાલિયન મુખ્યાલયની સ્થાપના પહેલાં બે વર્ષમાં 450 કરોડ રૂપિયા ખર્ચ થશે.

સુશીલ કુમાર શિંદે મહિલા બટાલિયનની સ્થાપનાથી આ વિસ્તારની મહિલાઓમાં જોશનો સંચાર થશે અને તે વધુને વધુ સેના માટે પ્રેરિત થશે. તેમને કહ્યું હતું કે સીઆરપીએફમાં મહિલા બટાલિયનની સ્થાપનાનો શ્રેય તત્કાલીન પ્રધાનમંત્રી રાજીવ ગાંધીને જાય છે, જેમને 1988માં નારી સશક્તિકરણનું સપનું જોયું હતું.

મુખ્યમંત્રી અશોક ગેહલોતે કહ્યું હતું કે રાજસ્થાન વીર પ્રસૂતા ભૂમિ માનવામાં આવે છે અને અહીં દરેક વ્યક્તિમાં જોશ ભરેલો છે. જ્યારે પણ દેશ પર સંકટ આવે છે કે આ પ્રદેશના વીર સપૂતોએ અગ્રણી ભૂમિકા નિભાવી છે. કેન્દ્રિય યુવા તથા રમતગમત મંત્રી ભંવર જિતેન્દ્ર સિંહે કહ્યું હતું કે એનસીઆર વિસ્તારમાં હોવાથી અલવરમાં વિકાસની વિપુલ સંભાવનાઓ છે અને આ જિલ્લો મુખ્યમંત્રીના સહયોગથી વિકાસની નવી ઉંચાઇ સ્થાપિત કરી રહ્યો છે.

English summary
National Investigation Agency (NIA) has found some important clues in the Bodh Gaya blasts, Union Home Minister Sushilkumar Shinde said here today.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X