For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

પરમાણુ સક્ષમ અગ્નિ 2 મિસાઇલનું સફળ પરીક્ષણ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 7 એપ્રિલ : ભારતે રવિવારે ઓડિશાના એક સૈન્ય ઠેકાણેથી પરમાણુ સક્ષમ અગ્નિ 2 સામરિક બૅલેસ્ટિક મિસાઇલનું સફળ પરીક્ષણ કર્યું. એકીકૃત પરીક્ષણ કેન્દ્રના નિયામક એમ.વી. કે. વી. પ્રસાદે જણાવ્યું કે અગ્નિ 2 સામરિક બૅલેસ્ટિક મિસાઇલનું પરીક્ષણ નિયમિત અભ્યાસ હેઠળ ભુવનેશ્વરથી લગભગ 200 કિલોમીટર દૂર ભદ્રક જિલ્લા ખાતેના વ્હીલર દ્વીપેથી કરાયું. મિસાઇલે સફળતાપૂર્વક લક્ષ્યને નિશાન બનાવ્યું. પરીક્ષણ સફળ રહ્યું.

agni-2-missile

મધ્યમ દૂરીની આ મિસાઇલનો અગાઉથી જ સૈન્યમાં સમાવેશ કરાઈ ચુકાયો છે અને તે પરમાણુ હુમલા રોકનાર રણનીતિક બળોના શસ્ત્રાગામાં શામેલ છે. અગ્નિ 2 ભારતના એકીકૃત નિયામિત મિસાઇલ વિકાસ કાર્યક્રમનો ભાગ છે. તે 2000 કિલોમીટરથી વધુ દૂર લક્ષ્ય ભેદી શકે છે. તે દ્વિકક્ષાની સપાટી ઉપરથી સપાટી ઉપર માર કરનાર ઉચ્ચ ગુણવત્તા ધરાવતા નેવિગેશન સિસ્ટમથી યુક્ત તથા આધુનિક નિયંત્રણ પ્રણાલી વડે નિર્દેશિત છે. મિસાઇલનું વજન 17 ટન છે તથા તેનામાંથી વિસ્ફોટકો હટાવી તેની મારક ક્ષમતા 3000 કિલોમીટર સુધી વધારી શકાય છે. તેને રેલવે અને રોડ બંને પ્રકારના મોબાઇલ લૉન્ચરો દ્વારા પ્રક્ષેપિત કરી શકાય છે. હુમલા માટે તૈયાર થવામાં તેને 15 મિનિટ લાગે છે.

સંરક્ષણ અનુસંધાન તથા વિકાસ સંગઠન (ડીઆરડીઓ)એ સૌપ્રથમ 1999માં અગ્નિ 2 મિસાઇલનું પરીક્ષણ કર્યુ હતું. તેનું સંચાલન કરનાર સેનાના રણનીતિક બળ કમાને 17મી મે, 2010ના રોજ તેનું સફળ પરીક્ષણ કર્યુ હતું. આ અગાઉ 2009માં તેના સતત બે પરીક્ષણો નિષ્ફળ રહ્યા હતાં. 2010 બાદ તેના અનેક વાર સફળ પરીક્ષણ કરાયાં. તાજા સફળ પરીક્ષણે ફરી એક વાર મિસાઇલની વિશ્વસનીયતા સાબિત કરી આપી છે.

English summary
The Strategic Forces Command fired the medium range Agni-2 missile propelled by solid rocket propellant system, with a range capability of over 1700 kms utilizing the range facility at Wheelers Island, off the Odisha coast, on Sunday at 10.22 am.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X