For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Inside story: 60 દિવસ બાદ પાછી કેવી રીતે હટી ચીની સેના

60 દિવસ બાદ પાછી કેવી રીતે હટી ચીની સેના જાણો Inside story..

|
Google Oneindia Gujarati News

ભારત અને ચીન વચ્ચે પૂર્વ લદ્દાખમાં ચાલી રહેલ અથડામણના બે મહિના એટલે કે 60 દિવસ પૂરા થયા બાદ સોમવારે એક સારા સમાચાર આવ્યા જ્યારે ગલવાન ઘાટી સહિત અમુક ભાગોમાંથી પીપલ્સ લિબ્રેશન આર્મી(પીએલએ)ના જવાનોના પાછળ હટવાના સમાચાર આવ્યા. પાંચ મેના રોજ શરૂ થયેલ તણાવ કોર કમાંડર સ્તરની ત્રણ વારની વાતચીત બાદ પણ ઓછુ થતો દેખાતો નહોતો પરંતુ ત્યારબાદ પહેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો અચાનક લેહ પ્રવાસ થયો અને રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર(એનએસએ) અજીત ડોભાલ સક્રિય થયા. ઈંગ્લિશ ડેઈલી હિંદુસ્તાન ટાઈમ્સ તરફથી આપવામાં આવેલ માહિતી મુજબ આ આખા ઘટનાક્રમમાં રવિવારે લગભગ 8 વાગીને 45 મિનિટે થયેલ એક ફોન કૉલ પણ એક મોટો રોલ છે.

India-china

ડોભાલ અને વાંગ વાઈ વચ્ચે શું વાતચીત થઈ?

પીએલએ ગલવાન ઘાટીમાં ત્રણ જગ્યાએ ટકરાવવાળી જગ્યાએ પોતાના જવાનોને હટાવવી શરૂ કરી દીધી હતી. આ ઉપરાંત ફિંગર 4 પરથી પણ તેણે અમુક ઢાંચાને હટાવવાની પ્રક્રિયા શરૂ કરી દીધી હતી. સોમવારે સાંજ સુધી અમુક ચીની જવાન પાછા ગયા હતા. ફિંગર 4 અને બીજી જગ્યાઓએ પણ આ પ્રક્રિયા થોડી ધીમી હતી. રવિવારની સવારે લગભગ 8.45 મિનિટે ભારતીય સેના પ્રમુખ જનરલ મનોજ મુકુંદ નરવાણાએ સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ સાથે વાત કરી અને તેમને લેટેસ્ટ સ્થિતિ વિશે માહિતી આપી. ત્યારબાદ એનએસએ ડોભાલ અને ચીનના વિદેશ મંત્રી વાંગ વાઈ વચ્ચે વીડિયો કૉલ થયો. બે કલાક સુધી ચાલેલા આ વીડિયો કૉલમાં ઘણા પોઈન્ટ પર બંને સંમત નહોતા. 15 જૂને ગલવાન ઘાટીમાં થયેલી હિંસા વિશે બંને રાજનાયકોમાં બહુ મતભેદ હતા પરંતુ ઘણા પોઈન્ટ પર સામાન્ય સંમતિ બની.

પેટ્રોલિંગનો અધિકાર ચાલુ

ડોભાલે વાંગ વાઈને વીડિયો કૉલમાં ભારપૂર્વક કહી દીધુ હતુ કે ચીન તરફથી ઈન્ડિયન આર્મીને પેટ્રોલિંગ કરવાથી રોકવાની કોશિશો બંધ કરવી પડશે. આ ઉપરાંત 1597 કિલોમીટર લાંબી લાઈન ઑફ એક્ચ્યુઅલ કંટ્રોલ(એલએસી) પર જો શાંતિ અને સ્થિરતા જાળવવી હોય તો ચારે જગ્યાએથી જવાનોને હટાવવા પડશે. વિશ્લેષકોની માનીએ તો ડોભાલ અને વાંગ વાઈ વચ્ચે જે વાતચીત થઈ છે તેણે સ્થિતિને સામાન્ય કરવામાં મોટી ભૂમિકા ભજવી છે. આ વાતચીતમાં પેંગોંગ ત્સોના ઉત્તરી કિનારે ભારતીય જવાનોના પેટ્રોલિંગના અધિકારને ફરીથી ચાલુ કરવા પર ચર્ચા એક લિટમસ ટેસ્ટની જેમ હતી, આની સફળથા જ આવનારી સ્થિતિઓને વર્ણવી શકે છે.

Alert: 7 કલાકમાં 5 મોટા ભૂકંપ, ઇંડોનેશિયા બાદ સિંગાપુર અને ભારતના આ રાજ્યોની ધરા ધ્રુજીAlert: 7 કલાકમાં 5 મોટા ભૂકંપ, ઇંડોનેશિયા બાદ સિંગાપુર અને ભારતના આ રાજ્યોની ધરા ધ્રુજી

English summary
India-China: Know the inside story of PLA's pullback.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X