For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતનું પહેલુ ડિફેન્સ સેટેલાઇટ GSAT-7 લોન્ચ

By Super
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 30 ઑગસ્ટઃ ભારતને પહેલીવાર એક ખાસ સેટેલાઇટ લોન્ચ કરીને મોટી સફળતાં મળી છે, જે સંપૂર્ણપણે મિલિટરીને સમર્પિત છે. જીએસએટી-7 સેટેલાઇટને લોન્ચ કરવામાં કુલ 185 કરોડ રૂપિયા ખર્ચ થયા છે. આ સેટલાઇટના કારણે એન્ક્રિપ્ટેડ સિસ્ટમના માધ્યમથી હિન્દ મહાસાગરમાં ઇન્ડિયન નેવીને ટોપ સિક્રેટ જાણવામાં મદદ મળશે. હવે નૌસેનાના જહાજ દુશ્મન જહાજો અને પનડુબ્બીઓના સટીક સ્થાન જાણવામાં અને ડેટા આદાન-પ્રદાન કરવામાં સક્ષમ હશે. આ પ્રક્રિયામાં, બેડામાં દરેક જહાજ અનુકુળ બળો અને દુશ્મનની સામરિક સ્થિતિ અંગે વ્યાપક ડિજિટલ નક્શો હશે.

જીએસએટી-7નુ નિર્માણ ઇન્ડિયન સ્પેશ રિસર્સ ઓર્ગેનાઇજેશન(ઇસરો)એ કર્યું હતું. આ દક્ષિણ અમેરિકામાં કોરુથી 2 વાગ્યે લોન્ચ કરવામાં આવ્યું. જેમાં ફ્રેન્ચ-નિર્મિત એરિયન રોકેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. જો કે, આ ઉપગ્રહનું નિર્માણ દેશમાં જ થયો, પરંતુ ઇસરોએ પોતાના ભારે રોકેટના બદલે લોન્ચ કરવા માટે એક યુરોપીય રોકેટ ભાડે લીધું.

satellite
ભૂ-સમકાલિક ઉપગ્રહ પ્રક્ષેપણ યાન(જીએસએલવી) દુર્ઘટનાગ્રસ્ત થવાના કારણે ઇસરો કોઇ પણ જોખમ લેવાના મૂડમાં નહોતું. તાજેતરમાં જ તેમાં ઇધણ રિવાસના કારણે ઘણું નુક્સાન ઉઠાવવું પડ્યું હતું. આ આખા મિશનને સફળ બનાવવામાં 655 કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે. જેમાં ભાડેના રોકેટ અને ઇન્સ્યોરન્સ ખર્ચ પણ સામેલ છે. 2.5 ટન ભાર એટલે કે 5 એડલ્ટ હાથી જેટલું વજન ધરવાતો ઉપગ્રહ લોન્ચ કરતાની સાથે જ ભારત, યુએસએ, રશિયા, ફ્રાન્સ અને ચીન જેવા દેશોમાં સામેલ થઇ ગયું છે, જેમની પાસે મિલિટરી કોમ્યુનિકેશન સેટેલાઇટ છે.
English summary
India's first exclusive defence satellite GSAT 7 was successfully launched by European space consortium Arianespace's Ariane 5 rocket from Kourou spaceport in French Guiana on Friday, giving a major push to the country's maritime security.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X