For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોદીએ વૉલ સ્ટ્રીટ જર્નલના Op-Edમાં લખ્યું- અમેરિકા અમારું સ્વભાવિક વૈશ્વિક ભાગીદાર

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી: અમેરિકાને ભારતનો ''સ્વભાવિક વૈશ્વિક ભાગીદાર'' ગણાવતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે બંને લોકતાંત્રિક દેશોની પૂરક શક્તિનો ઉપયોગ દુનિયાભરમાં લોકોના જીવનમાં પરિવર્તન લાવવાના ઉદ્દેશ્યથી સમાવેશ તથા વ્યાપક આધાર પર વિકાસ માટે કરવામાં આવી શકે છે.

નરેન્દ્ર મોદી વૉલ સ્ટ્રીય જર્નલના વૈચારિક (ઓપ-એડ) પેજ પર લખ્યું, ''અમેરિકા અમારું સ્વભાવિક ભાગીદાર છે. ભારત અને અમેરિકા પોતાના મૂલ્યોના સ્થાયી અને સાર્વત્રિક સમર્થનને મૂર્ત સ્વરૂપ આપે છે.''

તેમણે કહ્યું કે અમેરિકામાં ભારતીય-અમેરિકન સમુદાયનું સમૃદ્ધ થવું હકિકતમાં ભારત-અમેરિકા ભાગીદારીની આંતરિક શક્તિનું એક લક્ષણ, એન્ટરપ્રાઇઝ સ્કીલ્સને વિકસિત કરનાર માહોલ માટે સંભાવના અને કઠોર પરિશ્રમનું પ્રતિફળ છે.

પોતાની પાંચ દિવસીય અમેરિકા યાત્રા માટે ન્યૂયોર્ક આગમન પહેલાં વડાપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે એકબીજાની સફળતામાં ભારત અને અમેરિકાની મૂળભૂત ભાગીદારી અને ઘણા હિત જોડાયેલા છે.

ભાગીદારીની અનિવાર્યતા

ભાગીદારીની અનિવાર્યતા

તેમણે કહ્યું કે ''આ અમારી ભાગીદારીની અનિવાર્યતા પણ છે...અને એશિયા તથા પ્રશાંત મહાસાગર ક્ષેત્રમાં શાંતિ, સુરક્ષા તથા સ્થાયિત્વ લાવવાની દિશામાં તેનું વિશેષ મહત્વ પણ હશે, સાથે જ આતંકવાદ અને ચરમપંથ જેવા અપૂર્ણ અને તાત્કાલિક ઉકેલનાર જરૂરી કાર્યો, અમારી સમુદ્રી ક્ષેત્રની સુરક્ષા, સાઇબર ક્ષેત્ર તથા બાહ્ય અંતરિક્ષ અને તે બધા જેની આપણા દૈનિક જીવન પર પ્રભાવ રહ્યો છે.'' મોદીએ કહ્યું, દુનિયાભરના લોકોના જીવનમાં પરિવર્તન લાવવા માટે ભારત અને અમેરિકાની તાકતને સમાવેશી તથા વ્યાપક આધાર પર પ્રયોગ કરી શકાય છે.

હું બંને દેશોના ભાગ્યને લઇને આશ્વત છું

હું બંને દેશોના ભાગ્યને લઇને આશ્વત છું

નરેન્દ્ર મોદીએ કહ્યું 'આ વૈશ્વિક દ્રષ્ટિએ પર ગતિયમાન ક્ષણ છે. હું બંને દેશોના ભાગ્યને લઇને આશ્વત છું કારણ કે લોકતંત્ર પરિવર્તનનો સૌથી મોટો અને જો યોગ્ય પરિસ્થિતીમાં થાય તો, માનવ જાતિને વિકસિત થવા માટે સારો અવસર પુરો પાડે છે.'' તેમણે જણાવ્યું હતું કે એકબીજાના દ્રષ્ટિકોણ પ્રત્યે સંવેદનશીલતા અને અમારી મિત્રતા પ્રત્યે વિશ્વાસના માધ્યમથી અમે આપણા સમયની સૌથી જરૂરી વૈશ્વિક પડકારોનો સામનો કરવા માટે વધુ સમન્વિત આંતરરાષ્ટ્રીય પ્રયત્ન કરવાનો અવસર પ્રાપ્ત કરી શકીએ. નરેન્દ્ર મોદીએ બંને દેશો વચ્ચે સહયોગ વધારવા માટે ટેક્નોલોજીના યોગદાનને પણ ખાસકરીને રેખાંકિત કર્યું.

અમેરિકા ભારત માટે હંમેશા પ્રેરણા રહ્યું છે

અમેરિકા ભારત માટે હંમેશા પ્રેરણા રહ્યું છે

વડાપ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પોતાના લેખમાં લખ્યું ''ઈન્ફોર્મેશન ટેક્નોલોજીમાં આપણી સામથ્ય્ર ખાસકરીને આજના ડિજીટલ યુગમાં નેતૃત્વ માટે મહત્વપૂર્ણ છે. આપણો વેપારી સહયોગ સમાન રાજકીય પ્રણાલે અને કાનૂનના શાસન પ્રત્યે પ્રતિબદ્ધતા અને અનુકૂળતા પર નિર્ભર કરે છે. શિક્ષા નવાચાર અને વિજ્ઞાન તથા ટેક્નોલોજીના ક્ષેત્રમાં અમેરિકા ભારત માટે હંમેશા પ્રેરણા રહ્યું છે.''

વ્હાઇટ હાઉસમાં મુલાકાત

વ્હાઇટ હાઉસમાં મુલાકાત

સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં 27 સપ્ટેમ્બરના રોજ સંબોધન અને ન્યૂયોર્કના મેડિસન સ્ક્વેર ગાર્ડનમાં 18,000 ભારતીય-અમેરિકન સમુદાયને સંબોધિત કર્યા બાદ નરેન્દ્ર મોદી વોશિંગ્ટન રવાના થશે, જ્યાં તે અમેરિકી રાષ્ટ્રપતિ બરાક ઓબામા સાથે પ્રથમ વાર 29 સપ્ટેમ્બર અને 30 સપ્ટેમ્બરના રોજ વ્હાઇટ હાઉસમાં મુલાકાત કરશે.

English summary
Asserting that there is a “high tide of hope for change” in India, Prime Minister Narendra Modi has said that the country will be open and friendly for business and ideas to make it a new global manufacturing hub.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X