For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ત્રણ 'સી' સીબીઆઈ, સીવીસી અને સીએજીથી ડરે છે ભારતીય બેંકોઃ રાજીવ કુમાર

નીતિ આયોગના વાઈસ ચેરમેન રાજીવ કુમારે કહ્યું કે ભારતીય બેંંકો ત્રણ સીથી ડરે છે.

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ 'ઈન્ડિયા વિઝન 2030 એન્ડ બેંક્સ' વિષય પર બોલતા નીતિ આયોગના વાઈસ ચેરમેન રાજીવ કુમારે કહ્યું કે બેંકિંગ સેક્ટર સાથે એમનો જૂનો સંબંધ રહ્યો છે. એમણે જણાવ્યું કે તેઓ નરસિમ્હન સમિતિમાં હતા. વધુમાં રાજીવ કુમારે કહ્યું કે 2030માં બેંકિંગ સેક્ટર કેવું યોગદાન આપી શકે છે? આગામી દિવસોમામં આપણી ઈકોનોમિક ગ્રોથનું જે મોમેંટમ હશે, એમાં સ્ટાર્ટ અપ, સ્ટેન્ડ અપનો રોલ મહત્વનો હશે. એવામાં એ મહત્વનું હશે કે આગામી દશકામાં આપણે તેને કેવી રીતે સપોર્ટ કરીએ છીએ.

rajiv kumar

રાજીવ કુમારે કહ્યું કે બેંકિંગ સેક્ટર આગામી સમયમાં એગ્રો સેક્ટરને કેવી રીતે સપોર્ટ કરે છે, એ પણ મહત્વનું રહેશે. નીતિ આયોગના વાઈસ ચેરમેન રાજીવ કુમારે કહ્યું કે અત્યારના સમયે ભારતીય કોમર્શિયલ બેંકો પાસે રિસ્કની જાણકારી મેળવવાની ક્ષમતા બહુ ઓછી છે. આપણી બેંકોના 86 ટકાથી 88 ટકા મોટા લેણદારો છે જ્યારે માત્ર 14 ટકા જ નાના લેણમદારો છે.

એવું કહેવાય છે કે ભારતીય બેંક ત્રણ 'સી' એટલે કે સીવીસી, સીબીઆઈ અને સીએજીથી ડરે છે. આ કારણે ભારતીય કોમર્શિયલ બેંક વિસ્તાર નથી કરી શકતી. તે સેફ ગેમમ રમે છે.

રાજીવ કુમારે કહ્યું કે બેંકિંગ સેક્ટર માટે પીજે નાયર સમિતિએ બહુ સારી રિપોર્ટ આપી હતી. આરબીઆઈનો ઉલ્લેખ કરતા રાજીવ કુમારે કહ્યુ્ં કે તેઓ ભૂગર્ભી હકીકત નથી સમજી શકતી. આરબીઆઈ ક્રેડિટ ગ્રોથ પર અંકુશ લગાવી રહ્યું છે.

English summary
India Banking Conclave 2018 NITI Aayog vice-chairman Rajiv Kumar
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X