For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નેવી ડે પહેલા અમેરિકાની ભારતીય નેવીને ભેટ, એક બિલિયન ડૉલરની તોપોને મંજૂરી આપી

નેવી ડે પહેલા અમેરિકાની ભારતીય નેવીને ભેટ, એક બિલિયન ડૉલરની તોપોને મંજૂરી આપી

|
Google Oneindia Gujarati News

વૉશિંગ્ટનઃ અમેરિકી પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પના પ્રશાસને ભારતીય નેવીને મજબૂત બનાવતા એક ફેસલાને મંજૂરી આપી દીધી છે. નેવી ડે પહેલા ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન તરફથી ભારતને એક બિલિયન ડૉલરની કિંમત વાળી નેવલ ગનના વેચાણને મંજૂરી આપી દીધી છે. જેની સાથે જ ભારત એવા દેશોની યાદીમાં સામેલ તઈ ગયું છે જેને અમેરિકા તરફથી આ ગનોનું અપગ્રેડેડ વર્ઝન મળશે. આ ગન્સને એમકે-45 ગન સિસ્ટમ તરીકે ઓળખવામાં આવે છે. બુધવારે ટ્રમ્પ એડમિનિસ્ટ્રેશન તરફથી આ અંગે મંજૂરી મળી છે.

mk 45

નેવેલ ગનનું મહત્વ શું છે

આ ગનનો ઉપયોગ વૉરશિપ્સ અને ફાઈટર જેટની વિરુદ્ધ ઉપયોગ કરવામાં આવે છે અને તટો પર બોમ્બમારા માટે પણ ઉપયોગ કરાય ચે. અમેરિકાના આ ફેસલાથી ઈન્ડિયન નેવીની સ્ટ્રાઈકિંગ કેપેબિલિટીઝમાં વધારો થશે. રક્ષા સુરક્ષા સહયોગ એજન્સી તરફથી મંગળવારે આ બાબતે એક નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં કહેવાયું કે 13 એમકે-45 પાંચ ઈંચ/62 કેલિબર નેવલ ગન અને તેનાથી જોડાયેલ ઉપકરણોની પ્રસ્તાવિત વિદેશી સૈન્ય વેચાણની અનુમતિ ખર્ચ 1.0210 અબજ ડોલર છે. નોટિફિકેશન મુજબ બીએઈ સિસ્ટમ લેન્ડ એન્ડ આર્મામેટ્સ તરફથી બનાવવામાં આવતા આ હથિયારોના પ્રસ્તાવિત વેચાણથી ભારતને દુશ્મનોના હથિયારોથી હાલના અને ભવિષ્યના જોખમોથી નિપટવામાં મદદ મળશે. જેમાં આગળ જાણકારી આપવામાં આવી છે કે, એમકે-45 ગન સિસ્ટમથી અમેરિકા અને અન્ય સંબદ્ધ બળો સાથે અંતર-ક્ષમતા વધારવાની સાથોસાથ એન્ટી સર્ફેસ યુદ્ધ અને એન્ટી એર રક્ષા મિશનનું સંચાલન કરવાની ક્ષમતા મળશે. આ વધેલ ક્ષમતાની મદદથી ભારત ક્ષેત્રીય ખતરાથી નિપટવા અને પોતાની જમીનની રક્ષા કરવામાં સક્ષમ થશે. આ ઉપરાંત આ ઉપકરણના પ્રસ્તાવિત વેચાણથી ક્ષેત્રમાં બુનિયાદી સૈન્ય સંતુલનમાં બદલાવ નહિ થાય.

Video: કોલકત્તામાં એક ઈમારતમાંથી અચાનક વરસવા લાગી 2000-500ની નોટVideo: કોલકત્તામાં એક ઈમારતમાંથી અચાનક વરસવા લાગી 2000-500ની નોટ

English summary
indian navy will get naval gun mk-45
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X