For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઇન્ટરનેટ વૉર : રાહુલ કરતા મોદી નવ ગણા વધારે લોકપ્રિય

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 5 સપ્ટેમ્બર : ગુજરાતના મુખ્‍યમંત્રી અને ભાજપના પીએમ પદના સંભવિત ઉમેદવાર નરેન્‍દ્ર મોદીની લોકપ્રિયતા સોશ્‍યલ મીડિયા ઉપર સતત વધતી જાય છે. કોંગ્રેસના મહામંત્રી રાહુલ ગાંધી તેમના મુકાબલે ઘણા પાછળ રહી ગયા છે.

મુખ્‍યમંત્રી મોદી છેલ્લા છ મહિનામાં ઇન્‍ટરનેટ ઉપર સૌથી વધુ ચર્ચિત વ્‍યકિત રહ્યા છે. આ અંગે તાજેતરમાં કરવામાં આવેલા એક સર્વેક્ષણ રિપોર્ટમાં જણાવ્‍યું છે કે છેલ્લા છ મહિનામાં ઇન્‍ટરનેટ પર મોદીની ચર્ચામાં 126 ટકાનો વધારો જોવા મળ્‍યો છે. જયારે કોંગ્રેસના ઉપાધ્‍યક્ષ રાહુલ ગાંધીની ચર્ચામાં 2 ટકાનો ઘટાડો થયો છે તો લોકસભામાં વિપક્ષી નેતા સુષ્‍મા સ્‍વરાજ ટોચના 20 લોકોની યાદીમાંથી પહેલીવાર બહાર નીકળી ગયા છે.

rahul-gandhi-narendra-modi

આ સર્વે બ્‍લોગવકર્સી દ્વારા કરવામાં આવ્યો છે. તેણે પોતાના સર્વેએ જણાવ્‍યું છે કે સોશિયલ નેટવર્કિંગ સાઇટો ઉપર મોદીની સતત ચર્ચા થઇ રહી છે. આ ગાળામાં ઇન્‍ટરનેટ પર ચર્ચા થવાના મામલામાં મોદી રાહુલ ગાંધી કરતા નવ ગણા આગળ છે.

સર્વેક્ષણ અનુસાર ચર્ચિત હોવાના મામલામાં કોંગી નેતા દિગ્‍વિજયસિંહે ટોપટેનમાં સ્‍થાન મેળવ્‍યું છે. દિગ્‍વિજયસિંહ જુલાઇમાં 20મા સ્‍થાન પરથી સાતમાં સ્‍થાન ઉપર પહોંચી ગયા છે. કોંગ્રેસના જ નેતા મીનાક્ષી નટરાજન વિરૂધ્‍ધ દિગ્‍વિજયસિંહની ટિપ્‍પણી પર છેલ્લા કેટલાક મહિનાઓથી ટીકાઓ ચાલુ છે. જેથી દિગ્‍વિજયસિંહ સાતમા સ્‍થાને પહોંચી ગયા છે.

English summary
Internet War: Modi is nine times more popular than Rahul
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X