કેરળમાંથી ગુમ થયેલા 21 લોકો ISISની ટ્રેનિંગ બાદ ભારત પર કરશે હુમલો

Written By:
Subscribe to Oneindia News

ગઇ કાલે ખબર આવ્યા હતા કે, કેરળમાંથી જૂન-જુલાઇ 2016માં ગુમ થયેલા 21 લોકોએ આઇએસઆઇએસ જોઇન કર્યું છે. ઇન્ડિયન ઇન્ટેલિજન્સ એજન્સિના જણાવ્યા અનુસાર ગયા વર્ષે જૂન અને જુલાઇના માસના જુદા-જુદા ગાળાઓમાં ગુમ થયેલા 21 વ્યક્તિઓને અફઘાનિસ્તાનના જલાલાબાદમાં ઇસ્લામિક સ્ટેટ કેમ્પમાં જોડવામાં આવ્યા હતા. સૂત્રોએ વનઇન્ડિયાને આપેલી જાણકારી અનુસાર આઇએસઆઇએસ જલાલાબાદમાં પણ કેમ્પ ચલાવે છે અને આ લોકોને ત્યાં શિફ્ટ કરવામાં આવ્યા છે. હવે માહિતી મળી છે કે આ 21 લોકોને જલ્દી ફરીથી ભારતમાં લોન્ચ કરવામાં આવશે.

isis

ભારતમાં થશે લોન્ચ

આઇબી એ ગુરૂવારે ફોરેન એજન્સિની મદદથી આ 21 લોકોને ટ્રેક કરતાં તેઓ જલાલાબાદના આઇએસઆઇએસ કેમ્પમાં હોવાની જાણકારી મળી હતી. હવે ખબર આવ્યા છે કે આ 21 લોકોનું જૂથ, જેમાં મહિલાઓનો પણ સમાવેશ થાય છે, તેમને ટ્રેનિંગ પૂરી થયા પછી ભારતમાં લોન્ચ કરવામાં આવશે. ઇન્ટેલિજન્સ બ્યૂરોના ઓફિસરે જણાવ્યું હતું કે, અમે આ બાબતે ચાંપતી નજર રાખી રહ્યાં છીએ.

ભારત પર હુમલો કરવાની અપાઇ રહી છે ટ્રેનિંગ

પહેલા એવું માનવામાં આવી રહ્યું હતું કે, અફઘાનિસ્તાનમાં આઇએસઆઇએસનું વધુ મજબૂત મોડ્યૂલ સેટ કરવા માટે આ લોકોને ટ્રેન કરવામાં આવી રહ્યાં છે, પરંતુ તાજેતરની જાણકારી અનુસાર તેમને ભારતમાં હુમલો કરવાની ટ્રેનિંગ અપાઇ રહી છે.
આવી ઘટનાઓ હજુ પણ બની રહી હોવાની શક્યતાને નકારતાં અધિકારીએ કહ્યું હતું કે, એવી કોઇ શક્યતા નથી કે કોઇ વ્યક્તિ ભારતમાંથી ગાયબ થાય અને ત્યાંથી અફઘાનિસ્તાનના આવા કોઇ ટ્રેનિંગ કેમ્પમાં પહોંચે. આ લોકો પહેલા ઇરાન કે કોઇ બીજા ગલ્ફ દેશોમાં થઇને અફઘાનિસ્તાન પહોંચ્યા હોઇ શકે.

અહીં વાંચો - ઢાકા કાફેમાં ખૂની ખેલ રમનાર આતંકીની પોલીસ અથડામણમાં મોત

એવી પણ સૂચના મળી હતી કે, બાંગ્લાદેશ અને માલદિવ્સમાં પણ કેટલાક લોકો આ જલાલાબાદ કેમ્પ માટે કામ કરી રહ્યાં છે. ભારતીય અધિકારીએ આ અંગે જણાવ્યું હતું કે, અમે અફઘાનિસ્તાનના અમારા સૂત્રોની મદદથી આ બાબત પર ચાંપતી નજર રાખવાની સાથે જ તેમને પકડવાના પ્રયત્નો કરી રહ્યાં છીએ.

અંતિમ મુકામ

નોંધનીય છે કે, વર્ષ 2016માં ગુમ થઇ ગયા બાદ તેમણે પોતાના પરિવારજનોને ફોન કરીને કહ્યું હતું કે, તેઓ તેમના અંતિમ મુકામે પહોંચી ગયા છે. આ ખબર બાદ કેરળ પોલીસે અનુમાન લગાવ્યું હતું કે, તેમે સિરિયામાં આઇએસઆઇએસ માં જોડાયા છે. જો કે, ત્યારબાદ ઇન્ટેલિજન્સ તરફથી આ લોકો અફઘાનિસ્તાનમાં હોવાનું ધ્યાનમાં આવતા ભારતીય એજન્સિઓએ અફઘાનિસ્તાનના પોતાના સૂત્રોની મદદ લીધી હતી. મહિનાઓ સુધી આ લોકોને ટ્રેક કરવાના પ્રયાસો થયા બાદ હવે અંતે જાણકારી મળી છે કે આ લોકોને હાલ જલાલાબાદના કેમ્પમાં રાખવામાં આવ્યા છે.

English summary
ISIS is training 20 Indians in Afghanistan to conduct attacks on India.
Please Wait while comments are loading...