For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ભારતમાં મંદિરો કરતા ટોયલેટની વધુ જરૂર: જયરામ રમેશ

|
Google Oneindia Gujarati News

Jairam Ramesh
નવી દિલ્હી, 5 ઓક્ટોબર: કેન્દ્રીય ગ્રામીણ વિકાસમંત્રી જયરામ રમેશ એકવાર ફરી વિવાદોમાં ફસાઇ ગયા છે. તેમણે ફરી એક ભાષણમાં જણાવ્યું હતું કે ભારતમાં મંદિરો કરતા વધારે ટોયલેટની જરૂર છે.

તેમણે દેશમાં ટોયલેટની જરૂરીયાત વધારે બતાવી તેની તુલના મંદિરો સાથે કરી દીધી છે, જેનાથી ભાજપની લાગણીને ઠેસ પહોંચવાની જ હતી. ભાજપે જયરામ રમેશને આ અશોભનીય ટીપ્પણી માટે માફી માગવા જણાવ્યું છે.

અત્રે ઉલ્લેખનીય છે કે જયરામ રમેશે શૌચાલયવાળુ નિવેદન ભારત નિર્મલ યાત્રાના ઇનોગ્રેશન વખતે કર્યું હતું. જયરામ રમેશે જણાવ્યું હતું કે ‘આજે પણ ભારતના 64 ટકા લોકો ખુલ્લામાં ટોયલેટ જાય છે જે ખુબ જ દુ:ખની વાત છે. મને એ કહેતા દુ:ખ થઇ રહ્યું છે કે આ એક ગ્લોબલ રેકોર્ડ છે.'

સાથે સાથે પોતાની સરકારના ગુણગાન કરતા જયરામ રમેશે જણાવ્યું હતું કે ‘ ગામડાઓમાં શૌચાલયના નિર્માણ માટે સરકારે પાંચ વર્ષોમાં 45 હજાર કરોડ રૂપિયાનો ખર્ચ કરી ચૂકી છે. આવનાર વર્ષોમાં સરકાર 1.08 લોખ કરોડનો ખર્ચ કરવાની છે જેનાથી દેશને સ્વચ્છ બનાવી શકાય.'

English summary
Jairam Ramesh says toilets more important in India than temples in Nirmal Yatra.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X