જમ્મુ અને કાશ્મીરઃ LOC પાસે રાજૌરી સેક્ટરમાં વિસ્ફોટ, આર્મી મેજર શહીદ

LOC પાસે રાજૌરી સેક્ટરમાં વિસ્ફોટ, આર્મી મેજર શહીદ

જમ્મુ અને કાશ્મીરઃ જમ્મુ અને કાશ્મીર સ્થિત લાઈન ઑફ કન્ટ્રોલ નજીકના રાજૌરી સેક્ટરમાં સેનાના મેજ રેન્ક અધિકારી શહીદ થઈ ગયા છે. વિસ્ફોટમાં 55 વર્ષના મેજર ચિત્રેશ બિશ્ટ શહીદ થઈ ગયા છે. આતંકીઓએ આઈઈડી વિસ્ફોટક પ્લાંટ કર્યા હતા, જે સમયે તેઓ બોમ્બ ડિફ્યૂઝ કરી રહ્યા હતા ત્યારે જ વિસ્ફોટ થઈ ગયો. આઈઈડી નિયંત્રણ રેખાથી 1.5 કિમી અંદર રાજૌરીના નૌશેરામાં પ્લાન્ટ કરવામાં આવ્યો હતો. વિસ્ફોટમાં બે જવાન ઘાયલ થઈ ગયા છે.

કોણે પ્લાન્ટ કર્યો બોમ્બ?

કોણે પ્લાન્ટ કર્યો બોમ્બ?

એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે પાકિસ્તાનની બૈટ ટીમે એલઓસી પાર કરી ભારતીય સીમામાં આઈઈડી પ્લાન્ટ કર્યો હતો. જણાવી દઈએ કે બે દિવસ પહેલા ગુરુવારે કાશ્મીના પુલવામામાં સીઆરપીએફા કાફલા પર હુમલો થયો હતો, જેમાં 40 જવાનોનો જીવ ચાલ્યો ગયો. આ હુમલો ગુરુવારે ત્યારે થયો જ્યારે સીઆરપીએફના 2500 જવાનોનો કાફલો શ્રીનગર જઈ રહ્યો હતો.

ગુરુવારે થયો હુમલો

ગુરુવારે થયો હુમલો

ગુરુવારે પુલવામામાં અવન્તીપુરાના ગોરીપુરા વિસ્તારમાં સીઆરપીએફના કાફલા પર મોટો ફિદાયીન હુમલો થયો. હુમલામાં 40થી વધુ જવાનોના જીવ ચાલ્યા ગયા. જે કાફલા પર હુમલો થયો તેમાં 2500 જવાન સામેલ હતા. જૈશ-એ-મોહમ્મદે હુમલાની જવાબદારી લીધી છે. જૈશના આતંકી આદિલ અહમદ ઉર્ફ વકાસ કમાંડો વિસ્ફોટકોથી ભરેલી ગાડી લઈ જવાનોની બસ સાથે ટકરાઈ ગયો.

દુનિયાભરમાં થઈ રહી છે નિંદા

દુનિયાભરમાં થઈ રહી છે નિંદા

પુલવામામાં શુક્રવારે શહીદ જવાનોના શવ દિલ્હી લાવવામાં આવ્યા, જ્યાં શ્રદ્ધાંજલિ અર્પિત કર્યા બાદ પાર્થિવ દેહને તેમના ઘરે મોકલવામાં આવ્યા. આજે શહીદોના અંતિમ સંસ્કાર કરવામાં આવી રહ્યા છે. પીએમ નરેન્દ્ર મોદી, રાહુલ ગાંધી, ઉપરાષ્ટ્રપતિ અને દેશના અન્ય નેતાઓ આ હુમલાની નિંદા કરી રહ્યા છે. દુનિયાભરમાં આ હુમલાની નિંદા થઈ રહી છે.

આ પણ વાંચો-

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X