For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

J&K: આતંકના રસ્તે ગયેલ યુવાઓને સાચા રસ્તે લાવવા સરકારની યોજના

જમ્મુ-કાશ્મીરમાં આતંકના રસ્તેથી પાછા લાવવા માટે સરકાર લેશે અગત્યના પગલાંઆતંકના રસ્તેથી પાછા ફરનાર યુવાઓના રોજગાર અને સુરક્ષાની જવાબદારી લેશે સરકારઆ અંગે વધુ વાંચો અહીં...

By Shachi
|
Google Oneindia Gujarati News

જમ્મુ-કાશ્મીરમાં 14 વર્ષ બાદ કેન્દ્ર અને રાજ્ય સરકારના પ્રયત્નોથી એક એવી યોજના બનાવવામાં આવી રહી છે, જેની મદદથી આતંકના રસ્તે ચાલી રહેલા કાશ્મીરી યુવાઓને ઘરે પરત લાવવામાં મદદ મળશે. રસ્તો ભટકી ગયેલા આ યુવાઓને મુખ્ય ધારા સાથે જોડવા માટે જમ્મુ-કાશ્મીર પોલીસ એક ડ્રાફ્ટ તૈયાર કરી રહી છે. ન્યૂઝ18ની ખબર અનુસાર, જમ્મુ-કાશ્મીરના યુવાઓ માટે બનાવવામાં આવેલ આ રીઇન્ટિગ્રેશન સ્કિમને ગૃહ મંત્રાયલ, જમ્મુ-કાશ્મીર પોલીસ, સેના અને સીઆરપીએફ મળીને સફળ બનાવશે. અહેવાલ અનુસાર, ડ્રાફ્ટમાં અનેક એવી જોગવાઇઓ કરવામાં આવી છે, જેની મદદથી આતંકનો રસ્તો છોડનાર યુવાઓના પરિવારની સુરક્ષા અને તેમના રોજગાર, બંનેનું ધ્યાન સરકાર રાખશે.

jammu kashmir

સરકાર આ યુવાઓની ટ્રેનિંગની પણ વ્યવસ્થા કરશે, જે આતંકવાદનો રસ્તો છોડવા તૈયર હોય, પરંતુ તેમની પાસે રોજગાર માટે અન્ય કોઇ કૌશલ્ય ના હોય. આ નવી યોજના હેઠળ સરકાર એ લોકોને પણ સન્માનિત કરવાનું કામ કરશે, જે ભટકેલા યુવાઓને મુખ્ય ધારા સાથે જોડવામાં મદદ કરશે. જમ્મુ કાશ્મીરના એક પોલીસ અધિકારીએ યોજનાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, આને શરણાગતિ(સરન્ડર)ની સ્કિમ સાથે જોડવી યોગ્ય નથી, આ રિઇન્ટિગ્રેશન સ્કિમ છે. જ આતંકી સરન્ડર કરશે, સરકાર દરેક રીતે એનું ધ્યાન રાખશે. આ પગલાથી ઘાટીમાં શાંતિ જાળવવામાં મોટી મદદ મળશે.

English summary
Jammu and Kashmir: via Rinitingration Scheme youth will bring back in mainstream.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X