For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

Jharkhand Assembly Elections 2019: બીજા તબક્કામાં 20 સીટ પર મતદાન

Jharkhand Assembly Elections 2019 Live: બીજા તબક્કામાં 20 સીટ પર મતદાન

|
Google Oneindia Gujarati News

રાંચીઃ આજે ઝારખંડ વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કામાં 20 સીટ પર મુકાબલો થઈ રહ્યો છે. શનિવારે અહીંની 18 સીટ પર સવારે 7 વાગ્યેથી વોટિંગ શરૂ થશે અને 3 વાગ્યા સુધી મતદાન થશે જ્યારે જમશેદપુર પૂર્વ અને પશ્ચિમી એમ બે સીટ પર સાંજના પાંચ વાગ્યા સુધી મત પડશે. બીજા તબક્કાની આ 20 સીટની વાત કરીએ તો અહીંની નવ સીટ એવી છે જ્યાં પુરુષોથી વધુ મહિલા મતદારો છે. આ નવ સીટમાં ઘાટશિલા, પોટકા, ખરસાવાં, ચાઈબાસા, મઝગાંવ, મનોહરપુર, ચક્રધારપુર, ખૂંટી અને સિમડેગા સામેલ છે. આ વખતે અહીં કુલ 1 લાખ 10 હજાર 70 યુવા મતદારો પહેલીવાર પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. જણાવી દઈએ કે બીજા તબક્કામાં કુલ 48 લાખ 25 હજાર 38 મતદાતા ચૂંટણી મેદાનમાં ઉભેલા ઉમેદવારોની કિસ્મતનો ફેસલો કરશે. જેમાંના પુરુષો મતદારોની સંખ્યા 24,31,511 છે જ્યારે મહિલા મતદારોની સંખ્યા 23,93,437 છે. બીજા તબક્કામાં કુલ 260 ઉમેદવારોની કિસ્મતનો ફેસલો થશે. ઝારખંડની ચૂંટણીની લાઈવ અપડેટ મેળવવા માટે બન્યા રહો વનઈન્ડિયા ગુજરાતી સાથે...

Jharkhand Assembly Elections 2019 Live

હૈદરાબાદ ડૉક્ટર મર્ડરઃ કાનૂની નિષ્ણાંતોએ એન્કાઉન્ટરનો વિરોધ કર્યો, બોલ્યા- તરત તપાસ થાયહૈદરાબાદ ડૉક્ટર મર્ડરઃ કાનૂની નિષ્ણાંતોએ એન્કાઉન્ટરનો વિરોધ કર્યો, બોલ્યા- તરત તપાસ થાય

Newest First Oldest First
2:33 PM, 7 Dec

હિંસાની છૂટક ઘટનાઓ વચ્ચે બપોરે એક વાગ્યા સુધી 40 ટકાથી વધુ મતદાન. સુરક્ષાનો કડક બંદોબસ્ત.
2:13 PM, 7 Dec

ઝારખંડમાં બીજા તબક્કાનુ મતદાન ચાલુ. બપોરે એક વાગ્યા સુધી 40 ટકા મતદાન.
1:13 PM, 7 Dec

મતદાન કેન્દ્રમાં ગરબડ કરવાની કોશિશ થઈ રહી હતી, સુરક્ષા જવાને રોકવાની કોશિશ કરવા પર ગ્રામીણોએ કર્યો પત્થરમારો.
1:11 PM, 7 Dec

ગુમલા જિલ્લાના સિસઈ વિધાનસભા વિસ્તારમાં બધની બૂથ પર પોલિસ ફાયરીંગ, એક ગ્રામીણનુ મોત જ્યારે બે અન્ય ઘાયલ.
12:18 PM, 7 Dec

ઝારખંડમાં બીજા તબક્કાનું મતદાન, 11 વાગ્યા સુધી 28.51 ટકા મતદાન થયું
11:27 AM, 7 Dec

ઝારખંડના બીજા તબક્કાના બધા મતદારોને અપીલ કરુ છુ કે વધુમાં વધુ સંખ્યાાં મતદાન કરી લોકતંત્રના મહાપર્વમાં ભાગીદાર બનો. એક સમૃદ્ધ અને પ્રગતિશીલ ઝારખંડ માટે તમારો એક-એક મત મહત્વપૂર્ણ છે - અમિત શાહ
11:27 AM, 7 Dec

ઝારખંડના બીજા તબક્કાના બધા મતદારોને અપીલ કરુ છુ કે વધુમાં વધુ સંખ્યાાં મતદાન કરી લોકતંત્રના મહાપર્વમાં ભાગીદાર બનો. એક સમૃદ્ધ અને પ્રગતિશીલ ઝારખંડ માટે તમારો એક-એક મત મહત્વપૂર્ણ છે - અમિત શાહ
11:27 AM, 7 Dec

ઝારખંડના બીજા તબક્કાના બધા મતદારોને અપીલ કરુ છુ કે વધુમાં વધુ સંખ્યાાં મતદાન કરી લોકતંત્રના મહાપર્વમાં ભાગીદાર બનો. એક સમૃદ્ધ અને પ્રગતિશીલ ઝારખંડ માટે તમારો એક-એક મત મહત્વપૂર્ણ છે - અમિત શાહ
11:27 AM, 7 Dec

ઝારખંડના બીજા તબક્કાના બધા મતદારોને અપીલ કરુ છુ કે વધુમાં વધુ સંખ્યાાં મતદાન કરી લોકતંત્રના મહાપર્વમાં ભાગીદાર બનો. એક સમૃદ્ધ અને પ્રગતિશીલ ઝારખંડ માટે તમારો એક-એક મત મહત્વપૂર્ણ છે - અમિત શાહ
10:35 AM, 7 Dec

ઝારખંડમાં બીજા તબક્કાનુ મતદાન ચાલુ, સવારે 9 વાગ્યા સુધી 13.03% મતદાન.
10:33 AM, 7 Dec

ઝારખંડની બહરાગોડા વિધાનસભા સીટ પર કાર્ડિયાક અરેસ્ટના કારણે એક પોલિસ અધિકારીનુ મોત.
10:32 AM, 7 Dec

રઘુવરદાસનુ ટ્વિટ - તમારે એક-એક મત ઝારખંડનુ ભવિષ્ય નક્કી કરશે, ઝારખંડના વિકાસની ગતિ વધારશે, મત આપવા જરૂર જાવ.
10:21 AM, 7 Dec

ઝારખંડના મુખ્યમંત્રી રઘુવરદાસે જમશેદપુર સ્થિત પોલિંગ બૂથ પર કર્યુ મતદાન.
9:55 AM, 7 Dec

20 સીટો પર થઈ રહેલા મતદાન માટે સુરક્ષાની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે, 42 હજાર સુરક્ષાકર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે.
9:55 AM, 7 Dec

20 સીટો પર થઈ રહેલા મતદાન માટે સુરક્ષાની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી છે, 42 હજાર સુરક્ષાકર્મીઓને તૈનાત કરવામાં આવ્યા છે.
9:13 AM, 7 Dec

કુલ 6,066 પોલિંગ સ્ટેશનમાં નક્સલ પ્રભાવિત વિસ્તારોના 949 બૂથને સંવેદનશીલ અને 762ને સેન્સીટીવ ઘોષિત કરવામાં આવ્યા છે.
8:23 AM, 7 Dec

ઝારખંડમાં બીજા તબક્કાનુ મતદાન ચાલુ. ખૂંટીમાં પોલિંગ બૂથ બહાર લાંબી લાઈનો લાગી.
7:43 AM, 7 Dec

પીએમ મોદીએ વધુને વધુ મતદાન કરવાની અપીલ કરી છે. તેમણે કહ્યુ કે - ઝારખંડ વિધાનસભા ચૂંટણીમાં આજે બીજા તબક્કાનુ મતદાન છે. બધા મતદારોને મારો આગ્રહ છે કે વધુને વધુ સંખ્યામાં મતદાન કરી લોકતંત્રના આ ઉત્સવને સફળ બનાવે.
6:54 AM, 7 Dec

40,000 જવાનાોને બીજા તબક્કાના મતદાનની સુરક્ષા વ્યવસ્થામાં લગાવ્યા છે.
6:53 AM, 7 Dec

મુખ્યમંત્રી રઘુવર દાસ, સ્પીકર ડૉ. દિનેશ ઉરાંવ, ભાજપના બાગી નેતા સરયુ રાય, મંત્રી નીલકંઠ સિંહ મુંડા, રામચંદ્ર સહિસ, ભાજપના પ્રદેશ અધ્યક્ષ લક્ષ્મણ ગિલુવા, જેડીયુના પ્રદેશ અધ્યક્ષા સાલખન મુર્મૂ સહિત ઘણા દિગ્ગજોની પ્રતિષ્ઠા આ તબક્કામાં દાવ પર લાગેલી છે.
12:08 AM, 7 Dec

18-19 વર્ષના કલ 1,10,070 નવા મતદારો કાલે પહેલીવાર વોટિંગ કરશે જેમાંથી 58,204 પુરુષ અને 51,857 સ્ત્રી તથા 09 થર્ડ ઝેન્ડર મતદારો છે.
12:07 AM, 7 Dec

24,31,511 પુરુષ મતદારો, 23,93,437 મહિલા મતદારો અને 90 થર્ડ ઝેન્ડર મતદારો મળી કુલ 48,25,038 મતદારો ઉમેદવારોના ભાવી નક્કી કરશે.
12:06 AM, 7 Dec

બીજા તબક્કામાં વોટિંગ થઈ રહેલ 20 સીટ પર કુલ 260 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે, જેમાંથી 29 મહિલા ઉમેદવાર છે.
12:05 AM, 7 Dec

વહેલી સવારે સાત વાગ્યે મતદાન શરૂ થઈ જશે. 18 સીટ પર બપોરના 3 વાગ્યા સુધી મત પડશે જ્યારે 2 સીટ પર સાંજના પાંચ વાગ્યા સુધી વોટિંગ થશે
12:04 AM, 7 Dec

ઝારખંડમાં આજે બીજા તબક્કાનું મતદાન થવા જઈ રહ્યું છે.

English summary
Jharkhand Assembly Elections 2019: Voting on 20 seats in the second phase
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X