For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ઉંમર છે માત્ર 8 વર્ષ, સજા મળી આજીવન કેદની

|
Google Oneindia Gujarati News

"ટાઇમ ઇઝ મની" અને એક ગુજરાતી તરીકે અમે આ વાત સારી રીતે સમજીએ છીએ. માટે જ અમે તમારી માટે લાવ્યા છીએ, ફાસ્ટ ન્યૂઝ. દેશના ખૂણે ખૂણાની ખબર ઝટપટ અમે તમને બતાવીશું આ સ્લાઇડરમાં.બસ આ પેજ રિફ્રેશ કરતા રહો અને જોતા રહો દેશભરના સમાચારા તસવીરોના માધ્યમથી. વાત હોય મનોરંજનની કે પછી રમત જગતની, વાત હોય રાજકારણની કે સામાન્ય લોકોના પ્રશ્નોની, તમામ મહત્વના સમાચારોથી અમે રાખશું તમને અપટેડ.

ભારતભરમાં અનેક ઘટનાઓ ઘટતી હોય છે, પરંતુ સમયના અભાવે આપણે દરેક સમાચારો પર નજર નથી નાંખી શકતા. પણ હવે અમે તમારા સુધી પહોંચાડતા રહીશું આ તમામ સમાચારો. આ સ્લાઇડરમાં તમને બતાવીશું ભારતની આજની તમામ નાની મોટી ખબર. તો જોતા રહો આ ફોટો સ્લાઇડર. દેશભરના આ તમામ મુખ્ય સમાચારો જુઓ આ તસવીરોમાં...

ઉંમર છે માત્ર 8 વર્ષ, સજા મળી આજીવન કેદની

ઉંમર છે માત્ર 8 વર્ષ, સજા મળી આજીવન કેદની

ધારીના આંબરડીમાં મનુષ્યો પર હુમલા કરનારા સિંહો પાંજરે પૂરાયા હતા તેમાંથી નરભક્ષી સિંહ તથા સિંહણની ઓળખ થઈ ગઈ છે જેમાં સૌથી મોટા નરભક્ષીની ઉંમર માત્ર 8 વર્ષ છે હવે તંત્રએ તેને આજીવન કેદની સજા હેઠળ જૂનાગઢના સકકરબાગ પ્રાણી સંગ્રહાલયમાં પૂર્યો છે. થોડા દિવસો પહેલા અમરેલી જિલ્લાના ધારીમાં આંબરડીમાં નરભક્ષી થયેલા સિંહોએ 3 લોકો પર જીવલેણ હુમલા કરી મોતને ઘાટ ઉતાર્યા હતા. ત્યાર બાદ ચિંતિત થયેલા વન વિભાગે શંકાસ્પદ 17 સિંહને પાંજરે પૂર્યા હતા. અને તેમના મળના નમૂના લીધા હતા. જો કે આ તપાસ બાદ 16 પૈકી 3 સિંહો નરભક્ષી હતા જેમના મળમાંથી મોટા પ્રમાણમાં મનુષ્યના માંસના અવશેષો મળ્યા હતા. જેમાં સૌથી મોટા માનવભક્ષી સિંહની ઉંમર 8 વર્ષની છે અને વજન 180 કિલો છે.

વાપી સેવા સદનમાં પાણીના કૂલરે લોકોને રાખ્યા તરસ્યા

વાપી સેવા સદનમાં પાણીના કૂલરે લોકોને રાખ્યા તરસ્યા

વાપી બલીઠા નેશનલ હાઇવે પર રૂપિયા 10 કરોડના ખર્ચે તાલુકા સેવા સદનની કચેરી તૈયાર કરવામાં આવી હતી જેનું ઉદ્ધાટન મુખ્યમંત્રીએ કહ્યુ હતું પરંતુ હાલમાં કર્મચારીઓ પાણી માટે વલખા મારી રહ્યા છે. અરજદારોને તમામ સુવિધા મળી રહે તેવા ઉદેશ્ય સાથે કચેરીનો પ્રારંભ તો થયો પરંતુ પાણીના કનેકશન યોગ્ય રીતે ન થયું હોવાથી અહીં આવતા લોકો પાણી માટે હેરાન થાય છે. જો કે અધિકારીઓ અને કર્મચારીઓ માટે પીવા માટે મિનરલ વોટર પાણી આવે છે પણ અરજદારોને ગરમીમાં પણ તરસ્યા જ રહેવું પડે છે.

ઉજાલા યોજનાને ગુજરાતમાં સાંપડી રહ્યો છે સારો પ્રતિસાદ

ઉજાલા યોજનાને ગુજરાતમાં સાંપડી રહ્યો છે સારો પ્રતિસાદ

પ્રધાનમંત્રીની ઉજ્વલા યોજના અંતગર્ત ગુજરાતમાં શરૂ થયેલી ઉજાલા યોજના હેઠળ એલઇડી બલ્બ અધધ કિંમતને બદલે માત્ર રૂપિયા 85માં મળી રહ્યા છે તેમાં ગુજરાતભરમાં ધીરે ધીરે આ યોજનાને સારો પ્રતિસાદ સાંપડી રહ્યો છે. આણંદમાં કુલ 21 સબ ડિવિઝન આવેલા છે. આ તમામ સબડિવિઝન હેઠળ એલઇડી બલ્બનું વિતરણ શરૂ કરવામાં આવ્યું હતું. જેનો લાભ મોટી સંખ્યામાં વીજ ગ્રાહકો લઇ રહ્યાં છે. બ્રાન્ડેડ કંપનીના એલઇડી બલ્બને કારણે વોરંટી પીરીયડ તેમજ ખૂબ જ નજીવા દરની કિંમત હોવાથી આણંદ જિલ્લામાં હાલમાં કુલ 1,53,780 બલ્બનું વેચાણ થયું છે તો જામનગરમાં પણ 19 દિવસમાં દોઢ લાખથી વધુ એલઇડી બલ્બનું વેચાણ થયું છે.

ભાવનગરમાં ઉદ્ધાટિત થશે અમિતાભ બચ્ચનનું પ્રથમ સ્ટેચ્યૂ

ભાવનગરમાં ઉદ્ધાટિત થશે અમિતાભ બચ્ચનનું પ્રથમ સ્ટેચ્યૂ

લંડનમાં મેડમ તુસાદના મ્યુઝિયમમાં તો અમિતાભ બચ્ચનનું પૂતળું છે પરંતુ ભારતમાં સૌ પ્રથમ અમિતાભનું પ્લાસ્ટર ઓફ પેરિસમાંથી બનેલું આવું સ્ટેચ્યૂ ભાવનગરમાં અમિતાભના જન્મદિવસે ખૂલ્લુ મૂકવામાં આવશે. અમિતાભ જેવા લાગતા ભાવનગરના પિનાકીન ભાઈએ આ પૂતળું બનાવ્યું છે. અને તેઓ 11 ઓક્ટોબર, 2016ના દિવસે અમિતાભ બચ્ચનના 74મા જન્મદિવસ નિમિત્તે ભાવનગરમાં તે સ્ટેચ્યુ વિધિવત રીતે ખુલ્લુ મૂકશે થોડા દિવસો પહેલા 5મી જૂનના રોજ મુંબઈ ખાતે જલસા બંગલોમાં જ અમિતાભના હસ્તે તેનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. પિનાકીન ભાઈ તેમના બચ્ચન જેવ લુકને કારણે ઘણી ખ્યાતિ પામ્યા છે તેઓએ સોમનાથમાં અમિતાભને જોયા ત્યારે નક્કી કર્યું હતું કે તેઓ અમિતાભનું આવું પૂતળું બનાવશે.

પાણીના અભાવે વિદ્યાર્થીનીઓએ નિવાસી શાળા છોડીને જતી રહી

પાણીના અભાવે વિદ્યાર્થીનીઓએ નિવાસી શાળા છોડીને જતી રહી

શામળાજીમાં આવેલી આદિવાસી વિદ્યાર્થીનીઓ પાણીના અભાવે શાળા છોડીને જતી રહી હોવાથી વિદ્યાર્થીનીઓના અભ્યાસ પર માઠીઅસર પડી છે. એકલવ્ય મોડેલ રેસીડેન્સીયલ શાળામાં ભણતા વિદ્યાર્થીઓ છેલ્લા કેટલાક સમયથી પીવાના પાણી સમસ્યા સર્જાઇ છે. વિદ્યાર્થીઓના જણાવ્યા પ્રમાણે 411 વિદ્યાર્થીઓ સામે માત્ર 40 જગ પીવાનું પાણી મંગાવાય છે. તેથી પાણીના અભાવે તેઓ પરેશાન થઇ ગયા છે. શાળામાં વિદ્યાર્થીઓને પીવાનું પાણી તેમજ ન્હાવા-ધોવા માટેનું પાણી પુરતા પ્રમાણમાં મળતું નથી. આ સમસ્યા અંગે વિદ્યાર્થીનીઓએ શાળાના શિક્ષકોને રજૂઆત કરી હતી. તેમ છતાં પણ આ સમસ્યાનું સમાધાન ન થતા ધોરણ 12 સાયન્સમાં ભણતી 34 વિધાર્થીનીઓ છેલ્લા ત્રણ દિવસથી શાળા છોડી પોતાના ઘરે જતી રહી છે.

સચીન વિસ્તારમાં કારમાંથી બાળકની લાશ મળી આવી

સચીન વિસ્તારમાં કારમાંથી બાળકની લાશ મળી આવી

સુરતના સચિન વિસ્તારમાંથી 6 વર્ષના બાળકની લાશ મળી આવી હતી. આ બાળક થોડા દિવસ પહેલા ગુમ થઈ ગયો હતો. આ બાળકની લાશ એપાર્ટમેન્ટની નીચે પાર્ક થયેલી કારમાંથી મળી આવી હતી. તેથી પહેલા તો બાળકના અપહરણની શંકા સેવાઈ હતી. પરંતુ ફેલેટના સીસીટીવી કેમેરામાં નજરે ચઢ્યું હતું કે બાળક રમતો રમતો આને કારમાં તેની જાતે જ સંતાઈ ગયો હતો અને કારના દરવાજા ઓઠોમેટિક લોક હોવાથી ખૂલ્યા નહોતા અને બાળકનું ગૂંગળાઇને મૃત્યુ થયુ હતુ. જોકે કારના માલિકે જણાવ્યુ હતું કે તેમની કાર લોક હતી પરંતુ બેટરી ઉતરી જતા કારનો દરવાજો ખૂલી ગયો હશે અને વળી પાછો ફસાઈ જતા બાળક બહાર નહીં નીકળી શક્યો હોય.

પારૂલ ઇન્સ્ટિટયૂટના ટ્રસ્ટી સામે દુષ્કર્મની ફરિયાદ

પારૂલ ઇન્સ્ટિટયૂટના ટ્રસ્ટી સામે દુષ્કર્મની ફરિયાદ

વડોદરાના વાઘોડિયા પાસે આવેલી પ્રસિદ્ધ પારૂલ ઇન્સ્ટિટયૂટના ટ્રસ્ટી જયેશ પટેલ સામે મહિસાગરની વિદ્યાર્થીનીએ દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. મહિસાગર જિલ્લાના બાલાસિનોરની 22 વર્ષની વિદ્યાર્થિનીએ પારૂલ ઇન્સ્ટિટયૂટના ગર્લસ હોસ્ટેલમાં રહી નર્સિંગના બીજા વર્ષમાં અભ્યાસ કરે છે. વિદ્યાર્થિનીએ વાઘોડિયા પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે તે જ્યારે હોસ્ટેલના રૂમમાં હતી. તે સમયે મલ્ટીગર્લ્સ હોસ્ટેલના મહિલા રેક્ટર રૂમ પર આવ્યા હતા. અને મને તેઓ કોલેજના સંચાલક જયેશ કે. પટેલ પાસે લઇ ગયા હતા. તે બાદ જયેશ કે. પટેલે મારી મરજી વિરૂધ્ધ દુષ્કર્મ કર્યું હતું. આ ઘટનાથી આખા કેમ્પસમાં તેમજ વાલીઓમાં ખળભળાટ મચી ગયો હતો. કારણ કે આ ઇન્સ્ટિટયૂટનું ખૂબ મોટું નામ છે અને તેમાં ઘણ બધા વિદ્યાર્થીઓ અભ્યાસ માટે આવે છે.

English summary
June 18 read todays top news pics
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X