For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોંગ્રેસે ભાજપ પાસેથી શિખ્યો સફળતાનો મંત્ર

|
Google Oneindia Gujarati News

બેંગ્લોર, 12 માર્ચઃ કર્ણાટકમાં સત્તાધીશ દળ ભારતીય જનતા પાર્ટીની સ્થાનિક ચૂંટણીમાં કારમા પરાજયના પડઘા દિલ્હી સુધી પડ્યાં છે. કોંગ્રેસની અપ્રત્યાશિત જીતથી ભાજપના ઘણા મોટા નેતાઓ તણાવમાં આવી ગયા છે, પરંતુ શું તમને ખબર છે કે, કોંગ્રેસે આ સફળતાનો મંત્ર કોની પાસેથી શીખ્યો છે? અરે ભાજપ પાસેથી! જી હાં, અને એ મંત્ર છે હિન્દુત્વનો.

કર્ણાટકે કુલ 207 સ્થાનિક ચૂંટણીની 4952 બેઠકો માટે થયેલા મતદાનની ગુરુવારે થયેલી મતગણતરીમાં 1959 બેઠકો પર જીત હાંસલ કરીને કોંગ્રેસ સૌથી મોટી પાર્ટી તરીકે ઉભરી. ભાજપને કુલ 906 બેઠકો મળી. બીજી તરફ પૂર્વ પ્રધાનમંત્રી એચડી દેવગૌડાની જનતાદળ-સેક્યુલર(જેડી-એસ)ને 905 બેઠકો પર વિજય મળ્યો. ભાજપની હારનું કારણ બધા જાણે છે.

karnataka-congress
બધા જાણે છે કે ભાજપની અંદર છેલ્લા બે વર્ષોથી ચાલી રહેલા અંતર-કલહના કારણે સંગઠનમાં એક નહીં અનેક દરારો આવી ચૂકી છે. આ કારણ છે કે ભાજપ પોતાનો આધાર ગુમાવી રહ્યું છે. બીએસ યેદિયુર્પાની પાર્ટીથી અગલ થયા બાદ પાર્ટી નબળી પડી છે, તેમાં કોઇ શક નથી. જો કે, યેદિયુરપ્પાની પાર્ટી અલગ થઇને મજબૂત નથી થઇ શકી. તેને માત્ર 274 બેઠકો જ મળી છે.

ખાસ બાત એ છે કે કોંગ્રેસે આ તકને અવસરમાં પરિવર્તિત કરવામાં એક પણ કસર છોડી નહી. કોંગ્રેસની જનતા વચ્ચે વિશ્વાસ જાળવી રાખવા માટે ભાજપનો જ મંત્ર ફૂંક્યો અને એ હતો હિન્દુત્વવાદી મંત્ર. ગત બે વર્ષોથી જેટલા પણ પર્વ થયા, તેમાં કોંગ્રેસે હિન્દુઓને આકર્ષિત કરવા અથવા તો શુભેચ્છા આપવામાં કોઇ કસર છોડી નહી. બેંગ્લોરની વાત કરીએ તો દરેક પર્વએ અહીં યશવંતપુરથી લઇને મલ્લેશ્વરમ સુધી, જેપી નગરથી લઇને જયાનગર સુધી પોસ્ટર્સથી માર્ગો ભરી દેવામાં આવતા.

જે કામ ભાજપ અટલ બિહારી વાજપાયીના જન્મદિવસે કરતું હતું, તે કામ કોંગ્રેસે અયુધા પુજા, દિવાળી, મકર સંક્રાન્તિ, પોંગલ વગેરેમાં કર્યું. એટલું જ નહીં સ્થાનિક ચૂંટણી પછી પણ શિવરાત્રીના પાવન અવસરે પણ કોંગ્રેસ તક છોડી નહી. કર્ણાટકમાં તમે કોંગ્રેસના પોસ્ટર્સ પર ભગવાનની છબી સહેલાયથી જોઇ શકો છો. એવી જ રીતે જેમ ભાજપના પોસ્ટર્સ પર જોવા મળતું હતું.

સમાચાર એ છે કે કોંગ્રેસની આ મુહિમ હજુ વિધાનસભા ચૂંટણી કે પછી લોકસભા ચૂંટણી 2014 સુધી જારી રહેશે, કારણ કે કર્ણાટકમાં કબજો કરવા માટે કોંગ્રેસ પાસે આનાથી સારી તક નજીકમાં નહીં આવે.

English summary
BJP has lost the base in Local Body elections in Karnataka ans Congress posted a good win. Do you know Congress has learnt the success Mantra from BJP.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X