For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નિપાહ વાયરસનો ડર, કર્ણાટક સરકારે જાહેર કરી એડવાઈઝરી

કોરોના મહામારી વચ્ચે હવે નિપાહ વાયરસે રાજ્યો અને કેન્દ્ર સરકારની ચિંતાઓ વધારી દીધી છે.

|
Google Oneindia Gujarati News

બેંગલુરુઃ કોરોના મહામારી વચ્ચે હવે નિપાહ વાયરસે રાજ્યો અને કેન્દ્ર સરકારની ચિંતાઓ વધારી દીધી છે. જો કે હજુ સુધી માત્ર કેરળમાં જ નિપાહ વાયરસના કેસ મળ્યા છે પરંતુ અન્ય રાજ્યોએ પણ સાવચેતી તરીકે પગલાં લેવાનુ શરૂ કરી દીધુ છે. આને લઈને કર્ણાટક સરકારે મંગળવારે પોતાના નાગરિકો માટે નિપાહ વાયરસથી બચવા માટે એક એડવાઈઝરી જાહેર કરી છે. પોતાની એડવાઈઝરીમાં કર્ણાટક સરકારે કેરળની સીમા પાસેના જિલ્લાઓમાં સ્થાનિક લોકો અને અધિકારીઓને વધુ સાવચેતી રાખવા માટે કહ્યુ છે.

coronavirus

તમને જણાવી દઈએ કે નિપાહ વાયરસના કારણે કેરળના કોઝીકોડમાં એક 12 વર્ષના બાળકનુ મોત થઈ ચૂક્યુ છે. વળી, અમુક અન્ય આરોગ્યકર્મીઓના પણ સંક્રમિત થયાના સમાચાર છે. પોતાની એડવાઈઝરીમાં કર્ણાટક સરકારે કહ્યુ છે કે બધા જિલ્લાઓના ડીએમ કેરળથી કર્ણાટક આવતા લોકોમાં તાવ, ગંભીર નબળાઈ, માથામાં દુઃખાવો, શ્વાસ લેવામાં મુશ્કેલી, ખાંસી, ઉલટી, માંસપેશીઓમાં દુઃખાવો અને પેટમાં સમસ્યા જેવા લક્ષણોનુ નિરીક્ષણ કરવા માટે ટીમ બનાવો. આ સાથે જ જિલ્લા અધિકારીઓને એ પણ નિર્દેશ આપવામાં આવ્યા છે કે નિપાહ વાયરસના પ્રકોપથી જલ્દીમાં જલ્દી ચકાસવા માટે એક સર્વિલાંસ સિસ્ટમ પણ બનાવવામાં આવે.

લોકો વચ્ચે ફેલાવો જાગૃકતા

કર્ણાટક સરકારે આરોગ્ય અધિકારીઓ અને બધા જિલ્લાના ડીએમને નિર્દેશ આપીને કહ્યુ છે કે નિપાહ વાયરસથી બચાવ માટે લોકોમાં જાગૃકતા ફેલાવવામાં આવે. સાથે જ જો કોઈ દર્દીમાં નિપાહ વાયરસ સાથે સંબંધિત લક્ષણો મળે તો જરૂરી સાવચેતી રાખીને સેમ્પલ લઈને પૂણેની એનઆઈવી લેબ મોકલો.

શું છે નિપાહ વાયરસના લક્ષણ

ઉલ્લેખનીય છે કે નિપાહ વાયરસથી સંક્રમિત વ્યક્તિમાં પણ અમુક લક્ષણો કોરોના વાયરસ જેવા જ હોય છે. નિપાહ વાયરસથી સંક્રમિત થવા પર ખાંસી, ગળામાં ખારાશ, ચક્કર આવવા, માંસપેશીઓમાં દુઃખાવો, થાક, માથામાં દુઃખાવો, ગરદનમાં અકડ અને તાવ આવે છે. જો કે એક રાહતની વાત એ છે કે કેરળ સિવાય હજુ સુધી કોઈ રાજ્યમાં નિપાહ વાયરસનો કોઈ કેસ સામે આવ્યો નથી.

કોરોના મહામારી વચ્ચે હવે નિપાહ વાયરસે રાજ્યો અને કેન્દ્ર સરકારની ચિંતાઓ વધારી દીધી છે. જો કે હજુ સુધી માત્ર કેરળમાં જ નિપાહ વાયરસના કેસ મળ્યા છે પરંતુ અન્ય રાજ્યોએ પણ સાવચેતી તરીકે પગલાં લેવાનુ શરૂ કરી દીધુ છે. આને લઈને કર્ણાટક સરકારે મંગળવારે પોતાના નાગરિકો માટે નિપાહ વાયરસથી બચવા માટે એક એડવાઈઝરી જાહેર કરી છે. પોતાની એડવાઈઝરીમાં કર્ણાટક સરકારે કેરળની સીમા પાસેના જિલ્લાઓમાં સ્થાનિક લોકો અને અધિકારીઓને વધુ સાવચેતી રાખવા માટે કહ્યુ છે.

English summary
Karnataka government issues tdvisory to prevent Nipah virus
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X