કઠુઆ ગેંગરેપ: પીડિતાના પિતાએ પોતાનું દર્દ જણાવ્યું

Posted By:
Subscribe to Oneindia News

જમ્મુ કાશ્મીરમાં રહેતા 8 વર્ષની રેપ પીડિતાના 35 વર્ષના પિતાએ પોતાનું દર્દ વ્યક્ત કર્યું છે. તેમને જણાવ્યું છે કે તેને પોતાના હાથ અને પગ વચ્ચેનું અંતર પણ ખબર ના હતું. તેને ડાબા અને જમણા હાથ વચ્ચે પણ ખબર ના હતી, તેને હિન્દૂ અને મુસલમાન વિશે ખબર ક્યાંથી પડે. ઇન્ડિયન એક્સપ્રેસ સાથે વાતચીત દરમિયાન મૃતક રેપ પીડિતાના પિતાએ જણાવ્યું કે તેની માતા ઘ્વારા કહેવામાં આવ્યું હતું કે આ વખતે બાળકીને કોઈ પ્રાઇવેટ એકેડમીમાં એડમિશન અપાવીશુ. તેમને આગળ જણાવ્યું કે તેમને આવું વિચાર્યું ના હતું કે તેમની દીકરી ભણીને ડોક્ટર અથવા ટીચર બની જશે. અમને તો ખાલી એટલી જ આશા હતું કે દીકરી ભણશે તો પોતાને સાચવી લેશે. તેનો સમય પસાર થઇ જશે. સુંદર હતી એટલે સારા ઘરે ચાલી જશે.

અમારી ભેડ બકરીઓ આપતા ના હતા

અમારી ભેડ બકરીઓ આપતા ના હતા

મૃતક પીડિતાના પિતા ઘ્વારા ખાસ કરીને પૂર્વ રાજસ્વ અધિકારી સંજી રામ પર આરોપ લગાવવામાં આવ્યો છે. તેમને આરોપ લગાવ્યો કે સંજી રામ ધમકી આપતો હતો. તેમને જણાવ્યું કે તેઓ ગામ પાસેથી પસાર થતા રસ્તાથી તેમને જવા દેતા ના હતા. જે ભેડ બકરી ત્યાં જતી રહેતી હતી તેને તેઓ પાછી આપતા ના હતા.

અમને ખબર ના હતી કે આટલું ખરાબ કામ કરશે

અમને ખબર ના હતી કે આટલું ખરાબ કામ કરશે

પીડિતાના પિતા ઘ્વારા જણાવવામાં આવ્યું કે જાનવરો તેમની ફસલને નુકશાન કરવાથી આટલા ગુસ્સે થશે એવું તેમને ક્યારેય પણ વિચાર્યું ના હતું. નુકશાન થશે તો તેઓ અમને થપ્પડ મારશે, એફઆઈઆર લગાવશે અથવા તો ભરપાઈ કરાવશે. પરંતુ અમે વિચાર્યું ના હતું કે આટલું ખરાબ કામ કરશે.

દેવસ્થાનમાં બાળકીને યાતના આપવામાં આવી

દેવસ્થાનમાં બાળકીને યાતના આપવામાં આવી

પિતા ઘ્વારા જણાવવામાં આવ્યું કે આ બાબત વધારે દિલ તોડે એવી છે કે મારી બાળકીને દેવસ્થાને યાતના આપવામાં આવી. અમે તેને દેવસ્થાને શોધવા વિશે વિચાર્યું પણ નહીં. અમે તે જગ્યાને ખુબ જ પવિત્ર માનીએ છે. ક્યારેય વિચાર્યું ના હતું કે ત્યાં પણ આવું કંઈક થઇ શકે છે.

અલ્લાહ ની અદાલત સૌથી મોટી

અલ્લાહ ની અદાલત સૌથી મોટી

પીડિતાના પિતા ઘ્વારા જણાવવામાં આવ્યું કે અમારા માટે અલ્લાહની અદાલત સૌથી મોટી અદાલત છે. જેમાં દરેકનો નિર્ણય થાય છે. અમે અલ્લાહ ની અદાલત પર છોડી દીધું છે તે જે કરશે તે સારું જ કરશે. તેમને આગળ જણાવ્યું કે હવે તેઓ તેમની ભેડ, બકરીઓ અને ઘોડાઓ લઈને કારગિલ તરફ જઈ રહ્યા છે.

અમને એટલા માટે નિશાનો બનાવવામાં આવ્યો કારણકે..

અમને એટલા માટે નિશાનો બનાવવામાં આવ્યો કારણકે..

તેમને જણાવ્યું કે આરોપીઓ ઘ્વારા ક્યારેય પણ નહીં વિચારવામાં આવ્યું હોય કે આ મામલો આટલો વધી જશે. તેમને ચોક્કસ વિચાર્યું હશે કે અમે સૌથી કમજોર વ્યક્તિ છે જે ભાગ્યે જ પોલીસ ચોકી જશે. ઉપરવાળો કોઈને છોડતો નથી તે બધું જ જોઈ રહ્યો છે.

સપ્ટેમ્બરમાં પાછા આવશે

સપ્ટેમ્બરમાં પાછા આવશે

પીડિતાના પિતા ઘ્વારા જણાવવામાં આવ્યું કે હમણાં તેઓ ગરમીઓને કારણે કારગિલ જઈ રહ્યા છે. પરંતુ તેઓ સપ્ટેમ્બરમાં પાછા કઠુઆ આવશે. અહીં તેમનું ઘર છે. તેઓ મને મારી નાખશે તેના કરતા વધારે તેઓ શુ કરી લેશે. પીડિતાના પિતા ઘ્વારા હજુ સુધી આશા છોડવામાં આવી નથી. તેઓ હજુ પણ આ વાતને લઈને આશા રાખી રહ્યા છે કે તેમને ન્યાય મળશે.

English summary
Kathua Jammu and kashmir: rape victim father's statement

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.