કેજરીવાલની પાર્ટીનું નામ 'આમ આદમી પાર્ટી' રહેશે

arvind kejriwal
નવી દિલ્હી, 24 નવેમ્બર: સામાજિક કાર્યકર્તા અરવિંદ કેજરીવાલ તેમજ તેમના સહયોગીઓએ શનિવારે પોતાના રાજનૈતિક ગઠન તેમજ રાષ્ટ્રિય પરિષદની પ્રથમ બેઠક માટે અત્રે મળ્યા હતા.

ટીમ અણ્ણાના પૂર્વ સભ્ય કેજરીવાલે શુક્રવારે ટ્વિટર પર લખ્યું હતું કે તેઓ શનિવારે પોતાની પાર્ટીનું ગઠન કરશે અને સોમવારે જંતર મંતર ખાતે તેની ઔપચારિક જાહેરાત કરશે.

તેમણે લખ્યું છે કે 'પાર્ટી આવતીકાલે ગઠિત કરવામાં આવશે. રાષ્ટ્રીય પરિષદની પ્રથમ બેઠક પણ આવતીકાલે થશે. સોમવારે જંતરમંતર પર તેની જાહેરાત થશે. સોમવારે આ ઐતિહાસિક ઘટનાના સાક્ષી બનવા માટે બધાને આમંત્રિત કરવામાં આવ્યા છે.'

તેમના એક સાથીએ જણાવ્યું કે કોન્સ્ટીટ્યુશન ક્લબમાં બેઠક માટે લગભગ 300 લોકો ભેગા થયા છે. કેજરીવાલે ટ્વિટ કર્યું કે અમે સામાન્ય માણસ માટે સંપૂર્ણ આઝાદી તેમજ મોંઘવારીમાં રાહત લઇ આવીશું.

તેમણે લખ્યું હતું કે 'હું સામાન્ય માણસ છું..હું પૂર્ણ આઝાદી લઇશ.' જ્યારે અન્ય એક ટ્વિટમાં લખ્યું કે 'હું છું સામાન્ય મહિલા હું દૂર કરીશ મોંઘવારી..' તેમજ વધુ એક ટ્વિટમાં લખ્યું કે 'હું છું સામાન્ય માણસ.. હું લઇશ સ્વરાજ'.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+
loader
X