For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કેરળ પૂર: જાણો કોણે કેટલી મદદ કરી

કેરળ પૂરની પકડમાં છે. કેન્દ્ર સરકાર આપત્તિ સામનો કરી રહેલા આ રાજ્યને 500 કરોડની સહાયની જાહેરાત કરી છે. એ જ રીતે તેલંગાણા સરકારએ મદદ કરવા માટે 25 કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી છે.

By Lekhaka
|
Google Oneindia Gujarati News

કેરળ પૂરની ઝપટમાં છે. કેન્દ્ર સરકાર આપત્તિ સામનો કરી રહેલા આ રાજ્યને 500 કરોડની સહાયની જાહેરાત કરી છે. એ જ રીતે તેલંગાણા સરકારએ મદદ કરવા માટે 25 કરોડ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. આ દરમિયાન રાજ્ય માટે સ્વયંસેવક સંસ્થા પણ મોટા પાયે નાણાં એકત્રિત કરી દાન આપી રહ્યા છે. જયારે કેટલાક લોકો રાહત સામગ્રી કેરળ મોકલી રહ્યા છે. સુપરસ્ટાર રજનીકાન્તએ 15 લાખની સહાયની જાહેરાત કરી છે. હ્યુન્ડાઇ ઇન્ડિયાએ 1 કરોડ આપવાની જાહેરાત કરી છે.

kerala flood

કેરળની મદદ કરવા માટે ઘણાં રાજ્યો આગળ આવી રહ્યા છે. બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે કેરળ માટે રૂપિયા 10 કરોડની સહાયની જાહેરાત કરી છે. તેવી જ રીતે ઝારખંડના મુખ્યમંત્રી રઘુવર દાસે 5 કરોડની જાહેરાત કરી છે, મહારાષ્ટ્ર સરકારે 20 કરોડ, ગુજરાત સરકારે 10 કરોડની નાણાકીય સહાયની જાહેરાત કરી છે.

કેરળ: પૂર પીડિતો માટે વગર પગારે વિમાન ઉડાવશે પાયલોટકેરળ: પૂર પીડિતો માટે વગર પગારે વિમાન ઉડાવશે પાયલોટ

કેરળમાં પૂરને કારણે ખરાબ સ્થિતિ છે, અત્યાર સુધીમાં 357 લોકો મૃત્યુ પામ્યા છે. શુક્રવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદી કેરળ પહોંચ્યા અને તેમણે પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં હવાઇ પ્રવાસ પણ કર્યો. ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથએ રૂપિયા 15 કરોડ અને ઉત્તરાખંડના મુખ્યમંત્રી ત્રિવેન્દ્રસિંહ રાવતે રૂપિયા 5 કરોડ આપવાની જાહેરાત કરી છે.

મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કેરળમાં પૂર પીડિતો માટે 10 કરોડ રૂપિયાની નાણાકીય સહાયની જાહેરાત કરી છે. તેવી જ રીતે જમ્મુ અને કાશ્મીરના ભૂતપૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ કેરળના પૂરના ભોગ બનેલા લોકોને મદદ કરવા માટે એક મહિનાનો પગાર આપવાની વાત કરી છે.

વાંચો: એસબીઆઇ બેન્કે 2 કરોડ રૂપિયા આપી કેરળના પૂરગ્રસ્તોને કરી મદદ

દિલ્હી સરકારે પણ કેરળના પૂરના ભોગ બનેલા લોકોની મદદની જાહેરાત કરી છે. આમ આદમી પાર્ટીના તમામ ધારાસભ્યો કેરળના પીડિતોને એક મહિનાનો પગાર કેરળમાં પૂર પીડિતો માટે મોકલશે. તમિલનાડુ સરકારે પણ કેરળ માટે રૂપિયા 5 કરોડ આપવાની જાહેરાત કરી છે. આ સાથે 500 મેટ્રિક ટન ચોખા અને 300 મેટ્રિક ટન પાઉડર મિલ્ક મોકલવાનું નક્કી કર્યું છે.

English summary
Kerala floods: This is how much state has received as donation so far
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X