For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કડક ઓફિસર છે નવા સીબીઆઇ ચીફ અનિલ સિન્હા

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી(વિવેક શુક્લા), સીબીઆઇના નવા ચીફ અનિલ કુમાર સિન્હાને ઓળખનારા માને છે કે તેઓ દબાવમાં આવનારા ઓફિસરોમાંના નથી. તેઓ ખૂબ જ ઇમાનદાર છે અને અને દિવસ રાત કામ કરનારા છે. તેમના માટે એક વાર ઓફિસમાં આવ્યા બાદ ઘરે જવાનો કોઇ સમય નથી હોતો.

બિહારના એક વરિષ્ઠ પત્રકારે જણાવ્યું કે બિહાર કૈડરના સિન્હા જ્યારે બિહારમાં હતા, ત્યારે ઘણા નેતા તેમની પાસે તેમના લોકોની વકાલત કરવા જતા હતા, ત્યારે સિન્હાનો એક જ જવાબ રહેતો કે કાયદો પોતાનું કામ કરશે, તેઓ કંઇ ના કરી શકે.

તટસ્થ ઓફિસર
સિન્હા અંગે કહેવાય છે કે તેઓ ખૂબ જ તટસ્થ પ્રકારના ઓફિસર છે. તેઓ કોઇ કેમ્પ સાથે નથી જોડાતા. તેમના જીવનનું લક્ષ્ય માત્ર કામ કરવાનું છે. સંગીતમાં રસ ધરાવતા સિન્હા શાંત સ્વભાવના છે. તેઓ બિહારના ઘણા જિલ્લાઓમાં મહત્વના પદો પર રહ્યા છે.

anil kumar sinha
કામ સંભાળ્યું
તેમણે કેન્દ્રીય તપાસ બ્યૂરોના નવા નિર્દેશક તરીકેનો કાર્યભાર સંભાળી લીધું છે. તેમને મંગળવારે સીબીઆઇના નવા નર્દેશક નિયુક્ત કરવામાં આવ્યા હતા. બિહાર કેડરના 1979 બેચના અધિકારી અનિલ કુમાર સિન્હા સીબીઆઇમાં વિશેષ નિર્દેશક હતા. રંજીત સિન્હા સીબીઆઇના નિર્દેશક પદથી ગઇકાલે સેવાનિવૃત્ત થઇ ગયા.

વડાપ્રધાન રહેઠાણ પર તેમની નિમણૂંકના સિલસિલામાં ત્રણ સભ્યોવાળી સમિતિની બેઠળ મળી હતી. તેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ એચ.એલ. દત્તૂ અને લોકસભામાં મુખ્ય વિપક્ષી દળ કોંગ્રેસના નેતા મલ્લિકાર્જૂન ખડગે હાજર હતા.

આપને યાદ હશે કે પૂર્વ નિર્દેશક રંજીત સિન્હાને કોલસા કૌભાંડ અને ટૂજી સ્પેક્ટ્રમમાં સુપ્રીમ કોર્ટની ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો. કોર્ટે રંજીત સિન્હાને ટૂજી સ્પેક્ટ્રમ મામલાની તપાસથી દૂર રહેવા જણાવ્યું હતું.

English summary
CBI boss Anil Sinha is a hard task master. He is a very honest officer.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X