For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લાલુ યાદવ અને શરદ યાદવ એઇમ્સમાં દાખલ

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 21 ડિસેમ્બર: બ્લડ પ્રેશર વધવાને કારણે લાલુ પ્રસાદ યાદવની તબિયત લથડી છે, જ્યારે જેડીયૂના અધ્યક્ષ શરદ યાદવને ડાયાબિટીશની બિમારી હોવાના કારણે તેમને પણ એઇમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે. લાલુ પ્રસાદ યાદવની તપાસ કાર્ડિયો થોરાસિસ સેન્ટરમાં કરવામાં આવી.

અત્રે ઉલ્લેખનીય છે કે લાલુ પ્રસાદ યાદવને ચારા કૌભાંડમાં હાલમાં જ જામીન મળ્યા છે. તેમને આ કેસમાં પાંચ વર્ષની સજા ફટકારવામાં આવી છે. જ્યારે ડોક્ટરોનું કહેવું છે કે જેડીયૂના નેતા શરદ યાદવનું બ્લડ શુગર વધી જતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

lalu prasad yadav
લાલુ પ્રસાદ યાદવ રાજદના અધ્યક્ષ છે, તેમની પાર્ટીએ કોંગ્રેસ સાથે હાથ મિલાવી દીધો છે. કહેવામાં આવી રહ્યું છે કે લાલુ પ્રસાદ યાદવનું જેલમાંથી પાછા ફર્યા બાદ બિહારના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. લોકોને આશા છે કે લોકસભા ચૂંટણીમાં સિમ્પથી વોટ મળશે. જ્યારે નીતિશ કુમાર માટે પણ મુશ્કેલીઓ સર્જાઇ શકે છે.

અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે લાલુના આવવાથી મુસ્લિમ વોટ બેંકનો લાભ રાજદને મળી શકે છે. જોકે બિહારની જનતા કઇ પાર્ટીને સ્વીકારે છે એ તો સમય જ નક્કી કરશે.

English summary
Lalu Prasad yadav and Sharad Yadav, both leader from Bihar have been admitted in AIIMS cause of health issues.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X