જાણો : એક્ઝિટ પોલ વાસ્તવિકતાથી કેટલા નજીક, કેટલા દૂર?

Google Oneindia Gujarati News

લોકસભા ચૂંટણી 2014માં ચૂંટણી પંચે સમાચાર ચેનલોને મતદાન પૂરું થયા પછી સાંજે એક્ઝિટ પોલ્સ દર્શાવવાની મંજૂરી આપી દીધી છે. પ્રશ્ન એ છે કે આ એક્ઝિટ પોલ્સ શું ખરેખર મતદારોના મનનું ખરું ચિત્ર દર્શાવી શકે છે ખરા?

લોકસભા ચૂંટણી 2014ના અંતિમ તબક્કાના મતદાનનો દોર આજે સાંજે પૂરો થઇ જશે. મતદાન પૂરું થતાં જ સૌના મનમાં એક જ પ્રશ્ન ઉભો થશે કે છેવટે સરકાર કોની બનશે અને દેશના નવા વડાપ્રધાન કોણ બનશે?

આ પ્રશ્નોના જવાબ મેળવવા માટે લોકોની નજર ટેલિવિઝન ન્યુઝ ચેનલો પર આવતા એક્ઝિટ પોલ્સ પર રહે છે. આજે પણ ટેવિલિઝન ચેનલ્સે એક્ઝિટ પોલ્સ બતાવવાની પૂરે પૂરી તૈયારી કરી લીધી છે. જો કે આ એક્ઝિટ પોલ્સ પર કેટલો વિશ્વાસ કરી શકાય એમ છે? આવો જાણીએ ભૂતકાળના એક્ઝિટ પોલ્સ કેટલા સાચા નીકળ્યા...

એક્ઝિટ પોલ 1998

એક્ઝિટ પોલ 1998

વર્ષ 1998ની લોકસભા ચૂંટણીઓના એક્ઝિટ પોલ વાસ્તવિકતાથી અત્યંત નજીક રહ્યા હતા. તેમાં ભાજપની યુતિને 252 બેઠકો મળી હતી. એક્ઝિટ પોલમાં પણ ભાજપને 214થી 249 બેઠકો મળવાનું અનુમાન દર્શાવવામાં આવ્યું હતું. એક્ઝિટ પોલમાં કોંગ્રેસને 166 બેઠકો મળવાનું અનુમાન લગાવાયું હતું. અને કોંગ્રેસને 166 બેઠકો જ મળી હતી.

એક્ઝિટ પોલ 1999

એક્ઝિટ પોલ 1999

વર્ષ 1999ના એક્ઝિટ પોલમાં ભાજપને 300થી 334 બેઠકો મળશે એવું અનુમાન લગાવવામાં આવ્યું હતું. જો કે ભાજપને માત્ર 296 બેઠકો મળી હતી. કોંગ્રેસ માટે 134થી 146 બેઠકોનું અનુમાન લગાવવામાં આવ્યું હતું. તેને 134 બેઠકો મળી હતી.

એક્ઝિટ પોલ 2004

એક્ઝિટ પોલ 2004

વર્ષ 2004માં તમામ ચેનલ્સના એક્ઝિટ પોલ્સ ફ્લોપ રહ્યા હતા. મોટા ભાગની ચેનલ્સના એક્ઝિટ પોલમાં ભાજપની સરકાર બને છે એવું દર્શાવવામાં આવી રહ્યું હતું. એક્ઝિટ પોલ્સમાં ભાજપને 240થી 284 બેઠકો મળશે એવું દર્શાવાયું હતું. તે સામે ભાજપ માત્ર 189 બેઠકો જ મેળવી શકી હતી. બીજી તરફ કોંગ્રેસને 164થી 197 બેઠકો મળવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું. તે સામે કોંગ્રેસને 222 બેઠકો મળી હતી.

એક્ઝિટ પોલ 2009

એક્ઝિટ પોલ 2009

વર્ષ 2009માં એક્ઝિટ પોલ્સ હકીકતથી ઘણા દૂર રહ્યા હતા. તેમાં ભાજપની યુતીને 175થી 199 બેઠકો મળવાનું અનુમાન લગાવાયું હતું. જો કે ભાજપને 159 બેઠકો મળી હતી. બીજી તરફ કોંગ્રેસની આગેવાનીવાળી યુપીએ સરકારને 195થી 191 બેઠકો મળવાનું દર્શાવાયું હતું. તેના સ્થાને યુપીએને 262 બેઠકો મળી હતી.

એક્ઝિટ પોલ 2014

એક્ઝિટ પોલ 2014

વર્ષ 2014માં એક્ઝિટ પોલ કેટલા વાસ્તવિક રહ્યા તેની જાણ 16 મે 2014ના રોજ થઇ જશે.

English summary
In lok sabha election 2014, Election commission give green signal to news channel for showing exit polls in evening after voting get over. But can exit polls giving true picture of voters mind? lets check.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X