For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

લોકસભા ચૂંટણીનું 7 તબક્કામાં મતદાન, 23 મેં પરિણામ આવશે

લોકસભા ચૂંટણીના એલાનને લઈ ચૂંટણી પંચની આજે સાંજે 5 વાગ્યે મહત્વની બેઠક મળશે. આ બેઠકમાં લોકસભા ચૂંટણીની તૈયારીઓને અંતિમ રૂપ આપવામાં આવી શકે છે.

|
Google Oneindia Gujarati News

લોકસભા ચૂંટણીના એલાનને લઈ ચૂંટણી પંચની આજે સાંજે 5 વાગ્યે મહત્વની બેઠક મળશે. આ બેઠકમાં લોકસભા ચૂંટણીની તૈયારીઓને અંતિમ રૂપ આપવામાં આવી શકે છે. જણાવવામાં આવી રહ્યું છે કે આગામી કેટલાક દિવસોમાં આયોગ ચૂંટણીની તારીખનું એલાન કરી દેશે.

Lok Sabha Election 2019

જણાવી દઈએ કે હાલી લોકસભાનો કાર્યકાળ 6 જૂને સમાપ્ત થઈ રહ્યો છે. વર્ષ 2014ની લોકસભા ચૂંટણી માટે પાંચ માર્ચે ચૂંટણીની તારીખની જાહેરાત કરી દેવામાં આવી હતી. લોકસભા ચૂંટણી 7 એપ્રિલથી 12 મે સુધી થઈ હતી. મતગણતરી 16 મેના રોજ થઈ હતી. અગાઉ 2004માં 29 ફેબ્રુઆરી અને 2009માં 2 માર્ચે ચૂંટણીની તારીખનું એલાન કરવામાં આવ્યું હતું.

મતવિસ્તાર પ્રમાણે પરિણામનું ટેબલ અહીં જુઓ

આ પહેલા ચૂંટણી પંચે બધી જ રાજનૈતિક પાર્ટીઓને પત્ર લખીને એક અગત્યની એડવાઈઝરી જાહેર કરી છે. ચૂંટણી પંચ ઘ્વારા બધી જ રાજનૈતિક પાર્ટીઓને ચેતવણી આપવામાં આવી છે કે તેઓ પ્રચાર દરમિયાન સેનાના જવાનોના ફોટાનો ઉપયોગ ના કરે. આયોગે શનિવારે બધી જ રાજનૈતિક પાર્ટીઓના પ્રમુખોને પોતાની પાર્ટીના પ્રતિનિધિઓ અને ઉમેદવારો પાસે તેની સખત રીતે પાલન કરાવવા માટે કહ્યું.

Newest First Oldest First
6:47 PM, 10 Mar

સાતમો તબક્કો- 19 મે - 59 બેઠક: બિહાર 8, ઝારખંડ 3, મધ્યપ્રદેશ 8, પંજાબ 13, ચંદીગઢ 1, પશ્ચિમ બંગાળ 9, હિમાચલ 4
6:47 PM, 10 Mar

છઠ્ઠો તબક્કો- 12 મે - 59 બેઠક: બિહાર 8, હરિયાણા 10, ઝારખંડ 4, મધ્ય પ્રદેશ 8, ઉત્તર પ્રદેશ 14, પશ્ચિમ બંગાળ 8, દિલ્હી 7
6:46 PM, 10 Mar

પાંચમી તબક્કો- 6 મે-51 બેઠક: બિહાર 5, જમ્મુ કાશ્મીર 2, ઝારખંડ 4, મધ્ય પ્રદેશ 7, રાજસ્થાન 12, ઉત્તર પ્રદેશ 14, પશ્ચિમ બંગાળ 7
6:32 PM, 10 Mar

ચોથો તબક્કો 29 એપ્રિલ દરમિયાન, બિહાર 5, જમ્મુ કાશ્મીર 1, ઝારખંડ 1, મધ્યપ્રદેશ 6, મહારાષ્ટ્ર 17, ઓરિસ્સા 6, રાજસ્થાન 13, યુપી 13, બંગાળમાં 8 બેઠકો પર મતદાન
6:31 PM, 10 Mar

ત્રીજા તબક્કામાં, આસામ -4, બિહાર -5, છત્તીસગઢ -7, ગુજરાત -26, ગોવા -2, જમ્મુ-કાશ્મીર -1, કર્ણાટક -14, કેરળ -20, મહારાષ્ટ્ર -14, ઓડિશા -6, યુપી -10, પશ્ચિમ બંગાળ -5, દાદરા અને નગર હવેલી -1, દમણ દીવ -1 બેઠક પર 23 એપ્રિલે મતદાન થશે
6:30 PM, 10 Mar

બીજા તબક્કામાં, આસામ -5, બિહાર -5, છત્તીસગઢ -3, જમ્મુ-કાશ્મીર -2, કર્ણાટક -14, મહારાષ્ટ્ર -10, મણિપુર -1, ઓડિશા -5, તમિલનાડુની બધી 39, ત્રિપુરા -1, ઉત્તર પ્રદેશ -8 પશ્ચિમ બંગાળ -3 અને પુડુચેરીના 1 બેઠક માટે 18 એપ્રિલે મતદાન
6:27 PM, 10 Mar

પ્રથમ તબક્કામાં, આંધ્રપ્રદેશ -24, અરુણાચલ પ્રદેશ -2, આસામ -5, બિહાર -4, છત્તીસગઢ -1, જમ્મુ-કાશ્મીર -2, મહારાષ્ટ્ર -7, મણિપુર -1, મેઘાલય -2, મિઝોરમ -1, નાગાલેન્ડ -1 , ઓડિશા -4, સિક્કિમ -1, તેલંગણા -17, ત્રિપુરા -1, યુપી -8, ઉત્તરાખંડ -5, પશ્ચિમ બંગાળ -2, આંદામાન અને નિકોબાર -1 અને લક્ષદ્વીપ -1 સીટો પર મતદાન
6:23 PM, 10 Mar

તારીખોની ઘોષણા પર કોંગ્રેસની ટવિટ, રણશિંગુ વાગી ગયું છે અને હવે જનતાનો સમય છે. અસત્ય સામે લડવાની પુરજોર તૈયારી છે
6:20 PM, 10 Mar

ચૂંટણી તારીખોની ઘોષણા પર પીએમ મોદીએ ચૂંટણી આયોગને શુભકામના આપી
6:08 PM, 10 Mar

સુરક્ષા કારણોથી જમ્મુ કાશ્મીર માં વિધાનસભા ચૂંટણી લોકસભા ચૂંટણી સાથે નહીં થાય: ચૂંટણી કમિશન
5:59 PM, 10 Mar

ઝારખંડ, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ઓડિશામાં ચાર તબક્કામાં ચૂંટણી થશે: ચૂંટણી કમિશન
5:58 PM, 10 Mar

જમ્મુ કાશ્મીરમાં 5 તબક્કામાં ચૂંટણી કરાવવામાં આવશે: ચૂંટણી કમિશન
5:58 PM, 10 Mar

કર્ણાટક, મણિપુર, રાજસ્થાન અને ત્રિપુરામાં બે તબક્કામાં મતદાન થશે: ચૂંટણી કમિશન
5:56 PM, 10 Mar

લોકસભા ચૂંટણી સાત તબક્કમાં કરવામાં આવશે
5:54 PM, 10 Mar

ગુજરાતમાં 23 એપ્રિલે મતદાન થશે
5:54 PM, 10 Mar

અરુણાચલ અને આંધ્રપ્રદેશમાં એક જ તબક્કામાં મતદાન થશે: ચૂંટણી કમિશન
5:43 PM, 10 Mar

11 એપ્રિલે પહેલો તબક્કો, 18 એપ્રિલે બીજો તબક્કો, 23 એપ્રિલે ત્રીજો તબક્કો, 29 એપ્રિલે ચોથો તબક્કો, 6 મેં પાંચમો તબક્કો, 12 મેં છઠ્ઠો તબક્કો, 19 મેં સાતમા તબક્કાની ચૂંટણી થશે
5:42 PM, 10 Mar

પહેલા તબક્કામાં 20 રાજ્યની 91 લોકસભા સીટો પર ચૂંટણી, બીજા તબક્કામાં 13 રાજ્યની 97 લોકસભા સીટો પર ચૂંટણી
5:40 PM, 10 Mar

ગુજરાતમાં 26 બેઠકો માટે એક જ તબક્કામાં ચૂંટણી થશે: ચૂંટણી કમિશન
5:30 PM, 10 Mar

લોકસભા ચૂંટણી 7 ચરણમાં કરવામાં આવશે: ચૂંટણી કમિશન
5:29 PM, 10 Mar

ઈવીએમ મૂવમેન્ટની જીપીએસ ઘ્વારા ટ્રેકિંગ કરવામાં આવશે: ચૂંટણી કમિશન
5:28 PM, 10 Mar

સોશ્યિલ મીડિયા પર આપવામાં આવેલી જાહેરાતો પર ચાંપતી નજર રાખવામાં આવશે: ચૂંટણી કમિશન
5:27 PM, 10 Mar

ચૂંટણી આયોગમાં ફરિયાદ માટે મોબાઈલ એપ: ચૂંટણી કમિશન
5:23 PM, 10 Mar

ચૂંટણી પ્રક્રિયાની વીડિયોગ્રાફી થશે: ચૂંટણી કમિશન
5:21 PM, 10 Mar

ઉમેદવારો તેમના અપરાધિક કેસોની જાણકારી આપશે: ચૂંટણી કમિશન
5:21 PM, 10 Mar

રાત્રે 10 વાગ્યાથી સવારે 6 વાગ્યા સુધી લાઉડ સ્પીકર બેન થશે: ચૂંટણી કમિશન
5:20 PM, 10 Mar

સંવેદનશીલ વિસ્તારોમાં સીઆરપીએફ ગોઠવી દેવામાં આવશે: ચૂંટણી કમિશન
5:14 PM, 10 Mar

આ વખતે ઈવીએમ મશીન પર ઉમેદવારના ફોટો પણ હશે: ચૂંટણી કમિશન
5:13 PM, 10 Mar

આ વખતે 18-19 વર્ષના દોઢ કરોડ નવા મતદાતાઓ પહેલીવાર વોટ આપશે: ચૂંટણી કમિશન
5:12 PM, 10 Mar

આ ચૂંટણીમાં 90 કરોડ મતદાતાઓ વોટ આપશે: ચૂંટણી કમિશન
READ MORE

English summary
Lok Sabha Elections 2019 EC to announce announce poll dates
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X