For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મહારાષ્ટ્ર ચૂંટણી: જાણો શું છે અમિત શાહનો માસ્ટર પ્લાન

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

મુંબઇ: મહારાષ્ટ્રમાં થનારી વિધાનસભાની ચૂંટણીની તૈયારી ભાજપે શરૂ કરી દિધી છે. તેને લઇને ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે કમસ કસી લીધી છે. શનિવારે તેમણે પ્રદેશના વરિષ્ઠ નેતાઓ સાથે વાત કરી. તેમણે 13 ઓક્ટોબર પહેલાં ચૂંટણી અભિયાન ચલાવવાની તૈયારી કરી છે.

<strong>વનઇન્ડિયા સર્વે: ભાજપા દ્વારા બનશે મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી!</strong>વનઇન્ડિયા સર્વે: ભાજપા દ્વારા બનશે મહારાષ્ટ્રમાં મુખ્યમંત્રી!

આ દરમિયાન રાજ્યભરમાં લગભગ 300 રેલીઓનું આયોજન કરવામાં આવશે જેમાંથી 15 રેલીઓને વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંબોધિત કરશે. મહારાષ્ટ્રમાં યોજાનાર વિધાનસભા ચૂંટણીમાં અમિત શાહની અગ્નિ પરીક્ષા થશે.

કારણ વિના દલીલબાજી ન કરે નેતા

કારણ વિના દલીલબાજી ન કરે નેતા

અમિત શાહે પોતાના નેતાઓને કારણ વિના શિવસેના અથવા અન્ય કોઇ પક્ષના નેતાઓ સાથે વાત કરવાની મનાઇ કરી દિધી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગત દિવસોમાં જ ભાજપના પોતાના 25 વર્ષ જૂના સહયોગી સાથે ગઠબંધન તૂટ્યું છે. અમિત શાહને આશંકા છે કે અન્ય પાર્ટીઓ ભાજપના નેતાઓને દલીલબાજીમાં ફસાવીને તેનો ફાયદો ઉઠાવવાનો પ્રયત્ન કરશે.

ભાજપ રમશે નહી હિન્દુત્વ કાર્ડ

ભાજપ રમશે નહી હિન્દુત્વ કાર્ડ

મહરાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં ભાજપે હિન્દુત્વ કાર્ડ નહી રમવાનું મન બનાવી લીધું છે. અમિત શાહને ખબર છે કે મહારાષ્ટ્રમાં હિન્દુત્વ કાર્ડ તેમના માટે પરેશાનીનું કારણ બની શકે છે. લોકસભા ચૂંટણી બાદ થયેલી કેટલાક રાજ્યોની ચૂંટણીમાંથી ભાજપને ઘણું બધુ શિખવા મળ્યું છે. બિહાર અને યૂપીની પેટાચૂંટણીમાં ભાજપને મળેલી હાર બાદ અમિત શાહ સર્તક થઇ ચૂક્યા છે.

શિવસેના અને મનસે સાથે આવવાનો ડર

શિવસેના અને મનસે સાથે આવવાનો ડર

ભાજપની સાથે શિવસેનાના 25 વર્ષ જૂના ગઠબંધન તૂટ્યા બાદ મનસેનું કદ મહારાષ્ટ્રમાં વધી ગયું છે. શિવસેનાએ સંકેત આપ્યા છે કે તે વિધાનસભા ચૂંટણીમાં રાજ ઠાકરેની પાર્ટી મનસેની સાથે જઇ શકે છે. રવિવારે શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ રાજ ઠાકરેની પ્રશંસા કરી જો કે તેમણે હજુ સુધી ખુલીને કંઇ કહ્યું નથી. ભાજપને ડર છે કે જો આ બંને પાર્ટી સાથે આવી ગઇ તો તેનાથી પાર્ટીને નુકસાન થશે. આ કારણે જ અમિત શાહ સતત મહાયુતિમાં સામેલ અન્ય ચાર પક્ષો સાથે સતત સંપર્ક કરી રહ્યાં છે.

ફરી સોશિયલ મીડિયાનો થશે ઉપયોગ

ફરી સોશિયલ મીડિયાનો થશે ઉપયોગ

ભાજપ સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવાનું સારી પેઠે જાણે છે. મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી પહેલાં તે આ કાર્યમાં લાગી ગઇ છે. ભાજપ અત્યારથી જ લોકોનું ધ્યાન સોશિયલ મીડિયાના માધ્યમથી શિવસેના કોંગ્રેસ અને એનસીપીની ખામીઓ બતાવવામાં લાગી ગઇ છે. ઉલ્લેખનીય છે કે લોકસભા ચૂંટણીમાં ભાજપને બહુમત અપાવવાનો શ્રેય ભાજપના આઇટી વિંગને વધુ જાય છે.

English summary
Maharashtra Assembly Elections: Know What is Amit Shah master plan.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X