For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જૂન ખડગેઃ ત્રીજા મોરચાનો તો સવાલ જ નથી

ત્રીજા મોરચા વિશે કયાસ લગાવવામાં આવી રહ્યા છે પરંતુ આ કયાસોને કોંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જૂન ખડગેએ ધરમૂળથી ફગાવી દીધા છે.

|
Google Oneindia Gujarati News

લોકસભા ચૂંટણી ખતમ થયા બાદ વિપક્ષ તમામ ગઠજોડની કોશિશોમાં લાગી ગયુ છે. આ દરમિયાન ત્રીજા મોરચા વિશે પણ કયાસ લગાવવામાં આવી રહ્યા છે પરંતુ આ કયાસોને કોંગ્રેસના વરિષ્ઠ નેતા મલ્લિકાર્જૂન ખડગેએ ધરમૂળથી ફગાવી દીધા છે. મલ્લિકાર્જૂન ખડગેએ ત્રીજા મોરચાની સંભાવા પર કંઈ પણ કહેવાનો સ્પષ્ટ ઈનકાર કરી દીધો છે. તેમણે કહ્યુ કે માત્ર એક જ ફ્રંટ છે અને તેના વિશે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી નિર્ણય લેશે કે આ વિશે શું કરવુ જોઈએ. ખડગેએ કહ્યુ કે જ્યાં સુધી મારી અને મારી પાર્ટીની વાત છે તો સોનિયા ગાંધીએ પહેલેથી બેઠક બોલાવી છે એવામાં ત્રીજા મોરચાનો સવાલ જ નથી ઉઠતો.

આ પણ વાંચોઃ ચૂંટણી પંચ પર તમામ આરોપ વચ્ચે ભારત રત્ન પ્રણવ મુખર્જીએ કરી પ્રશંસાઆ પણ વાંચોઃ ચૂંટણી પંચ પર તમામ આરોપ વચ્ચે ભારત રત્ન પ્રણવ મુખર્જીએ કરી પ્રશંસા

ભાજપને નહિ મળે પૂર્ણ બહુમત

ભાજપને નહિ મળે પૂર્ણ બહુમત

એક્ઝીટ પોલના પરિણામ સામે આવ્યા બાદ પણ કોંગ્રેસને વિશ્વાસ છે કે ભારતીય જનતા પાર્ટી બહુમતના આંકડા સુધી નહિ પહોંચી શકે. આ જ કારણ છે કે યુપીએ ચેરપર્સન સોનિયા ગાંધીએ તમામ બિન એનડીએ દળોની બેઠક બોલાવી છે. આ બેઠક 23મેના રોજ બોલાવવામાં આવી છે જે દિવસે લોકસભા ચૂંટણીની મતગણતરી થવાની છે. આ બેઠક દ્વારા એ વાતની કોશિશ કરવામાં આવશે કે કઈ રીતે બિન એનડીએ દળોની મદદથી ભાજપને સત્તાથી દૂર રાખી શકાય. માહિતી મુજબ સોનિયા ગાંધીએ તમામ સેક્યુલર દળોની બેઠક બોલાવી છે જેમાં એનસીપી પ્રમુખ શરદ પવાર, ડીએમકે પ્રમુખ એમ કે સ્ટાલિન, ટીએમસી અને રાજદ પણ શામેલ છે.

ઈવીએમ પર સવાલ

ઈવીએમ પર સવાલ

રસપ્રદ વાત છે કે આજે તમામ વિપક્ષી દળો ઈવીએમ વિશે ચૂંટણી પંચ સાથે મુલાકાત કરશે જેમાં 21 વિપક્ષી દળો શામેલ છે. તમામ વિપક્ષી દળના નેતા ઈવીએમ સાથે છેડછાડનો આરોપ લગાવી રહ્યા છે. મમતા બેનર્જીએ એક્ઝીટ પોલના પરિણામ જાહેર થયા બાદ કહ્યુ હતુ કે આ રીતના એક્ઝીટ પોલ પાછળ ષડયંત્ર છે જેનાથી પરિણામોમાં ફેરફાર કરી શકાય. એટલુ જ નહિ આપ નેતા સંજય સિંહે ત્યાં સુધી કહ્યુ કે જો ઈવીએમ અને વીવીપેટના આંકડાઓમાં કોઈ પણ પ્રકારનું અંતર આવે તો ચૂંટણી રદ કરીને ફરીથી ચૂંટણી કરાવવી જોઈએ.

23મેએ પરિણામ

23મેએ પરિણામ

તમને જણાવી દઈએ કે દેશમાં 17મી લોકસભા માટે થયેલ સામાન્ય ચૂંટણીમાં સાત તબક્કામાં મતદાન થયુ છે. પહેલા તબક્કામાં 11 એપ્રિલે 20 રાજ્યોની 91 સીટો પર મતદાન થયુ, બીજા તબક્કામાં 18 એપ્રિલે 13 રાજ્યોની 97 સીટો પર, ત્રીજા તબક્કામાં 23 એપ્રિલે 14 રાજ્યોની 115 સીટો પર, ચોથા તબક્કામાં 29 એપ્રિલે 9 રાજ્યોની 71 સીટો પર, પાંચમાં તબક્કામાં 6 મેના રોજ 7 રાજ્યોની 51 સીટો પર, છઠ્ઠા તબક્કામાં 12મેએ 7 રાજ્યોની 59 સીટો પર મતદાન થઈ ચૂક્યુ છે. વળી, સાતમાં અને અંતિમ તબક્કામાં 19મેએ 59 સીટો પર મતદાન થયુ. પરિણામો 23મેએ જાહેર કરવામાં આવશે.

English summary
Mallikarjun Kharge says there is no questions of third front.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X