બરેલીમાં વોટિંગ નહીં કરવા દેતા યુવકે કર્યું આત્મવિલોપન, મોત!

Google Oneindia Gujarati News

લખનઉ, 17 એપ્રિલ: ઉત્તર પ્રદેશની આંવલા લોકસભા બેઠક પર કથિત રીતે વોટિંગ નહીં કરી શકવાના કારણે એક વ્યક્તિએ આવેશમાં આવીને આજે ગુરુવારે આત્મહત્યા કરી લીધી છે. રાજ્ય ચૂંટણી પંચે મામલાની તપાસના આદેશ આપી દીધા છે. વોટિંગ નહીં કરી શકવાથી લાગણી દૂભાતા હરિરામ નામના આ વ્યક્તિએ આંવલા લોકસભા વિસ્તારમાં દેવચરા ગામના રામ ભરોસે ઇંટર કોંલેજના બૂથની બહાર પોતાની પર કેરોસીન નાખીને આગ લગાવી લીધી.

તેને તાત્કાલિક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો, જ્યાં તેનું સારવાર દરમિયાન મોત થઇ ગયું. હરિરામની પત્નીનો આરોપ છે કે તેના પતિ પાસે ચૂંટણી કાર્ડ હતું પરંતુ મતદાતા સૂચિમાં નામ નહીં હોવાના કારણે પીઠાસીન અધિકારીએ તેને વોટિંગ કરવા દીધું નહીં. પરંતુ વોટિંગ કરવા માટે તે ત્રણ વાર ગયો, પરંતુ તેને વોટિંગ કરવા દીધું નહીં.

જેનાથી તેની લાગણી દૂભાઇ હતી, અને આવેશમાં આવીને તેણે મોતને વ્હાલું કરી લીધું. બીજી બાજું, જિલ્લા પ્રશાસને આરોપોને નકારી દીધા. રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારી ઉમેશ સિન્હાએ ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવતા જણાવ્યું કે આ પ્રકારની વાત સામે આવી રહી છે કે હરિરામની માનસિક સ્થિતિ યોગ્ય ન્હોતી. મામલાની તપાસના આદેશ આપી દેવામાં આવ્યા છે.

English summary
Man fire himself at polling booth in Uttar Pradesh.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X