For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

કોંગ્રેસે આપ્યા સંકેતઃ રિપીટ થઇ શકે છે સોનિયા-મનમોહન મોડલ!

By Super
|
Google Oneindia Gujarati News

sonia-gandhi-manmohan-singh
નવી દિલ્હી, 2 એપ્રિલઃ કોંગ્રેસે અધિકૃત રીતે પહેલીવાર 2014 પછી પણ મનમોહન સિંહને જ પીએમ પદના દાવેદાર હોવાના સંકેત આપ્યા છે. પાર્ટીના મહાસચિવ જનાર્દન દ્વિવેદીએ મીડિયા સાથેની વાતચીતમાં સ્પષ્ટ કર્યું કે પાર્ટી અઘ્યક્ષ અને પ્રધાનમંત્રી વચ્ચે જે સંબંધો છે તે પહેલા ક્યારેય જોવા મળ્યા નથી. કદાચ ભવિષ્ય માટે એ આદર્શ છે.

દ્વિવેદીના આ નિવેદનના બે અર્થ કાઢવામાં આવી રહ્યાં છે. પહેલું એ કે પાર્ટી 014ની ચૂંટણી જીત્યા પછી પણ ફરી એકવાર મનમોહન સિંહને જ પ્રધાનમંત્રી પદ પર યથાવત રાખી શકાય છે. મનમોહન સિંહે થોડા દિવસ પહેલા જ મીડિયા સાથે વાતચીતમાં પહેલીવાર આ મુદ્દે પોતાનું મૌન તોડ્યું હતું અને સ્પષ્ટ સંકેત આપ્યા હતા કે જો ત્રીજી વખત તેમની તાજપોશીની વાત આવશે તો તે વિચાર કરશે. મનમોહન બાદ હવે કોંગ્રેસે પણ સ્પષ્ટ કરી દીધું છે કે ભવિષ્યમાં પણ સોનિયા અને મનમોહનના મોડલને રિપીટ કરવામાં આવી શકે છે.

જો કે, દ્વિવેદીના નિવેદનનો એક અર્થ એ પણ કાઢવામાં આવી રહ્યો છે કે ભવિષ્યમાં કોંગ્રેસ અધ્યક્ષના રૂપમાં રાહુલ ગાંધી કામ કરે અને પીએમની ખુરશી પર મનમોહનની જેમ રાહુલ ગાંધીના કોઇ વિશ્વસનીયને બેસાડવામાં આવે. રાહુલ ગાંધી જાતે જ કહીં ચૂક્યા છે કે પીએમ બનવામાં તેમને કોઇ રસ નથી. એટલું જ નહીં તેમણે એ નેતાઓને પણ ચૂપકિદી સેવી લેવા કહ્યું હતું, જે વારંવાર તેમની પીએમ પદની દાવેદારી અંગે નિવેદન આપી રહ્યાં હતા.

English summary
Senior Congress leader Janardhan Dwivedi on Tuesday indicated that Prime Minister Manmohan Singh might be projected as its candidate for the 2014 Lok Sabha polls.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X