For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મનમોહન સિંહ પાંચ કેબિનેટ મંત્રીઓ સાથે જશે જર્મનીના પ્રવાસે

|
Google Oneindia Gujarati News

manmohan-singh
નવી દિલ્હી, 8 એપ્રિલ : ભારત અને જર્મની વચ્ચે આગામી સમયમાં નવા ક્ષેત્રો અંગે સહયોગ માટે નવી સમજુતિ થઇ શકે છે. આ સહયોગ શિક્ષણ, સાયન્સ એન્ડ ટેકનોલોજી, ગ્રીન એનર્જી ઉપર ખાસ ભાર મૂકવામાં આવશે. આ માટે ભારતના વડાપ્રધાન મનમોહન સિંહ 10થી 12 એપ્રિલ દરમિયાન બર્લિનના પ્રવાસે જવાના છે. તેમની સાથે ઓછામાં ઓછા પાંચ કેબિનેટ પ્રધાનો પણ આ પ્રવાસમાં જોડાવાના છે.

જર્મનીના ચાન્સેલર એન્જેલા માર્કેલના નિમંત્રણ પર વડાપ્રધાન મનમોહન સિંહ જર્મની જવાના છે. ત્યાં તેમની સાથે માર્કેલ ઇન્ટર ગવર્નમેન્ટલ કોન્સ્યુલેશન્સ 2011ની બીજી મીટિંગમાં ભાગ લેશે. આ મુલાકાતમાં વડાપ્રધાનની સાથે વિદેશ મંત્રી સલમાન ખુર્શીદ, વાણિજ્ય મંત્રી આનંદ શર્મા, પુન:પ્રાપ્ય ઉર્જા પ્રધાન ફારૂક અબ્દુલ્લા, માનવ સંસાધન પ્રધાન એમ એમ પલ્લમ રાજુ અને સાયન્સ એન્ડ ટેકનોલોજી પ્રધાન એસ જયપાલ રેડ્ડી પણ ભાગ લેવાના છે.

આ મુદ્દે મીડિયા સાથે વાત કરતા ફોરેન સેક્રેટરી રંજન મથાઇએ જણાવ્યું કે આ મુલાકાત દરમિયાન અનેક મુદ્દે સહયોગ કરવામાં આવશે. આ મુલાકાત દરમિયાન નેશનલ સિક્યુરિટી એડવાઇઝર શિવશંકર મેનન પણ સાથે રહેશે. આ ઉપરાંત ડિફેન્સ ક્ષેત્રે પણ પ્રાથમિકતા આપવામાં આવશે.

જર્મની સ્થિત ભારતના વિદેશ કાર્યાલયે આપેલી માહિતી અનુસાર જર્મનીમાં 1,10,000 ભારતીયો રહે છે. તેમાંથી 43,175 પાસપોર્ટ ધારક છે જ્યારે 67,029 ત્યાંનું નાગરિકત્વ ધરાવે છે. આ ઉપરાંત 4500 ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. એવી જ રીતે જર્મન વિદ્યાર્થીઓ પણ ભારતમાં અભ્યાસ કરે છે.

English summary
Manmohan Singh to visit Germany with 5 cabinet ministers.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X