For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આમ આદમીના આંખની કિંમત માત્ર 50,000 રૂપિયા?

|
Google Oneindia Gujarati News

રાયપુર, 19 ડિસેમ્બરઃ બાલોદ બાદ હવે બાગબાહરામાં થયેલા નેત્રકાંડમાં સ્વાસ્થ્ય વિભાગની પોલ ખોલી દીધી છે. સાથે જ સ્વાસ્થ્યમંત્રી અમર અગ્રવાલ દ્વારા પીડિતોને માત્ર 50,000
રૂપિયા આપવાની ઘોષણા બળવાં પર દામ આપવા જેવું છે. કોંગ્રેસના નેતાઓનું કહેવું છે ભાજપ સરકારના રાજમાં આખું સ્વાસ્થ્ય વિભાગ બિમાર થઇ ગયું છે. બીજી તરફ સ્વાસ્થ્ય વિભાગના મંત્રીએ 50,000 રૂપિયાની ઘોષણા કરી ખાલી ખાનાપૂર્તિ કરે છે.

તે અંગે ભાજપનું કહેવું છે કે મુખ્યમંત્રી સહાય યોજનામાંથી સરકાર દ્વારા જે રકમની ઘોષણા કરવામાં આવી છે તે પુરતી છે. દર્દીઓના સારવારનો ખર્ચ સરકાર જ ઉઠાવી રહી છે. સમાજ સેવા કરતી સંસ્થા શ્રીકૃષ્ણ અગ્રવાલ મેમોરિયલ ચેરિટેબલ સમિતિએ છત્તિસગઢના મહાસમુન્દ જિલ્લાના વિકાસખંડ મુખ્યાલય બાગબહારામાં આ મહિને નવ અને દસ તારીખે આયોજિત બે દિવસીય નિઃશુલ્ક નેત્ર શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 145 દર્દીઓની આંખોની સારવાર કરવામાં આવ્યું હતું. તેમાંથી 12 દર્દીઓની હાલત ગંભીર જણાવવામાં આવી છે. જેમની સારવાર રાજધાનીની એમજીએમ હોસ્પિટલમાં કરવામાં આવી છે.


chhattisgarh
આંખની કિંમત માત્ર 50,000 રૂપિયા

સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રીને પ્રભાવિત દર્દીઓની મુલાકાત કરી અને સ્વાસ્થ્ય અંગે જાણકારી મેળવી ગંભીર રીતે પ્રભાવીત દર્દીઓને 50,000 રૂપિયાની મદદની જાહેરાત કરી છે. આ રકમ મુખ્યમંત્રી સહાય યોજનામાંથી આપવામાં આવશે. આ ઘોષણા તેમણે એમજીએમ હોસ્પિટલમાં કરી હતી અને સાથે જ કડકમાં કડક કાર્યવાહી કરવાના આદેશ પણ આપ્યા હતા.

જીવન સાથે રમાઇ રહી છે ગંદી રમત

પ્રદેશના લોકોના જીવન સાથે સતત ગંદી રમત રમાઇ રહી છે. પહેલા બાલોદ પછી રાજનાંદ ગામ અને ત્યારબાદ બાગબાહરા. જ્યાં દર્દીઓની આંખો સાથે બેજવાબદારીભર્યુ વલણ કરવામા આવ્યું. સ્વાસ્થ્ય વિભાગની કોઇનાથી છૂપી રહી નથી. વિભાગ દ્વારા બેજવાબદારીભર્યુ વર્તન કરવામાં આવી રહી છે અને સ્વાસ્થ્ય અધિકારીઓ સહાયતાની જાહેરાત કરી દે છે, પરંતુ કેટલાને સહાયની રકમ મળે છે, એ એક પ્રશ્ન છે. સરકાર માત્ર આશ્વાસન આપે છે અને જનતા માત્ર સરકાર પ્રત્યે આશા લગાવીને બેઠી છે. યુથ કોંગ્રેસના અધ્યક્ષ અમિત જોગી કહે છે કે છત્તીસગઢમાં આખેઆખું સ્વાસ્થ્ય વિભાગ જ બીમાર છે. રમનરાજ ભ્રષ્ટાચારનું બીજૂ નામ છે. જો સ્વાસ્થ્યમંત્રીને લાગે છે કે એક આંખની કિંમત 50,000 રૂપિયા છે તો હું તેમને એટલી રકમ આપી દઉં છું તે પોતાની આંખ મને આપી દે. બીજી તરફ ભાજપ પ્રવક્તા સચ્ચિદાનંદ ઉપાસને કહ્યું છે કે સહાય તરીકે આપવામાં આવેલી રકમ યોગ્ય છે. સરકાર ગંભીર દર્દીઓની સારવાર કરાવી રહી છે. કોંગ્રેસના રાજમાં કેટલા લોકોને સહાય મળતી હતી તે વાત છૂપી નથી.

English summary
Chhattisgarh government has announced Rs. 50,000 for the victims of Bagbahara case. These people actually lost their eyesight.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X