અણ્ણા હજારેઃ કેજરીવાલે જે કીધું એ કર્યું હોત તો...

Written By:
Subscribe to Oneindia News

દિલ્હી નગર નિગમ(એમસીડી) ચૂંટણીના પરિણામનો દિવસ છે. મતગણતરીની શરૂઆતથી જ ભાજપ પક્ષ સૌથી આગળ છે. ભાજપનો વિજય લગભગ નક્કી છે. આમ આદમી પાર્ટીની પરિસ્થિતિ બગડતી જાય છે. એમસીડીની ચૂંટણીમાં આપ બીજા સ્થાને છે, કોંગ્રેસની સ્થિતિમાં પહેલા કરતાં સુધારો જોવા મળી રહ્યો છે. કોંગ્રેસ ત્રીજા નંબરે રહી આપ પાર્ટીને ટક્કર આપી રહ્યું છે. 23 એપ્રિલના રોજ આ ચૂંટણી માટે મતદાન યોજાયું હતું, ત્યાર બાદ આેલ એક્ઝિટ પોલના પરિણામોમાં ભારતીય જનતા પાર્ટીના વિજયની સંભાવના વ્યક્ત કરવામાં આવી હતી.

BJP
 • એમસીડી ચૂંટણીમાં વિજય બદલ અરવિંદ કેજરીવાલે ભાજપને અભિનંદન પાઠવ્યા. તેમણે કહ્યું, અમારી સરકાર ત્રણેય એમસીડી સાથે મળીને દિલ્હીની સેવા કરશે.
 • બપોરે 3.30 સુધીમાં પૂર્વ દિલ્હીમાં ભાજપને 38.69 ટકા, આપ પાર્ટીને 23.21 ટકા, કોંગ્રેસને 22.88 ટકા અને બસપાને 6.04 ટકા મત મળ્યા છે.
 • ઉત્તર દિલ્હીમાં ભાજપને 35.99 ટકા, આપ પાર્ટીને 27.95 ટકા, કોંગ્રેસને 20.78 ટકા અને બસપાને 4.12 મત મળ્યાં.
 • દક્ષિણ દિલ્હીમાં ભાજપને 35.88 ટકા, આપ પાર્ટીને 25.85 ટકા, કોંગ્રેસને 2.78 ટકા અને બસપાને 2.92 ટકા મત મળ્યા.
 • 270 બેઠકોમાંથી ભાજપનો 128 બેઠકો પર વિજય. આમ આદમી પાર્ટીએ 32 અને કોંગ્રેસે 21 બેઠકો પર કબજો જમાવ્યો.
 • પી.સી.ચાકોએ કોંગ્રેસના પરાજય બાદ દિલ્હી ઇનચાર્જ પોસ્ટ પરથી રાજીનામું આપવાની રજૂઆત કરી છે. તેમણે કહ્યું, હું અને અજય માકન અમારી જવાબદારી પૂરી કરવામાં નિષ્ફળ રહ્યાં.
 • વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપમાં વિશ્વાસ વ્યક્ત કરવા બદલ દિલ્હીની જનતાનો આભાર માન્યો છે.
 • કપિલ મિશ્રાએ કહ્યું કે, આ પરાજય ચિંતાજનક છે. સત્તા ખૂબ ખરાબ વસ્તુ છે, એના કારણે જ અરવિંદ કેજરીવાલ પરથી લોકોને વિશ્વાસ ઉઠી ગયો છે. કેજરીવાલને નેશનલ પાર્ટી ઊભી કરવાની ખૂબ જલ્દી હતી, આ કારણે જ તેઓ લોકોનો વિશ્વાસ ગુમાવી બેઠા.
 • આમ આદમી પાર્ટીની હારને અણ્ણા હજારેએ દુઃખદ ગણાવી છે. તેમણે કહ્યું કે, કહેવા અને કરવામાં અંતર પડી ગયું છે. કેજરીવાલે જે કહ્યું તે કર્યું નહીં. હવે જનતાનો વિશ્વાસ ખૂબ ઓછો થઇ ગયો છે. કેજરીવાલે આમ-તેમ ફાંફાં ન મારવા જોઇએ. માત્ર દિલ્હી પર ધ્યાન કેન્દ્રિત કરી તેને દેશ સામે એક મોડેલ તરીકે રજૂ કરવું જોઇએ.
anna hazare
 • વર્ષ 2015માં આપ પાર્ટીને 54 ટકા વોટ મળ્યા હતા, પરંતુ આ વખતે માત્ર 25.8 ટકા જ વોટ મળ્યાં છે. ભાજપને 39.3 ટકા તથા કોંગ્રેસને 21.2 ટકા વોટ મળ્યા છે.
 • શીલા દીક્ષિતે કહ્યું કે, ચૂંટણી પંચ અને સરકારે ઇવીએમ અંગેની દુવિધા દૂર કરવી જોઇએ. જે હારે તે કહે છે કે, ઇવીએમ ખરાબ છે અને જે જીતે એ કહે છે કે ઇવીએમ એકદમ બરાબર છે.
 • વિજય બદલ ભાજપના અધ્યક્ષ મનોજ તિવારીએ દિલ્હીની જનતાને શત શત નમન કરતાં કહ્યું કે, આ વિજય અમે સુકમામાં શહીદ સીઆરપીએફ જવાનોને સમર્પિત કરીએ છીએ. સુકમામાં જવાનોના મૃત્યુને ધ્યાનમાં રાખતા ભાજપે કોઇ પણ પ્રકારની ઉજવણી ન કરવાનો નિર્ણય લીધો છે.
 • દિલ્હી વિધાનસભામાં જીત બાદ ભાજપના મુખ્ય કાર્યાલય સામે મોટું પોસ્ટર લગાવવામાં આવ્યું છે. જેમાં તેમણે પોતાની આ જીત શહીદ સીઆરપીએફ જવાનોને સમર્પિત કરી છે.
bjp poster
 • સ્વરાજ ઇન્ડિયાના અધ્યક્ષ યોગેન્દ્ર યાદવે કહ્યું કે, તેઓ જનાદેશનું સન્માન કરે છે અને તેમણે બાજપને જીત બદલ અબિનંદન પાઠવ્યા હતા.
 • આપ પ્રવક્ત આશુતોષે કહ્યું કે, જનતાને એ વાતનો અંદાજ નથી કે આ કેટલી મોટી ગડબડ કરવામાં આવી રહી છે. ભાજપ ભ્રષ્ટાચારનો સૌથી મોટો અડ્ડો છે, જેણે છેલ્લા 10 વર્ષમાં માત્ર દિલ્હીને લૂંટવાનું કામ કર્યું છે. આપ પાર્ટીએ વીજળીના ભાવ અડધા કર્યા, મફત દવાઓ આપી, સરકારી હોસ્પિટલો સારી કરી, પરંતુ ભાજપે માત્ર દિલ્હીને લૂંટવાનું કામ કર્યું છે.
 • ભાજપ તરફથી કેજરીવાલના રાજીનામાની માંગણી કરવામાં આવી છે, જે અંગે તેમણે કહ્યું કે, વિધાનસભા ચૂંટણીમાં હાર્યા બાદ શું નરેન્દ્ર મોદીએ રાજીનામું આપ્યું હતું?
 • આપ મંત્રી ગોપાલ રાયે કહ્યું કે, આ મોદી લહેર નહીં, પરંતુ ઇવીએમ લહેરનું પરિણામ છે. જો લોકતંત્રનો નિર્ણય ઇવીએમ થકી આવવાનું હોય તો એ બંધારણ અને લોકતંત્ર માટે જોખમરૂપ છે. દેશના લોકોએ એ વિચારવાની જરૂર છે કે, શું દેશનું ભવિષ્ય ઇવીએમ નક્કી કરશે?
 • જનકપુરી પશ્ચિમ અને જનકપુરી પૂર્વ બેઠક પર ભાજપનો વિજય
 • સવારે 10 સુધીમાં સંપૂર્ણ દિલ્હીમાં ભાજપ 183, આપ 41, કોંગ્રેસ 35 અને અન્ય 11 સીટો પર આગળ છે.
 • સવારે 10 વાગ્યા સુધીમાં પૂર્વ દિલ્હીમાં ભાજપ 41, આપ 8, કોંગ્રેસ 11 અને અન્યો 3 બેઠક પર આગળ છે.
 • ઉત્તર દિલ્હીમાં ભાજપ 71, આપ 18, કોંગ્રેસ 11 અને અન્ય 3 બેઠક પર આગળ
 • સવારે 10 વાગ્યા સુધીમાં દક્ષિણ દિલ્હીમાં ભાજપ 70, આપ 16, કોંગ્રેસ 13 અને અન્ય 5 બેઠક પર આગળ
 • એમસીડીની બે બેઠકોના પરિણામ આવ્યા, ખાનપુર અને મદનગીર બેઠક પર ભાજપનો વિજય
 • ભાજપે અરવિંદ કેજરીવાલના રાજીનામાની માંગ કરી છે. ભાજપ અનુસાર દિલ્હીની જનતાએ આપ વિરુદ્ધ જનમત આપ્યો છે.
 • દિલ્હી ભાજપના પ્રદેશ અધ્યક્ષે ભાજપને બહુમતમાં આતું જોઇ, સમગ્ર દિલ્હીનો આભાર માન્યો અને સાથે જ સુકમામાં શહીદ થયેલ સીઆરપીએફ જવાનો માટે દુઃખ વ્યક્ત કર્યું. તેમણે કહ્યું કે, દિલ્હીનો લોકોએ ભાજપ અને નરેન્દ્ર મોદી પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે, તે માટે હું દિલ્હીની જનતાનો આભારી છું.
 • સવારે 9 વાગ્યા સુધીમાં ભાજપ 186, આપ 36, કોંગ્રેસ 41 અને અન્ય 7 બેઠક પર આગળ છે.
 • 5 મંત્રીઓ સતેન્દ્ર જૈન, મનીશ સિસોદિયા, કપિલ મિશ્રા, ગોપાલ રાયના વિસ્તારમાં ભાજપ સૌથી આગળ.
 • કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયેલ અરવિંદર સિંહ લવલીએ કહ્યું કે, આપ અને કોંગ્રેસ નેગેટિવ એજન્ડા સાથે ચૂંટણી લડી રહ્યાં હતા, જ્યારે ભાજપ સકારાત્મક એજન્ડા સાથે સામે આવ્યું. આથી જ લોકોએ આપ અને કોંગ્રેસ પક્ષને નકારી કાઢ્યા છે.
 • ડૉ.હર્ષવર્ધને કહ્યું કે, ચૂંટણી પ્રચાર દરમિયાન જે રીતનું વાતાવરણ જો મળ્યું હતું, એ પ્રમાણે જ ચૂંટણીના પરિણામો પણ આવી રહ્યાં છે. જનતાને ભાજપની પોલિસી અને પીએમના નેતૃત્વ પર પૂરો વિશ્વાસ છે.
dr. harshvardhan
 • આ પહેલાં વહેલી સવારે ચૂંટણીના પરિણામો પહેલાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ મનોજ તિવારીએ મંદિરમાં પૂજા કરી હતી.
MANOJ TIWARI
 • ઉત્તર દિલ્હી નગર નિગમ માટે 16 મતગણતરી કોન્દ્રો, પૂર્વ દિલ્હી માટે 6 અને દક્ષિણ દિલ્હી માટે 13 મતગણતરી કેન્દ્રો બનાવવામાં આવ્યા છે. 
 • 23 એપ્રિલના રોજ થયેલ મતદાનમાં માત્ર 54 ટકા લોકોએ ભાગ લીધો હતો.
 • ત્રણ નગર નિગમની 270 બેઠકો પર મતદાન થયું હતું.
 • વર્ષ 2012ની એમસીડી ચૂંટણીમાં કુલ 272 બેઠકોમાંથી ભાજપને 138 અને કોંગ્રેસને 77 બેઠકો પર વિજય પ્રાપ્ત થયો હતો.
English summary
MCD Election results 2017.
Please Wait while comments are loading...