For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

ચાબહાર બંદર પર વિશેષ છૂટ માટે ભારતે અમેરિકાની કરી પ્રશંસા

ભારતે ચાબહાર બંદરના વિકાસ માટે અમેરિકાની પ્રશંસા કરી છે. વિદેશ મંત્રાલયના પ્રવકતા રવીશ કુમારે ગુરુવારે કહ્યુ કે ચાબહાર પરિયોજનાના મહત્વ પર અમેરિકાએ સમજદારી દર્શાવી છે.

|
Google Oneindia Gujarati News

ભારતે ચાબહાર બંદરના વિકાસ માટે અમેરિકાની પ્રશંસા કરી છે. વિદેશ મંત્રાલયના પ્રવકતા રવીશ કુમારે ગુરુવારે કહ્યુ કે ચાબહાર પરિયોજનાના મહત્વ પર અમેરિકાએ સમજદારી દર્શાવી છે. આખી વાત કઈ રીતની અસર કરે છે, એ ન કહી શકાય, એ આપણે જોવુ રહ્યુ તેમછતાં અમે અમેરિકા તરફથી ચાબહાર બંદરને પ્રતિબંધોમાંથી છૂટ આપવાની પ્રશંસા કરીએ છીએ.

ravish kumar

ચાબહાર બંદરને ભારત, ઈરાન અને અફઘાનિસ્તાન સંયુક્ત રીતે વિકસિત કરી રહ્યા છે. આ ઈરાનના સિસ્તાન અને બલૂચિસ્તાન પ્રાંતમાં સ્થિત છે તથા હિંદ મહાસાગરના તટ પર છે. અમેરિકાએ ઈરાન સાથે તણાવ વચ્ચે હાલમાં જ કહ્યુ છે કે અમે ભારતે ચાબહાર બંદરના વિકાસની છૂટ આપી છે. જ્યાં સુધી આ નિર્માણમાં ઈરાનની રિવોલ્યુશનરી ગાર્ડ્સ કૉર્પ્સ એન્ગેજ ન થાય ત્યાં સુધી પ્રતિબંધોમાંથી છૂટ અપાતી રહેશે. ત્યારબાદ હવે ભારતના વિદેશ મંત્રાલયનુ નિવેદન આવ્યુ છે.

વિદેશ મંત્રાલયના પ્રવકતાએ પાકિસ્તાનના નનકાના સાહિબ પર ભીડના હુમલા અને પેશાવરમાં એક સિખ યુવકની હત્યા પર કહ્યુ કે પડોશી દેશમાં લઘુમતીઓ ભયમાં છે. પાકિસ્તાન આના પર ધ્યાન આપે અને બીજાને સલાહ આપવાનુ બંધ કરે. વિદેશ મંત્રાલયના પ્રવકતા રવીશ કુમારે જમ્મુ કાશ્મીરમાં 15 વિદેશી દૂતોની યાત્રા વિશે જણાવ્યુ કે આનો હેતુ ઘાટીની સુરક્ષા વ્યવસ્થા વિશે માહિતી આપવાનો હતો. આનો હેતુ હતો કે તે ઘાટીની સુરક્ષા વ્યવસ્થા વિશે જાણી શકે અને શાંતિ વ્યવસ્થાને જાળવી રાખવા માટે આતંકવાદના જોખમ સામે કેવી રીતે લડી શકાય એ વિશે જાણી શકે. રવીશ કુમારે જણાવ્યુ કે સરકાર પોતાની આ કોશિશ દ્વારા ઘાટીની સ્થિતિને સામાન્ય કરવા માટે થઈ રહેલા પ્રયાસોની એક ઝલક બતાવવા ઈચ્છતી હતી. આ ગ્રુપમાં અમેરિકી, દક્ષિણ કોરિયા, નોર્વે, વિયેટનામ, આર્જેન્ટીના, બાંગ્લાદેશ, માલદીવ, મોરક્કો, ફિજી, ફિલીપીન્સ, પેરુ, નાઈજર, નાઈજીરિયા, ટોગો અને ગુએનાના રાજદૂત શામેલ હતા.

આ પણ વાંચોઃ 15 દેશોના રાજદૂતોએ પારખી જમ્મુ કાશ્મીરની સુરક્ષા વ્યવસ્થા, 'પાકિસ્તાન ફેલાવી રહ્યુ પ્રોપાગાન્ડા'આ પણ વાંચોઃ 15 દેશોના રાજદૂતોએ પારખી જમ્મુ કાશ્મીરની સુરક્ષા વ્યવસ્થા, 'પાકિસ્તાન ફેલાવી રહ્યુ પ્રોપાગાન્ડા'

English summary
MEA Raveesh Kumar appreciat US for Chabahar project
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X