For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

MeToo: ફરિયાદ માટે કોઈ સમય મર્યાદા ન હોવી જોઈએઃ મેનકા ગાંધી

કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધી પણ હવે MeToo કેમ્પેઈનના સમર્થનમાં આવી ચૂક્યા છે અને આ અંગેની ફરિયાદ પ્રક્રિયામાં સંશોધન માટે કાયદા મંત્રાલયને તેમણે પત્ર પણ લખ્યો છે.

|
Google Oneindia Gujarati News

દિલ્હીમાં 'મી ટુ' કેમ્પેઈન બાદ એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીની ઘણી હસ્તીઓ પર યૌન શોષણના આરોપ લાગ્યા છે. મીડિયાથી લઈને રાજકારણના ક્ષેત્ર સાથે જોડાયેલા ઘણા મોટા નામો સામે આવ્યા બાદ હોબાળો મચી ગયો છે. કેન્દ્રીય મંત્રી એમજે અકબર પર પણ આરોપ લાગ્યો છે કે તેમણે થોડા વર્ષો પહેલા મહિલા પત્રકારનું યૌન શોષણ કર્યુ હતુ. તનુશ્રી દ્વારા ફિલ્મ અભિનેતા નાના પાટેકર પર યૌન શોષણનો આરોપ લાગ્યા બાદ દેશભરની ઘણી મહિલાઓએ આ અત્યાચાર સામે અવાજ ઉઠાવ્યો છે અને MeToo કેમ્પેઈન દ્વારા સોશિયલ મીડિયા પર પોતાની પીડા વર્ણવી છે.

મી ટુ કેમ્પેઈન અંગે સરકાર ગંભીર

મી ટુ કેમ્પેઈન અંગે સરકાર ગંભીર

આ કડીમાં ઘણા ચોંકાવનારા નામ સામે આવી ચૂક્યા છે. વળી, કેન્દ્રીય મંત્રી મેનકા ગાંધી પણ હવે MeToo કેમ્પેઈનના સમર્થનમાં આવી ચૂક્યા છે અને આ અંગેની ફરિયાદ પ્રક્રિયામાં સંશોધન માટે કાયદા મંત્રાલયને તેમણે પત્ર પણ લખ્યો છે. મેનકા ગાંધીએ કહ્યુ છે કે તેની સાથે કોઈ લેવા દેવા નથી કે મામલો કેટલો જૂનો છે. જે પણ પીડિત છે તે નજીકના પોલિસ સ્ટેશનમાં જઈને કેસ ફાઈલ કરાવી શકે છે અને ઈમેઈલ દ્વારા પણ પોતાની ફરિયાદ નોંધાવી શકે છે. તેમણે કહ્યુ કે આવા મામલામાં મહિલાઓએ આગળ આવીને આરોપીઓ સામે ફરિયાદ નોંધાવવી જોઈએ.

આ પણ વાંચોઃ Me Too: ‘સંસ્કારી' આલોક નાથ પર લાગ્યા બળાત્કાર, યૌન શોષણના આરોપઆ પણ વાંચોઃ Me Too: ‘સંસ્કારી' આલોક નાથ પર લાગ્યા બળાત્કાર, યૌન શોષણના આરોપ

યૌન શોષણના આરોપમાં ઘણા દિગ્ગજ

યૌન શોષણના આરોપમાં ઘણા દિગ્ગજ

મેનકા ગાંધીએ કાયદા મંત્રી રવિશંકર પ્રસાદને પત્ર લખ્યો છે કે ફરિયાદો માટે કોઈ સમય મર્યાદા ન હોવી જોઈએ. એ સામે આવ્યુ છે કે કોઈના બાળપણમાં પરિવારના સભ્યો અને સંબંધીઓ દ્વારા યૌન શોષણનો શિકાર થવાની સંભાવના છે પરંતુ તે સમજી નથી શકતા કે તે એક ગુનો છે. તેમણે કહ્યુ કે ક્યારેક પરિવારના લોકો પોલિસ પાસે જઈને ફરિયાદ નથી કરાવતા પરંતુ જેમ જેમ ઉંમર વધે તેમ યૌન શોષણની અસર ઉંડી થવા લાગે છે.

ફરિયાદ દાખલ કરાવવાના સમય અંગે મેનકા ગાંધી ગંભીર

ફરિયાદ દાખલ કરાવવાના સમય અંગે મેનકા ગાંધી ગંભીર

કેન્દ્રીય મંત્રીએ કહ્યુ કે આઈપીસીના સેક્શન 468 હેઠળ આવા મામલામાં ત્રણ વર્ષની જેલની સજાની જોગવાઈ છે. પરંતુ કાયદાકીય રીતે ગુનાના ત્રણ વર્ષની અંદર જ આવા મામલામાં ફરિયાદ દાખલ થવી જોઈએ. તેમણે આ સમય મર્યાદામાં ફરિયાદ નોંધાવવાના પ્રતિબંધ અંગે કાયદા મંત્રાલયને પત્ર લખ્યો છે. જો કે સેક્શન 473 હેઠળ કોઈ પણ ક્યારેય પણ કોર્ટ જઈ શકે છે પરંતુ જેમ જેમ સમય પસાર થાય છે તેમ કેસ નબળો થતો જાય છે.

તનુશ્રીના આરોપો બાદ ઉઠવા લાગ્યા અવાજ

તનુશ્રીના આરોપો બાદ ઉઠવા લાગ્યા અવાજ

સરકારનું કહેવુ છે કે ઘણી એવી જોગવાઈ છે જેના દ્વારા ફરિયાદ દાખલ કરાવી શકાય છે જેમ કે ઈ-પોક્સો, સ્પેશિયલ ઈ મેઈલ અને એટલે સુધી કે મંત્રીને ઈ મેઈલ કરીને ફરિયાદ દાખલ કરાવી શકાય છે. ઈ મેઈલ દ્વારા અત્યાર સુધીમાં 22 હજાર આવી ફરિયાદો થઈ ચૂકી છે. સરકાર પણ મી ટુ કેમ્પેઈન બાદ એવી રીતો શોધી રહી છે કે જેના દ્વારા યૌન શોષણના જૂના મામલામાં પીડિતોને મદદ મળી શકે.

આ પણ વાંચોઃ આજે સાંજ સુધીમાં મહિલા આયોગ નાના પાટેકરને નોટિસ મોકલશેઆ પણ વાંચોઃ આજે સાંજ સુધીમાં મહિલા આયોગ નાના પાટેકરને નોટિસ મોકલશે

English summary
MeToo campaign may force government to scrap time limit of complain in child sexual abuse cases
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X