For Daily Alerts
આજે મંત્રીઓનું જૂથ જમીન સંપાદન ખરડા અંગે ચર્ચા કરશે
નવી દિલ્હી, 8 ઑક્ટોબર : આજે વિવાદાસ્પદ જમીન સંપાદન ખરડા પર મંત્રીઓના સમૂહ (જીઓએમ)ની બીજી બેઠક યોજાશે. કૃષિ મંત્રી શરદ પવારની અધ્યક્ષતામાં 14 સભ્યોવાળા મંત્રી સમૂહની રચના કેટલાક મંત્રીઓએ ખરડાની કેટલીક જોગવાઇઓ સામે પોતાનો વિરોધનો સૂર વ્યક્ત કરતા ગયા મહિને કરવામાં આવી હતી.
આજે મળનારી બેઠકમાં મંત્રીઓ વચ્ચે બિલમાં આપવામાં આવેલી કલમો તથા વિસ્થાપન અને પુન:સ્થાપન પેકેજ, ખનીજ તત્વોથી સમૃધ્ધ વન વિસ્તારોમાં બિલનું અમલીકરણ વગેરે જેવા મુદ્દાઓ ચર્ચવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે 27 સપ્ટેમ્બરે મળેલી પ્રથમ બેઠકમાં ગ્રામીણ વિકાસ મંત્રાલય તરફથી કરવામાં આવેલા વિરોધને પગલે બિલની વિવાદસ્પદ જોગવાઇઓમાં ફેરફાર કરવાની વાત રજૂ કરવામાં આવી હતી.
અગાઉ બિલમાં જોગવાઇ કરવામાં આવી હતી કે તે 1894ના કાયદા હેઠળ કરવામાં આવેલા તમામ જમીન સંપાદન પર અમલી બનશે. ત્યાર બાદ તેમાં સુધારો કરી તેને નવા જમીન સંપાદનમાં અમલી બનાવવાનું કહેવામાં આવ્યું હતું.