જમ્મુ કાશ્મીરના જવાન બન્યો આતંકવાદી, તસવીરો વાયરલ

Written By:
Subscribe to Oneindia News

જમ્મુ કાશ્મીરની પોલીસમાંથી એક જવાન તેની ગન એ કે 47 સાથે ભાગી ગયો હતો. થોડા સમય પહેલા બનેલી આ ઘટનામાં હવે નવો વળાંક આવ્યો છે. આ જવાને પોલીસની નોકરી છોડીને આતંકીઓ જૂથ સાથે જોડાઇ ગયો છે તેવા ખબર આવ્યા છે. આતંકી સંગઠન લશ્કર એ તૈયબામાં આ જવાન જેનું નામ ઇશ્ફાક અહમદ છે તે જોડાયો છે. એટલું જ નહીં આતંકી બન્યા પછી ઇશ્ફાકની તસવીરો સોશ્યલ મીડિયામાં વાયરલ પણ થઇ રહી છે. ઇશ્ફાકના આતંકી બનવા મામલે કાશ્મીરના આઇજીપી મુનીર અહમદ ખાને પણ પૃષ્ઠી આપી છે.

Kashmir

તમને જણાવી દઇએ કે લશ્કર એ તૈયબાનો આ આતંકી દક્ષિણ કશ્મીર શોપિયામાં પોલીસ કર્મી હતો. અને તે કાશ્મીરના શ્રીમાલ ગામનો વતની હતો. તેને કઠુઆમાં તેનાત કરવામાં આવ્યો હતો. પણ જ્યારે રજા પછી તે ડ્યૂટીમાં જોઇન ના થતા તેની શોધખોળ કરવામાં આવી હતી. અને હવે તે આતંકીઓ સાથે જોડાઇ ગયો છે તેવા સમાચાર આવ્યા છે. પોલીસનું પણ કહેવું છે કે તેને પહેલેથી શંકા હતી કે ઇશ્ફાકના ઇરાદા સારા નથી. માટે જ તેની પર નજર રાખવામાં આવી રહી હતી.

English summary
Missing Kashmir cop suspected of joining LeT after his photo holding an AK-47 surfaces. Read More Detail here.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.