For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

હૈદરાબાદના એન્જિનિયરે શોધી કાઢ્યું મલેશિયાના ગુમ વિમાનનું લોકેશન

|
Google Oneindia Gujarati News

હૈદરાબાદ, 19 માર્ચ: 11 દિવસોથી આખી દુનિયા મલેશિયાનું ગુમ થયેલું વિમાનની ભાળ મેળવવામાં લાગેલી છે. ગુમ થયેલા મલેશિયાઇ વિમાનને શોધવામાં જ્યાં આખી દુનિયા કોઇ ભાળ કે સંકેત મેળવી શકી નથી ત્યારે હૈદરાબાદના એક એન્જિનિયરના હાથ મોટી સફળતા લાગી છે. હૈદરાબાદના આઇટી પ્રોફેશનલે વિમાનના લોકેશનની ભાળ મેળવી લીધી છે.

હૈદરાબાદના ગાચીબોલીમાં એક આઇટી પ્રોફેશનલે પોતાની ઓફિસમાં કામ કરતા પ્લેનની લોકેશન ટ્રેસ કરી છે. 8 માર્ચથી ગુમ થયેલ આ બોઇંગ પ્લેનની તપાસમાં આ શોધ એક મહત્વની કડી સાબિત થઇ શકે છે.

malaysia-airlines
વ્યવસાયે આઇટી એનાલિસ્ટ અનૂપ માધવે ડિજિટલ ગ્લોબ સેટેલાઇટ ક્યૂબી02 પર છેલ્લા ઘણા દિવસોની તસવીરો પર ગહન અભ્યાસ કર્યો. આ તપાસ દરમિયાન તેમની નજર 8 માર્ચની એક તસવીર પર ગઇ, જેમાં તેમને ગુમ થયેલા વિમાનનું લોકેશન દેખાયું. તેમણે ગુમ થયેલા વિમાનની તસવીર પણ રજૂ કરી છે.

માધવે 8 માર્ચના રોજની એક મોટા એરક્રાફ્ટની સેટેલાઇટ ઇમેશ શોધી કાઢી, જે અંડમાન આઇલેન્ડની પાસે ખૂબ જ ઓછી ઊંચાઇ પર ઊડી રહ્યું હતું. તેનું માનવું છે કે આ મલેશિયન એરલાઇન્સનું બોઇંગ 777 પ્લેન હોઇ શકે છે. તેમના દ્વારા સીએનએનની વેબસાઇટ પર અપલોડ પ્લેનના લોકેશનની તસવીર અત્યાર સુધી લગભગ 20 હજાર લોકો જોઇ ચૂક્યા છે.

English summary
When almost the entire world is struggling to crack the mystery over missing Malaysian flight MH 370, a techie from Hyderabad seems to have got a breakthrough in the case.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X