મિશન 2014: રાયબરેલીમાં પ્રિયંકા પર દાવ લગાવશે કોંગ્રેસ!

સૂત્રોના જણાવ્યા અનુસાર કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી પણ ઇચ્છે છે કે પ્રિયંકા રાયબરેલીની કમાન સંભાળે. કારણ કે ખરાબ તબિયતના કારણે સોનિયા ગાંધી ધીમે-ધીમે રાજકારણથી પોતાને દૂર રાખવા માંગે છે. તે પાર્ટીમાં પોતાની ભૂમિકા એક સુપરવાઇઝરના રૂપમાં રાખવા માંગે છે. તેવામાં સોનિયા ગાંધી પાસે પ્રિયંકા સિવાય બીજો વિકલ્પ રહેતો નથી.
અત્રે ઉલ્લેખનીય છે યુપી વિધાનસભાની ચુંટણીમાં રાયબરેલીની પાંચ વિધાનસભાની સીટો પર કોંગ્રેસનો સફાયો થઇ ગયો છે. ત્યારબાદ પ્રિયંકા ગાંધીએ અહીં પાર્ટીની કમાન સંભાળી હતી. પ્રિયંકા ગાંધી રાયબરેલી સંસદીય વિસ્તારમાં ઘરે-ઘરે જઇને લોકોની સમસ્યાઓ જાણી રહી છે. પ્રિયંકા ગાંધી આ પહેલાં સોનિયા ગાંધીની જેમ ચૂંટણી વ્યવસ્થાપન અને પ્રચારનું કામ કરી ચુકી છે.












Click it and Unblock the Notifications
