For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

નરેન્દ્ર મોદી અહંકારી અને ફૂટ પાડનાર નેતા: શિવાનંદ તિવારી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

nitish-shivanand
પટના, 15 જૂન: જેડીયૂના રાષ્ટ્રીય પ્રવક્તા શિવાનંદ તિવારીએ આજે ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને અહંકારી અને ફૂટ પાડનાર ગણાવતાં કહ્યું હતું કે નરેન્દ્ર મોદીને વડાપ્રધાન પદના ઉમેદવાર ન બનાવવાનું આશ્વાસન ન આપીને ભાજપાએ અમને એનડીએમાંથી છૂટા પડવા માટે મજબૂર કર્યા છે.

શિવાનંદ તિવારી એનડીએમાંથી જેડીયૂના અલગ થવાનું નક્કી ગણાવતાં આજે જણાવ્યું હતું કે આ સંબંધમાં જાહેરાતની એકમાત્ર ઔપચારિકતા રહી છે. તેમને નરેન્દ્ર મોદીને અહંકારી ગણાવતાં કહ્યું હતું કે તેમના વ્યક્તિત્વ અને રીતભાતમાં જોવા મળે છે અને તેમનો ફૂટ પાડવાનો સ્વભાવ જ સર્વવિદિત છે જેના કારણે મુસ્લિમ સમુદાય પોતાને અસુરક્ષિત અનુભવે છે. તેમને કહ્યું હતું કે એવા સમયે જદયૂ જેવો ધર્મનિરપેક્ષ પક્ષ તેની પરવાનગી કેવી રીતે આપી શકે કે આવા અહંકારી અને ફૂટ પાડનાર વ્યક્તિ પર વિશ્વાસ કરીને તેને વડાપ્રધાન પદના ઉમેદવારના રૂપમાં રજૂ કરવામાં આવે.

શિવાનંદ તિવારીએ કહ્યું હતું કે નરેન્દ્ર મોદીનું વ્યક્તિત્વ પ્રતિબિંબિત ન કરી શકે કે તે પોતાની સાથે વધારે લોકોને જોડી શકે અને કોઇને તેમાં શંકા ન હોય કે તેમનું નામ સમાજને વહેંચવા માટે પુરતું છે. ભાજપા નેતાઓએ કહ્યું હતું કે નરેન્દ્ર મોદીને ફક્ત ચૂંટણી અભિયાન સમિતિના અધ્યક્ષ બનાવવામાં આવ્યાં છે ના કે વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે જાહેર કરવામાં આવ્યાં છે. તેમની આ દલીલને નકારી કાઢતાં શિવાનંદ તિવારીએ કહ્યું હતું કે જો તેમના નેતૃત્વમાં ચૂંટણી પ્રચારમાં સફળતા મળે છે તો તેમાં કોઇને શંકા નહી થાય કે તે વડાપ્રધાન પદ પર બિરાજશે.

તેમને કહ્યું હતું કે જેડીયૂના વરિષ્ઠ નેતા અને બિહારના મુખ્યમંત્રી નિતિશ કુમારને નરેન્દ્ર મોદીથી કોઇ વાંધો નથી. વર્ષ 2009ની લોકસભાની ચૂંટણી અને વર્ષ 2010ની બિહાર વિધાનસભાની ચૂંટણી સમયે નરેન્દ્ર મોદીને એનડીએ ઉમેદવરોના પક્ષમાં બિહારમાં પ્રચાર કરવા માટે આવવા દિધા ન હતા.

વર્ષ 2010માં પટનામાં આયોજિત ભાજપની રાષ્ટ્રીય કાર્યકારિણીની બેઠક સમયે સમાચારોમાં પોતાની સાથે નરેન્દ્ર મોદી સાથે ફોટો છપાતા નારાજ નિતિશ કુમારે ભાજપા નેતાઓ માટે પોતાના ઘરે આપેલી દાવતને રદ કરી દિધી હતી અને કોસી ત્રાસદી માટે ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવેલી રકમને પરત આપી દિધી હતી.

English summary
Senior JD(U) leader Shivanand Tiwari on Saturday said the announcement of a split in the coalition was a "mere formality".
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X