For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'મૌન' મોહન સિંહ-સોનિયા મોંઘવારના મુદ્દે મૌન કેમ?: મોદી

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

narendra-modi
મંડી, 29 ઑક્ટોબર: ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી આજે હિમાચલ પ્રદેશના પ્રવાસે છે. મોદી હિમાચલના મંડીમાં આજે ચૂંટણીલક્ષી જનસભાને સંબોધી હતી. મંડીમાં યોજાયેલી આ જનસભાને સાંભળવા માટે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યાં હતા. નરેન્દ્ર મોદીએ કોંગ્રેસ પર તીખા પ્રહારો કર્યા હતા તેમજ વડાપ્રધાન મનમોહન સિંહ પર કટાક્ષ કરતાં 'મૌન' મોહન સિંહ કહીને સંબોધ્યા હતા.

મંડીની સભાને સંબોધિત કરતાં નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે હું હિમાચલ પ્રદેશ આવ-જાઉં છું, મને લાગે છે ગુજરાત બાદ આ મારું બીજું ઘર છે. મેં ઘણા વર્ષો સુધી તમારી વચ્ચે કામ કર્યું છે. હું હિમાચલના ખુણે-ખુણેથી પરિચિત છું, મંડીમાં આવતાંની સાથે જ મેં પૂછ્યું હતું કે આજે પણ અહીં ચીકૂબુડી ખાવામાં આવે છે કે નહી. આટલો ગાઢ લગાવ મને હિમાચલ પ્રદેશ સાથે છે.

જો ગુજરાતમાં ચૂંટણીઓ ના હોત તો હું અહીંયા થોડા દિવસો માટે રોકાઇ જાત અને જૂની યાદોને તાજી કરતો. પરંતુ તમે જેમ કોંગ્રેસને ઉઘાડ નાખવામાં લાગ્યાં છો તેમ ગુજરાતાની જનતા પણ કોંગ્રેસ સરકારને હંમેશા માટે વિદાય આપવામાં લાગી છે.

હિમાચલ પ્રદેશમાં સરકાર સ્થિર ન રહેતી હોવાથી અહીં વિકાસ થતો નથી. આ દેવભુમીને હું પ્રાર્થના કરવા આવ્યો છું કે તમે પણ ગુજરાતની જેમ રાજકીય સ્થિરતા લાવો. ભાજપની સરકારને ફરીથી ચૂંટી લાવો. જેનાથી હિમાચલ પણ ગુજરાત જેવો વિકાસ સાધશે.

સલમાન ખુર્શીદ પર ટિપ્પણી કરતાં મોદીએ કહ્યું હતું કે ખુર્શીદ છે કે કુર્સી ખબર પડતી નથી. વિકલાંગોના પૈસા ચાઉં કરી લેવાના આરોપોના મુદ્દે તપાસ અને રાજીનામું લેવાની જગ્યાએ પ્રમોશન આપવામાં આવ્યું કોંગ્રેસની નિતિ છે કે ગુના અને બેમાની કરો અને પ્રમોશન મેળવો

કોંગ્રેસના એક મંત્રીની પચાસ કરોડની ગર્લફ્રેન્ડનો મુદ્દો ઉઠ્યો હતો, પરંતુ તેમને પણ મંત્રીમંડળમાં સામેલ કરવામાં આવ્યા. હિમાચલ સાથે શું થયું. કેન્દ્રના એક મંત્રી વિરુદ્ધ હાઇકોર્ટમાં અવાજ ઉઠ્યો તો વીરભદ્ર સિંહનું રાજીનામું લઇ લીધું. ત્યાંથી રાજીનામું લીધું અને અહીં આખું હિમાચલ તેમના હવાલે કરી દીધું. આ જ કોંગ્રેસના નીતિ-નિયમો છે. હું હેરાન છું કે કોંગ્રેસ કેવા પ્રકારની સંસ્કૃતિ લાગૂ કરવા માંગે છે. આવી પાર્ટીને દેશ શા માટે સહન કરે.

હમણા એક સ્ટીલ કંપની પર ઇન્કમટેક્સના દરોડા પડ્યા. મળેલી નોટો પર હતું વીબીએસ. કોંગ્રેસે કહી દીધું કે, વીબીએસ એટલે, વીર ભ્રષ્ટ સિંહ છે, વીરભદ્ર સિંહ નથી. કોંગ્રેસને લોકલાજની જરા પણ પડી નથી. કોઇએ એકાદ-બે ભ્રષ્ટાચાર કર્યા હોય તો આ દેશ તેને ઠીક કરવાની શક્તિ ધરાવે છે પરંતુ સર્વોચ્ચ સ્થાન પર ભ્રષ્ટાચાર શિષ્ટાચાર બની જાય, બેજવાબદારી અને અનદેખુ કરવાનો સ્વભાવ બનાવવામાં આવે તો દેશ અત્યંત ઉંડા સંકટમાં ઘેરાઇ જાય છે. તેથી કોંગ્રેસથી ડરવાની જરૂર છે. કોંગ્રેસનું ભ્રષ્ટાચારને શિષ્ટાચાર બનાવવાનો મુખ્ય મુદ્દો છે. તેનાથી દેશ કેટલો બરબાદ થશે, તેનો અંદાજો લગાવી શકાય છે.

મોદીએ કહ્યું કે, ભારત સંઘીય ઢાંચો છે. રાજ્યોનો સમૂહ છે, પરંતુ જ્યાં-જ્યાં ભાજપની સરકાર છે, ત્યાં ત્યાં હેરાન કરવામાં, તેને નિષ્ફળ સાબિત કરવા ષડયંત્રો રચવામાં, વિકાસમાં અવરોધ નાંખવો એ કોંગ્રેસની યુપીએ સરકારનું ચરિત્ર બની ગયું છે. મીડિયાએ યુપીએ સરકારના ચરિત્રનું વિશ્લેષણ કરવું જોઇએ.

English summary
Modi took a dig at the Prime Minister Manmohan Singh, calling him 'Maun' Mohan Singh, in an apparent reference to his lack of response over issues.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X