For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મંત્રીમંડળ વિસ્તરણ: નિર્મલા સીતારામન બન્યા નવા રક્ષા મંત્રી

મોદી સરકાર મંત્રીમંડળ ફેરબદલ અને વિસ્તાર અંગેની તાજેતરની જાણકારી મેળવો અહીં...

By Shachi
|
Google Oneindia Gujarati News

કેન્દ્રની મોદી સરકારના ત્રીજા મંત્રીમંડળ ફેરબદલ અને વિસ્તરણ તથા નવા મંત્રીઓનો શપથ સમારંભ 3 સપ્ટેમ્બર ને રવિવારના રોજ યોજાયો હતો. 2019 પહેલાં થનારું આ છેલ્લું મંત્રીમંડળ વિસ્તરણ હોવાનું કહેવાઇ રહ્યું છે. મંત્રીમંડળ ફેરબદલ અને વિસ્તરણમાં 9 નવા મંત્રીઓએ શપથ લીધી હતી અને 4 મંત્રીઓ પિયુષ ગોયલ, નિર્મલા સીતારામન, ધર્મેન્દ્ર પ્રધાન અને મુખ્તાર અબ્બાસ નકવીને પ્રમોશન મળ્યું હતું.

આ પહેલાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તમામ નવા મંત્રીઓ સાથે બ્રેકફાસ્ટ પર ચર્ચા કરી હતી. લાંબી બેઠક બાદ પીએમ મોદી અને અમિત શાહે નવા મંત્રીઓના નામ નક્કી કર્યા હતા. નવા મંત્રીઓની સૂચિમાં એનડીએના સહયોગી જેડીયુ અને શિવસેનાનો સમાવેશ થયો નથી. નોંધનીય છે કે, મંત્રીમંડળ ફેરબદલની તારીખ જાહેર થાય એ પહેલાં જ 6 કેન્દ્રિય મંત્રીઓએ રાજીનામું આપી દીધું હતું.

nirmala sitaraman

કોને મળી કઇ જવાબદારી?

  • નવા મંત્રીમંડળમાં રેલ્વે વિભાગની જવાબદારી પિયુષ ગોયલને સોંપવામાં આવી છે, સાથે જ કોલસા વિભાગ પણ સંભાળશે
  • નવા રક્ષા મંત્રી બન્યા નિર્મલા સીતારામન
  • સ્મૃતિ ઇરાનીને સૂચના પ્રસારણ મંત્રાલયની જવાબદારી સોંપવામાં આવી
  • નિતિન ગડકરીને ગંગા સફાઇ અને જળ સંસાધન મંત્રાયલ સોપવામાં આવ્યું
  • ઉમા ભારતી જળ સંસાધન અને સફાઇ મંત્રી
  • ધર્મેન્દ્ર પ્રધાન પેટ્રોલિયમ પ્રધાન સ્કિલ ડેવલપમેન્ટ મંત્રી
  • નરેન્દ્ર તોમર ગ્રામીણ વિકાસ પંચાયતી રાજ અને ખનન મંત્રી
  • અલ્ફોંસ કન્નાથમને પર્યટન વિભાગ સોંપાયો
  • આર.કે.સિંહ બન્યા નવા ઊર્જા મંત્રી
  • હરદીપ પુરીને મળ્યો હાઉસિંગ અને શહેરી મંત્રાલય
  • સત્યપાલ સિંહ બન્યા HRD મંત્રી
  • રાજ્યવર્ધન સિંહ રાઠોડ રાજ્યકક્ષાના રમતગમત મંત્રી
  • સુરેશ પ્રભુને વાણિજ્ય મંત્રી બનાવવામાં આવ્યા
  • મંત્રીમંડળ ફેરબદલ અને વિસ્તરણ તથા મંત્રીઓના શપથ ગ્રહણ કાર્યક્રમ પછી લગભગ તરત જ રેલ્વે મંત્રી સુરેશ પ્રભુએ ટ્વીટ કરી પોતાનું પદ છોડ્યાની જાહેરાત કરી હતી.
cabinet reshuffle
  • 11.07 AM : પીએમ મોદીના મંત્રીમંડળના નવા મંત્રીઓનો શપથ ગ્રહણ કાર્યક્રમ સમાપ્ત, 13 મંત્રીઓએ લીધી શપથ
  • અલ્ફોંસ કન્નાનથનંમે લીધી મંત્રીપદની શપથ
  • 11.05 AM : સત્યપાલ સિંહે લીધી મંત્રીપદની શપથ
  • રાજસ્થાનના ગજેન્દ્ર સિંહ શેખાવતે લીધી મંત્રી પદની શપથ
  • 10.56 AM : હરદીપ સિંહ પુરીએ લીધી મંત્રી પદની શપથ. હરદીપ સિંહ પુરી ભૂતપૂર્વ આઇએફએસ ઓફિસર છે
  • 10.54 AM : આર.કે.સિંહે લીધી મંત્રી પદની શપથ
  • કર્ણાટકના અનંત કુમાર હેગડેએ લીધી મંત્રી પથની શપથ
  • અનંત કુમાર હેગડે વર્ષ 1996માં 11મી લોકસભામાં સૌથી યુવાન એમપી હતા. તેઓ પાંચ વાર એમપી તરીકે ચૂંટાયા છે
  • મધ્ય પ્રદેશના વિરેન્દ્ર કુમારે લીધી શપથ, ભાજપના વિરેન્દ્ર કુમાર તિકમગઢથી 6 વાર એમપી બની ચૂક્યા છે
  • શિવ પ્રતાપ શુક્લાએ લીધા શપથ
  • 10.48 AM : અશ્વિની કુમાર ચૌબેએ લીધી શપથ
  • અશ્વિની કુમાર ચૌબે નીતીશ કુમારની સરકારમાં આરોગ્ય મંત્રી રહી ચૂક્યા છે અને બિહારના મજબૂત બ્રાહ્મણ નેતા છે
  • 10.45 AM : મોદી મંત્રીમંડળમાં મુખ્તાર અબ્બાસ નકવીનું પ્રમોશન, 4થા નંબરે લીધી શપથ
  • નિર્મલા સીતારામનનું પ્રમોશન, કેેન્દ્રિય મંત્રી તરીકે લીધી શપથ
  • પીયુષ ગોયલે લીધી શપથ
  • 10.39 AM : ધર્મેન્દ્ર પ્રધાને લીધી સૌપ્રથમ શપથ
  • 10.35 AM : વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદ પહોંચ્યા રાષ્ટ્રપતિ ભવન
  • ઉમા ભારતી વારાણસી ખાતે હોવાથી શપથ ગ્રહણ સમારંભમાં બાગ નહીં લે
  • કુલ 9 નેતાઓ લેશે મંત્રી પદના શપથ
  • શપથ ગ્રહણ કાર્યક્રમ પહેલાં મંત્રીમંડળનો ભાગ બનવા અંગે અલ્ફોંસ કન્નાથમે જણાવ્યું કે, તેમને આ વાતની અપેક્ષા નહોતી અને આ તેમના માટે મોટું સરપ્રાઇઝ છે. તો હરદીપ સિંહ પુરીએ જણાવ્યું હતું કે, તેઓ પીએમ મોદીનો ખૂબ આભાર માને છે, જેમણે તેમને ટીમનો ભાગ બનવાની તક આપી.
English summary
Modi Government 3rd Cabinet Reshuffle. Read all the updates here in Gujarati.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X