મોદી સરકારે બંધ કરી હજયાત્રીઓને મળતી સબસિડી

Posted By:
Subscribe to Oneindia News

હજના પ્રવાસ માટે સાઉદી અરબ જનારા હાજીઓને મળતી સબસિડી કેન્દ્ર સરકારે બંધ કરી દીધી છે. આ વર્ષે હજ પર જનાર લોકોને આ સબસિડીનો લાભ નહીં મળે. આ વર્ષ 1.75 લાખ મુસ્લિમ શ્રદ્ધાળુઓને આ યાત્રા માટે કોઇ પ્રકારની સબસિડી નહીં મળે. લધુમતી કલ્યાણ મંત્રાલયની તરફથી મળતી જાણકારી મુજબ આ વખતે કોઇ પણ પ્રકારની સબસિડી વગર જ લોકો હજ માટે જશે. કેન્દ્ર સરકારે નવી હજ નીતિમાં હજની સબસિડિ બંધ કરવાની વાત કરી હતી. દર વર્ષે લગભગ 700 કરોડની હજ સબસીડિ સરકારની તરફથી લોકોને મળતી હતી. સબસીડિ પૂર્ણ થવાની જાણકારી આપતા કેન્દ્રીય અલ્પસંખ્યક કાર્યાલયના રાજ્યમંત્રી મુખ્તાર અબ્બાસ નકવીએ કહ્યું કે આ પૈસાનો ઉપયોગ મુસ્લિમ મહિલાઓના સશક્તિકરણમાં લેવામાં આવશે. આ પહેલા સુપ્રીમ કોર્ટે 2012માં કેન્દ્ર સરકારને હજ સબસિડી પૂરી કરવાનો આદેશ આપતા કહ્યું હતું કે તે 2022 સુધી હજ પણ મળતી સબસિડીને બંધ કરે.

haj

કેન્દ્ર સરકારે સુપ્રીમ કોર્ટનો આદેશ માનીને ઓક્ટોબરમાં નવી હજ નીતિ રજૂ કરી હતી. જેમાં સબસિડી બંધ કરવા અને 45 થી વધુ ઉંમરની મહિલાઓને એકલા હજ પર જવાની પરવાનગીનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો. નવી હજ નીતિ 2018-22 તૈયાર કરવા માટે અલ્પસંખ્યક કાર્ય મંત્રાલયની તરફથી એક સમિતિ રચવામાં આવી હતી. જેમાં સેવાનિવૃત્ત આઇએએસ અધિકારી અફજલ અમાનુલ્લાહ, પૂર્વ ન્યાયધીશ એસ.એસ પાર્કર, ભારતીય હજ સમિતિના પૂર્વ અધ્યક્ષ કૈસર શમીમ અને ઇસ્લામી બાબતોના જાણકાર કમાલ ફારુખી તથા અલ્પસંખ્યક કાર્ય મંત્રાલયના હજ પ્રભારી સંયુક્ત સચિવ આલમ જેવા લોકો સામેલ હતા. ઉલ્લેખનીય છે કે નવી નીતિ મુજબ હજ પર જતા લોકોને પ્રવાસ ખેડવા માટે 9 ટકા જીએસટી પણ આપવો પડશે. કેન્દ્ર સરકાર આ નવી હજ નીતિ 2017ના ઓક્ટોબર મહિનામાં લાવ્યા હતા. અને ત્યારથી જ આ હજ નીતિ ચર્ચાનું કારણ બની રહી છે. 

English summary
Modi government withdraws haj subsidy to pilgrims. Read more on this here.

For Breaking News from Gujarati Oneindia
Get instant news updates throughout the day.