For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

આ મેટ્રો શહેરોમાં મોદી મેજિક ફેલ, ભાજપને ન મળી એકેય બેઠક

નરેન્દ્ર મોદીની ચૂંટણીની સુનામી એવી રહી છે કે કેટલાક રાજ્યોમાં ભાજપે ધમાકેદાર એન્ટ્રી કરી છે. કેટલાક રાજ્યોમાં તો ભાજપે 2014 કરતા પણ શાનદાર પ્રદર્શન કરીને જીતમાં ચાર ચાંદ લગાવી દીધા છે.

|
Google Oneindia Gujarati News

નરેન્દ્ર મોદીની ચૂંટણીની સુનામી એવી રહી છે કે કેટલાક રાજ્યોમાં ભાજપે ધમાકેદાર એન્ટ્રી કરી છે. કેટલાક રાજ્યોમાં તો ભાજપે 2014 કરતા પણ શાનદાર પ્રદર્શન કરીને જીતમાં ચાર ચાંદ લગાવી દીધા છે. કેટલાક રાજ્યોમાં ભાજપે સતત બીજી વખત 100 ટકા બેઠકો જીતી છે. પરંતુ દેશના કેટલાક મેટ્રો શહેર એવા પણ છે કે, જ્યાં આ વખતે ભારે આશા અને પ્રયત્નો છતાંય ભાજપને એક પણ સીટ નથી મળી.

આ પણ વાંચો: પીએમ મોદીનું આ સ્વપ્ન 8 વર્ષથી અધૂરું છે, શું આ વખતે પૂરું થશે

કોલકાતાની પાંચેય બેઠકો પર હાર

કોલકાતાની પાંચેય બેઠકો પર હાર

કોલકાતામાં લોકસભાની 5 બેઠકો છે. ભાજપે આ વખતે મોદી લહેરમાં પશ્ચિમ બંગાળમાં TMCને આકરી ટક્કર આપી છે. ભાજપનો વોટ શૅર પણ મમતા બેનર્જીના પક્ષ કરતા માત્ર 3 ટકા જ ઓછો છે. બેઠકોની વાત કરીએ તો ભાજપે 42માંથી 18 બેઠકો જીતી છે. પરંતુ કોલકાતા શહેરની તમામ 5 બેટકો કોલકાતા નોર્થ, કોલકાતા સાઉથ, બારાસાત, ડમડમ અને જાદવપુરમાં આ વખતે પણ ભાજપે હારનો સામનો કરવો પડ્યો છે. આ પાંચેય બેઠકો પર 2014ની જેમ 2019માં પણ TMCએ કબજો જાળવી રાખ્યો છે. મોદી લહેરમાં પણ ભાજપ દીદીના ગઢમાં ગાબડું ન પાડી શક્યો. ભાજપે આ વખતે આખા બંગાળની સાથે સાથે કોલકાતામાં પણ જબરજસ્ત તાકાત લગાવી હતી, ખુદ પીએમ મોદીએ કોલકાતામાં વિશાલ રેલી કરી હતી તો અમિત શાહે પણ કોલકાતા નોર્થમાં જબરજસ્ત રોડ શો કર્યો હતો, જેમાં હિંસા થઈ હતી. બાદમાં ચૂંટણી પંચે ચૂંટણી પ્રચારની મર્યાદા એક દિવસ વહેલા કરી દીધી હતી.

ચેન્નાઈની ત્રણેય બેઠકો ડીએમકે જીત્યું

ચેન્નાઈની ત્રણેય બેઠકો ડીએમકે જીત્યું

ચેન્નાઈ શહેરની ત્રણેય બેઠકો 2014મા AIADMKના ખાતામાં ગઈ હતી. 2019માં AIADMKએ ભાજપ સાથે ગઠબંધન કર્યું. પરંતુ મોદીનો સાથ હોવા છતાંય AIADMK ચેન્નાઈની ચેન્નાઈ સાઉથ, નોરેથ અને સેન્ટ્રલ એમ ત્રણેય બેઠકો હારી ગઈ. આ રીતે આ વખતે મોદી સુનામી હોવા છતાંય અહીં ભાજપનું પર્ફોમન્સ શૂન્ય રહ્યું. જો કે કોલકાતા અને ચેન્નાઈ ઉપરાંત દેશમાં 4 મેટ્રો શહેર છે. જ્યાં ભાજપે 2014ના શાનદાર પર્ફોમન્સનું પુનરાવર્તન કર્યું છે. આ શહેરો છે, દિલ્હી, મુંબઈ, બેંગ્લોર અને હૈદરાબાદ.

બંગ્લોરની 4માંથી 3 બેઠકો પર જીત

બંગ્લોરની 4માંથી 3 બેઠકો પર જીત

ભાજપે બેંગ્લોરમાં 2014ના પર્ફોમન્સનું પુનરાવર્તન કરતા આ વખતે અહીં 4માંથી 3 બેઠકો જીતી લીધી છે. અહીં મોદી સુનામીને ફક્ત એક જ ઝટકો લાગ્યો છે એ છે બેંગલુરુ રુરલ. કોંગ્રેસે આ એક જ બેઠક પર વિજય મેળવ્યો છે, 2014માં પણ આ બેઠક કોંગ્રેસ પાસે હતી. આ સિવાયની હાઈપ્રોફાઈલ બેંગ્લોર સાઉથ, નોર્થ અને સેન્ટ્રલ એમ ત્રણેય બેઠકો ભાજપે જાળવી રાખી છે.

હૈદરાબાદની સિકંદરાબાદ સીટ જાળવી

હૈદરાબાદની સિકંદરાબાદ સીટ જાળવી

તેલંગાણાની રાજધાની હૈદરાબાદમાં લોકસભાની બે બેઠકો છે, હૈદરાબાદ અને સિકંદરાબાદ. આ બંનેમાંથી સિકંદરાબાદમાં ભાજપે લોકસભાની 2014ની ચૂંટણીમાં વિજય મેળવ્યો હતો, આ વખતે પણ ભાજપે આ જીત જાળવી રાખવી છે. જો કે હૈદરાબાદ બેઠક પર ફરી એકવાર AIMIMના અસદુદ્દીન ઓવૈસી જ જીત્યા છે.

દિલ્હીની તમામ 7 બેઠકો પર જીત

દિલ્હીની તમામ 7 બેઠકો પર જીત

મોદીની મોટી જીતમાં 2014ની જેમ 2019માં રાજધાની દિલ્હીની 7 બેઠકોનો મહત્વનો રોલ છે. ભાજપે આ વખતે પણ તમામ સાતે સાત બેઠકો જીતી લીધી છે, સાથે જ તેનો વોટ શેર પણ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી કરતા ઘણો વધુ છે. સૌથી રસપ્રદ વાત એ છે કે વિધાનસભામાં 70માંથી 67 બેઠકો જીતનાર કેજરીવાલની પાર્ટીના ત્રણ ઉમેદવારોના જામીન જપ્ત થઈ ગયા છે.

મુંબઈની તમામ 6 બેઠકો પર જીત

મુંબઈની તમામ 6 બેઠકો પર જીત

રાજધાની દિલ્હીની જેમ માયાનગરી મુંબઈએ પણ મોદીને સાથ આપ્યો છે. ભાજપ અને શિવસેના ગઠબંધને મુંબઈની તમામ 6 બેઠકો ફરી જીતી લીધી છે. જેમાંથી 3 ભાજપને અને 3 શિવસેનાને મળી છે. સ્થિતિ એ છે કે કોંગ્રેસના ઉમેદવાર મિલિંદ દેવરાને બિઝનેસમેન મુકેશ અંબાણીના સમર્થન છતાંય તેઓ ભાજપ-શિવસેના સામે જીતી ન શક્યા.

English summary
modi magic failed in these metro cities bjp did not win a single seat
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X