For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

'મોદીએ 15 હજાર ગુજરાતીઓને બચાવ્યાનો દાવો ક્યારેય નથી કર્યો'

|
Google Oneindia Gujarati News

rajnath-singh
લખનઉ, 26 જૂનઃ ભારતના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજનાથ સિંહે કહ્યુ છે કે ગુજરાતના મુખ્યંત્રી નરેન્દ્ર મોદીએ એવું નિવેદન આપ્યું નથી કે તેમણે કૂદરતી આફત પ્રભાવિત ઉત્તરાખંડમાંથી 15 હજાર ગુજરાતીઓને બચાવ્યા છે.

સિંહે આજે અહીં પાર્ટીના પ્રદેશ એકમ તરફથી ઉત્તરાખંડના આફત પ્રભાવિત લોકોની મદદ માટે મોકલવામાં આવેલી સામગ્રી અને રાહત ફંડની પહેલી ટૂકડીને રવાના કરવા માટે આયોજિત કાર્યક્રમ દરમિયાન પત્રકારો દ્વારા પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં કહ્યું કે, ગુજરાતના મુખ્યમંત્રી મોદી ઉત્તરાખંડમાં પીડિત લોકોની સંવેદના જતાવવા માટે ચાલી રહેલા કાર્યની જાણકારી માટે ગયા હતા. મારી તેમની સાથે વાત થઇ. મોદીએ કહ્યું કે, તેમણે એવું નિવેદન ક્યારેય આપ્યું નથી અને તેઓ જાતે જ આ વાત સાંભળીને હેરાન છે કે આ સમાચાર ક્યાંથી ચાલી રહ્યાં છે.

ભાજપ અધ્યક્ષે આ તકે કોંગ્રેસના ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીના ઉત્તરાખંડના પ્રવાસ વિગેરે અંગે કોઇપણ વાત કરવાનો ઇન્કાર કરી દીધો અને કહ્યું કે, આ સમય રાજકીય આરોપ પ્રત્યારોપનો નથી. ઉત્તરાખંડમાં ઘણી મોટી કૂદરતી આફત આવી છે અને બધાએ સાથે મળીને તેનું નિરાકરણ લાવવું પડશે. સિંહે આ તકે ઉત્તરાખંડમાં રાહત અને બચાવ કાર્ય દરમિયાન હેલિકોપ્ટર દૂર્ઘટનામાં માર્યા ગયેલા સૈન્ય અધિકારીઓ અને જવાનોના પરિજનોને પાર્ટી તરફથી પાંચ-પાંચ લાખ રૂપિયાની આર્થિક સહાયની ઘોષણા કરી છે.

રાજનાથે જણાવ્યું કે, ઉત્તરાખંડ આફતને ધ્યાનમા રાખીને યુપીએ સરકારના કુશાસના વિરોધમાં આજથી શરૂ થનારી અને 30 જૂન સુધી ચાલનારી દેશવ્યાપી જેલ ભરો આંદલોનને સ્થગિત કરી દેવામાં આવી છે. તેમણે સ્વયં પાર્ટીના તમામ કાર્યકર્તાઓને આફત પીડિતો માટે રાહત સામગ્રી એકઠી કરવા તથા તમામ ધારાસભ્યો અને સાંસદો અને પદાધિકારીઓને એક-એક મહિનાનું વેતન ઉત્તરાખંડ રાહત કોષમાં જમા કરાવવા માટે અપીલ કરી છે.

તેમણે કહ્યું કે, મેં સ્વયં તમામ પાર્ટી કાર્યકર્તાઓ અને નેતાઓ નિર્દેશ કર્યા છે કે કોઇપણ રાજકીય દળના નિવેદન પર આ તકે કોઇ આક્રમક ટિપ્પણીથી બચો. સિંહે કહ્યું કે, આ આફતનો સમય છે. ઘણા સંગઠન અને રાજકીય દળ આફત પીડિતોને યથાસંભવ અધિકતમ સહાયતા ઉપલબ્ધ કરાવવામાં લાગેલા છે. તમામ કાર્યકર્તાઓને મારી અપીલ છે કે, તે પણ એ દિશામાં અધિકતમ સહાયતા કરવામાં પ્રયત્ન કરે.

English summary
Amid war of words between Congress and BJP over reports that Narendra Modi had rescued 15,000 Gujaratis from Uttarakhand, BJP chief Rajnath Singh today said the Gujarat Chief Minister never gave such a statement.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X