મોદી 2002ના રમખાણો માટે માફી નહીં માંગે : રાજનાથ

સીએનએન - આઈબીએન ચેનલ પર કરણ થાપરને તેમના ટીવી શૉ ‘ડેવિલ્સ એડવોકેટ'માં જવાબ આપતાં રાજનાથ સિંહે કહ્યું કે રાજીવ ગાંધીએ ભૂતકાળમાં કરેલી અમુક કમેન્ટને કારણે સોનિયા ગાંધી અને વડા પ્રધાન મનમોહન સિંહે 1984નાં શીખ-વિરોધી રમખાણો માટે માફી માગવી પડી હતી.
જ્યારે કરણ થાપરે સવાલ કર્યો કે, ‘વડા પ્રધાન મનમોહન સિંહ અને સોનિયા ગાંધીએ તો 1984ની ઘટનાઓ માટે માફી માગી છે. મોદીએ 2002 માટે ખેદ પણ વ્યક્ત કર્યો નથી. એટલું જ નહીં, એક વાર એમને જ્યારે એ મામલે સવાલ પૂછવામાં આવ્યો હતો ત્યારે એ ઈન્ટરવ્યૂ પડતો મૂકીને જતા રહ્યા હતા. શું આવા ઘમંડી વ્યક્તિને તમારી પાર્ટી પીએમ પદ માટે ઉમેદવાર બનાવશે?'
ત્યારે રાજનાથ સિંહે જવાબ આપ્યો કે, રાજીવ ગાંધીએ ભૂતકાળમાં કરેલી કમેન્ટને લીધે સોનિયાએ માફી માગવી પડી હતી. તમામ રમખાણો કમનસીબ ઘટનાઓ જ હોય છે, પણ મોદી ગુજરાતના રમખાણો માટે માફી માગે એવું કોઈ કારણ જ નથી.












Click it and Unblock the Notifications
