મોદીને રેલીની મંજૂરી નહીં યોગ્ય નિર્ણયઃ ચૂંટણી પંચ
નવી દિલ્હી, 9 મેઃ ચૂંટણી પંચે વારાણસીમાં ભાજપના પીએમ પદના ઉમેદવાર નરેન્દ્ર મોદીને રેલીની અનુમતિ નહીં આપવાના નિર્ણયને યોગ્ય ઠેરવ્યો છે અને આ મામલે એ જિલ્લા અધિકારીનો બચાવ કર્યો, જેને ભાજપે હટાવવાની માંગ કરી છે.

મુખ્ય ચૂંટણી કમિશનરે કહ્યું કે, જ્યારે સુરક્ષા અને ઉપયુક્તતાના મુદ્દા સામેલ થાય છે તો ચૂંટણી પંચ સ્વાભાવિક રીતે જિલ્લા સ્તર પર મળેલી પેશવેર સલાહના પક્ષમાં રહે છે. તેમણે કહ્યું કે, સંબંધિત સ્થાનીય પ્રશાસન, જિલ્લા અધિકારી અને તેમના દળે સુરક્ષા સાથે જોડાયેલી પ્રાસંગિક પેશવેર સલાહ પર વિચાર કર્યા બાદ નિર્ણય લીધો છે.












Click it and Unblock the Notifications
