For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

OBC આરક્ષણ માટે મોદી સરકાર લાવી શકે નવી ફોર્મ્યૂલા

OBC આરક્ષણ માટે મોદી સરકાર લાવી શકે નવી ફોર્મ્યૂલા

|
Google Oneindia Gujarati News

નવી દિલ્હીઃ મોદી સરકાર પોતાના બીજા કાર્યકાળ પહેલા 100 દિવસમાં ઓબીસી આરક્ષણ પર મોટો ફેસલો લઈ શકે છે. મોદી સરકાર નવા ફોર્મ્યુલા અંતર્ગત અતિ પછાત વર્ગને મળનાર 27 ટકા આરક્ષણને ત્રણ ભાગમાં વહેંચી શકે છે. એક રિપોર્ટ મુજબ આ સંબંધિત પેનલમાં તેને લઈ કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારિતા મંત્રાલયને ભલામણ કરવામાં આવી છે. જો તેઓ આને મંજૂરી આપી દે છે તો ઓબીસી આરક્ષણમાં તેના મોટા બદલાવ જોવા મળશે.

ઓબીસી રિઝર્વેશન પર નવી ફોર્મ્યુલા

ઓબીસી રિઝર્વેશન પર નવી ફોર્મ્યુલા

અંગ્રેજી અખબાર હિંદુસ્તાન ટાઈમ્સમાં છપાયેલ એક રિપોર્ટ મુજબ દેશમાં આ સમયે 2633 ઓબીસી જાતિઓ છે. પેનલે પોતાની રિપોર્ટમાં આ ભલામણ કરી છે કે ઓબીસી જાતિઓમાં જે જાતિઓને આરક્ષણનો બિલકુલ લાભ નથી મળ્યો, તેમના માટે દસ ટકા આરક્ષણ સુનિશ્ચિત કરવામાં આવવું જોઈએ. જ્યારે ઓબીસી ક્વોટા અંતર્ગત જે જાતઓને થોડોઘણો આરક્ષણનો લાભ મળ્યો છે તેમને પણ સાત ટકા આરક્ષણ મળવું જોઈએ.

10 જાતિઓને આરક્ષણનો વધુ લાભ મળ્યો

10 જાતિઓને આરક્ષણનો વધુ લાભ મળ્યો

પેનલે પોતાની રિપોર્ટમાં જણાવ્યું કે ઓબીસી કેટેગરીમાં માત્ર દસ ઉપજાતિઓેને 27માંથી 25 ટકા આરક્ષણનો લાભ મળ્યો છે. ઓબીસીમાં 983 એવી જાતિઓ છે જેમને આરક્ષણનો લાભ ન બરાબર મળ્યો છે. પેલ આ સંબંધમાં પોતાની રિપોર્ટમાં અંતિમ રૂપ આપી રહી છે. આ પેનલના અધ્યક્ષ હાઈકોર્ટના પૂર્વ ચીફ જસ્ટિસ જી રોહિણી છે. તેમણે જણાવ્યું કે 31 જુલાઈ પહેલા અમે ગૃહમંત્રાલયને રિપોર્ટ સોંપી દેશું.

રિપોર્ટ જોયા બાદ અંતિમ ફેસલો લેશે

રિપોર્ટ જોયા બાદ અંતિમ ફેસલો લેશે

પેનલની આ ભલામણ વિશે જ્યારે કેન્દ્રીય સામાજિક ન્યાય અને અધિકારી મંત્રી થાવરચંદ ગહલોતનો સંપર્ક કરવામાં આવ્યો તો તેમણે કહ્યું કે પહેલા તેમને રિપોર્ટ જમા કરવા દો. બાદમાં અમે જોશું કે ઓબીસી જાતિઓનું ઉપ-વર્ગિકરણ કેવી રીતે કરવું. ઉલ્લેખનીય છે કે પેનલે 1931થી પહેલાની જાતિગત વસ્તી ગણતરીના આધારે આ રિપોર્ટ તૈયાર કર્યો છે. અંદાજ લગાવવામાં આવી રહ્યો છે કે વર્ષ 2021માં થનાર વસ્તી ગણતરીમાં 90 વર્ષ બાદ ઓબીસીની ગણતરી કરવામાં આવશે. સંવિધાનના શરૂઆતમાં અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિની જેમ ઓબીસી જાતિઓ માટે આરક્ષણ લાગૂ નહોતું. 1979માં સ્થાપિત મંડળ કમીશન બન્યું હતું. જેની ભલામણના આધારે વર્ષ 1990માં ઓબીસી જાતિઓ માટે 27 ટકા આરક્ષણ લાગૂ કરવામાં આવ્યું હતું.

મોદી સરકારનો મેગા પ્લાન, રસ્તાઓ પરથી 2.8 કરોડ વાહનો દૂર કરવામાં આવશે મોદી સરકારનો મેગા પ્લાન, રસ્તાઓ પરથી 2.8 કરોડ વાહનો દૂર કરવામાં આવશે

English summary
modi sarkar can come with a new formula for OBC quata
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X