For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

બદલો દિલ્હી: મોદીના સ્વાગત માટે હાથી-ઘોડા, વહેંચવામાં આવશે લાડૂ

By Kumar Dushyant
|
Google Oneindia Gujarati News

નવી દિલ્હી, 29 સપ્ટેમ્બર: ભાજપ દ્વારા વડાપ્રધાન પદના ઉમેદવાર રવિવારે દિલ્હીમાં ગરજશે. પાર્ટીએ પોતાના કર્ણધારના સ્વાગત માટે રાજશાહી વ્યવસ્થા કરી છે. હાથી-ઘોડાની સલામી આપવામાં આવશે અને લાડૂ વહેંચીને મોંઢું મીઠુ કરાવવામાં આવશે.

નરેન્દ્ર મોદીના સ્વાગત માટે હાથી અને ઘોડાઓની સેના તૈયાર કરવામાં આવી છે. સ્થાનિક ભાજપના નેતાઓનો દાવો છે કે હાથી-ઘોડાની સાથે-સાથે 10 હજારથી વધુ કાર્યકર્તા નરેન્દ્ર મોદીના સ્વાગત માટે જોડાઇ ગયા છે.

રજાનો દિવસ હોવાના લીધે લોકોની ભીડ વધવાની આશંકા છે. સમાચાર એ પણ છે કે નરેન્દ્ર મોદીની આ મેગા રેલીમાં 40 દેશોના રાજદૂતો પણ ભાગ લેશે. નરેન્દ્ર મોદીની આ રેલીમાં 7 અલગ અલગ દ્વાર રાખવામાં આવ્યા છે. લોકોને સંભાળવા માટે ભાજપના કાર્યકર્તાઓ જોડાઇ ગયા છે. ભાજપની વિકાસ રેલી માટે ભાજપ લગભગ 50 હજાર લોકોને મેટ્રોના માધ્યમથી લાવવાની તૈયારી કરી રહી છે.

ભાજપે તેના માટે મેટ્રોના અધિકારીઓ સાથે એક મીટિંગ કરી છે. સમાચાર છે કે લોકોને રેલી સુધી પહોંચાડવા માટે ભાજપે ડીએમઆરસી પાસે 50 હજાર ટોકન પણ ખરીદી છે. જે ભાજપ કાર્યકર્તા રેલીમાં જનાર લોકોને આપશે. એટલે કે ભાજપ મેટ્રોની ફ્રી ટિકીટ વેચીને નરેન્દ્ર મોદીની રેલીમાં લોકોની ભીડ વધારવા માંગે છે.

શણગારવામાં આવ્યો જાપાની પાર્ક

શણગારવામાં આવ્યો જાપાની પાર્ક

રોહિણીની પાસે જાપાની પાર્ક સોળ શણગારથી સજીને તૈયાર થઇ ગયો છે. મોટો આલિશાન મંડપ, લાખો લોકોને બેસવાની વ્યવસ્થા, મોટા-મોટા એલઇડી અને અતિ આધુનિક સાઉન્ડ સિસ્ટમ લગાવવામાં આવી છે. નરેન્દ્ર મોદીની રેલીમાં કોઇ કમી ન રહી જાય તેની સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે.

બાઇક રેલી કાઢવામાં આવશે

બાઇક રેલી કાઢવામાં આવશે

કમળના કુંવર આવી રહ્યાં છે, ભજાપના રાજેશ્વર આવી રહ્યાં છે, તો પછી કાયદાની કોને ચિંતા હોય. હાથમાં પાર્ટીના ઝંડા સાથે બાઇકની રેલી દિલ્હીના માર્ગો પર નિકાળે તો સમજવું કે નરેન્દ્ર મોદીના નામ ભાજપ આશા કરતાં વધુ ઉત્સાહમાં છે. ભાજપના કાર્યકર્તાઓ એમ માનવા લાગ્યા છે કે નરેન્દ્ર મોદી વડાપ્રધાન બની ગયાં છે.

સ્વાગતમાં મિઠાઇ વેંચવામાં આવશે

સ્વાગતમાં મિઠાઇ વેંચવામાં આવશે

તૈયારીઓમાં કોઇ કમી નથી. હવે સ્વાગત કરવામાં આવશે તો મિઠાઇ તો વહેંચાશે જ અને તેના ખાસ પ્રકારના લાડવા તૈયારી કરવામાં આવ્યાં છે. મનમાં સત્તાના સપનાના લાડવા ફૂટી રહ્યાં છે તો પછી ખાવાના લાડવા કેમ તૈયાર કરવામાં ન આવે.

5 લાખથી વધુ લોકો સામેલ થાય તેવી આશા

5 લાખથી વધુ લોકો સામેલ થાય તેવી આશા

નરેન્દ્ર મોદીની આ રેલીમાં પાંચ લાખથી વધુ લોકો આવે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. અને પાર્ટી રેલીમાં આવનાર લોકો માટે જબરજસ્ત વ્યવસ્થા કરી ચૂકી છે.

રેલીમાં 40 દેશોના રાજદૂતો પણ ભાગ લેશે

રેલીમાં 40 દેશોના રાજદૂતો પણ ભાગ લેશે

રજાનો દિવસ હોવાના લીધે લોકોની ભીડ વધવાની આશંકા છે. સમાચાર એ પણ છે કે નરેન્દ્ર મોદીની આ મેગા રેલીમાં 40 દેશોના રાજદૂતો પણ ભાગ લેશે. નરેન્દ્ર મોદીની આ રેલીમાં 7 અલગ અલગ દ્વાર રાખવામાં આવ્યા છે. લોકોને સંભાળવા માટે ભાજપના કાર્યકર્તાઓ જોડાઇ ગયા છે.

રેલી માટે મેટ્રોની ફ્રી ટિકીટ

રેલી માટે મેટ્રોની ફ્રી ટિકીટ

ભાજપે તેના માટે મેટ્રોના અધિકારીઓ સાથે એક મીટિંગ કરી છે. સમાચાર છે કે લોકોને રેલી સુધી પહોંચાડવા માટે ભાજપે ડીએમઆરસી પાસે 50 હજાર ટોકન પણ ખરીદી છે. જે ભાજપ કાર્યકર્તા રેલીમાં જનાર લોકોને આપશે. એટલે કે ભાજપ મેટ્રોની ફ્રી ટિકીટ વેચીને નરેન્દ્ર મોદીની રેલીમાં લોકોની ભીડ વધારવા માંગે છે.

English summary
Narendra Modi, who just five days ago led a massive rally in Bhopal which the BJP described as "record-breaking", is set to follow it up with another mega show in Delhi today.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X