For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મંગળની કક્ષામાં મંગળયાનના 'મંગળપ્રવેશ'ના સાક્ષી બનશે મોદી

|
Google Oneindia Gujarati News

modi
બેંગલુરુ, 23 સપ્ટેમ્બર: વડાપ્રધાન નરેન્દ્ર મોદી બુધવારે અત્રે ઇસરોના ટેલીમેટ્રી ટ્રેકિંગ એંડ કમાંડ નેટવર્ક(ઇસટ્રેક) પર અવકાશયાન નિયંત્રણ કેન્દ્રમાં ભારતના પ્રથમ મંગળયાનના લાલ ગ્રહની કક્ષામાં પ્રવેશ કરીને ઇતિહાસ રચવાના સાક્ષી બનશે.

ઇસરોના વૈજ્ઞાનિક સચિવ કોટેશ્વર રાવે જણાવ્યું 'હા, વડાપ્રદાન બુધવારે કેન્દ્રમાં હાજર રહેશે. અમારી પાસે આ જ જાણકારી છે.' વડાપ્રધાન મોદી દ્વારા લેવાયેલો આ નિર્ણય વિજ્ઞાન પ્રત્યે તેમની જવાબદારી અને જિજ્ઞાશાને દર્શાવે છે.

માર્સ આર્બિટર મિશનના અવકાશયાનનું સંચાલન 24 સપ્ટેમ્બરના રોજ ભારતીય સમયાનુસાર સવારે સાત વાગ્યે 17 મિનિટે 32 સેકંડ પર લિક્વિડ એપોજી મોટરને ચાલુ કરવામાં આવશે. તેની સાથે જ આઠ નાના લિક્વિડ એન્જિન કામ કરશે.

માર્સ આર્બિટર મિશનની સફળતા હોવા પર ભારત દુનિયાનું એ પહેલો દેશ બની જશે જેણે પ્રથમ પ્રયાસમાં જ મંગળની કક્ષામાં પ્રવેશ કર્યો હોય. તે મંગળની કક્ષામાં પહોંચનાર એશિયાનો પણ પહેલો દેશ બની જશે તથા મિશનના સફળ થવા પર ઇસરો લાલ ગ્રહની કક્ષામાં ઉપગ્રહ મોકલવાની દુનિયાની ચોથી અવકાશ એજન્સી બની જશે.

આ પહેલા યૂરોપીય, અમેરિકન અને રશિયન એજન્સી મંગળની કક્ષા અથવા ગ્રહ પર ઉતરવામાં સફળ રહ્યા છે પરંતુ તેમના ઘણા પ્રયાસો અસફળ પણ રહ્યા છે. જોકે ભારતના આ પ્રયત્નને કેટલી સફળતા મળે છે તેતો સમય જ જણાવશે.

English summary
Prime Minister Narendra Modi is likely to witness the insertion of the Mars Orbiter Mission (Mom) spacecraft at the Isro Telemetry Tracking and Command Network (Istrac) here on Wednesday.
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X