For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મુંબઈમાં ચોમાસાની દસ્તક, આ તારીખે ગુજરાત પહોંચશે!

દક્ષિણ પશ્ચિમ ચોમાસું આજે મુંબઈ અને કોંકણના મોટાભાગના ભાગો અને મધ્ય મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં પહોંચી ગયું છે. મુંબઈમાં ચોમાસાની સત્તાવાર શરૂઆત પણ આજે એટલે કે 11 જૂને થઈ છે.

By Desk
|
Google Oneindia Gujarati News

મુંબઈ, 11 જૂન : દક્ષિણ પશ્ચિમ ચોમાસું આજે મુંબઈ અને કોંકણના મોટાભાગના ભાગો અને મધ્ય મહારાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં પહોંચી ગયું છે. મુંબઈમાં ચોમાસાની સત્તાવાર શરૂઆત પણ આજે એટલે કે 11 જૂને થઈ છે. ચોમાસાની શરૂઆત સાથે જ મુંબઈના ઘણા વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ પડ્યો છે. મહારાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં પણ ચોમાસાએ દસ્તક આપી છે.

Rain

હવામાન વિભાગે કહ્યું છે કે, 30-40 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને મહારાષ્ટ્રના થાણે, રાયગઢ, પાલઘર, રત્નાગિરી, સિંધુદુર્ગ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે વરસાદ પડશે. IMDએ કહ્યું છે કે શનિવારે બપોર પછી મુંબઈમાં વરસાદની સંભાવના છે.

દક્ષિણ-પશ્ચિમનું ચોમાસું ગોવા, કર્ણાટક, કોંકણ ક્ષેત્ર અને મધ્ય અરબી સમુદ્રના કેટલાક વધુ ભાગોમાં આગળ વધ્યું છે. ઉત્તરપૂર્વ ઉપરાંત ગોવા, કોસ્ટલ કર્ણાટક, કોંકણ વિસ્તાર, તમિલનાડુ, પુડુચેરી, કેરળ, કરાઈકલ અને માહેમાં પણ ભારે વરસાદની શક્યતા છે. અહીંથી આગળ વધીને ચોમાસું મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ગુજરાત અને રાજસ્થાન તરફ આગળ વધશે.

ભારતીય હવામાન વિભાગે આગામી પાંચ દિવસ દરમિયાન આસામ, અરુણાચલ પ્રદેશ, મેઘાલય, ઉપ-હિમાલયન પશ્ચિમ બંગાળ અને સિક્કિમ સહિત ભારતના પૂર્વોત્તર રાજ્યોમાં ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરી છે. ઉત્તરપૂર્વ ભારતમાં દાર્જિલિંગ અને કાલિમપોંગ અને સિક્કિમ અને પશ્ચિમ બંગાળના પેટા હિમાલયના વિસ્તારોમાં ભારે વરસાદ ચાલુ રહેવાની ધારણા છે.

IMD અનુસાર, દિલ્હી-NCR અને ઉત્તરપશ્ચિમ ભારતના અન્ય ભાગોમાં સપ્તાહના અંતે મહત્તમ તાપમાનમાં થોડીક ડિગ્રીનો ઘટાડો થશે પરંતુ 15 જૂન સુધી કોઈ મોટી રાહત થવાની સંભાવના નથી.

English summary
Monsoon knocks in Mumbai, will reach Gujarat on this date!
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X