For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
Oneindia App Download

મોન્સુન અપડેટઃ રાજસ્થાન, એમપી, કોંકણ અને ગોવામાં ભારે વરસાદની સંભાવના

આવતા 24 કલાકમાં અંતરિયાળ ઓડિશા, છત્તીસગઢ, વિદર્ભ અને પૂર્વ મધ્યપ્રદેશમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની સંભાવના છે.

|
Google Oneindia Gujarati News

ચોમાસુ ફિરોઝપુર, કૈથલ, દિલ્હી, કાનપુર, દાલતોંગની અને બંગાળની ખાડીની પૂર્વ તરફ આગળ વધી રહ્યુ છે. વળી, ઉત્તર મધ્યપ્રદેશ અને તેની આસપાસના પ્રદેશમાં સાયક્લોનિક સર્ક્યુલેશન જોવા મળી રહ્યુ છે.

rain

ભારતીય હવામાન વિભાગના સોમવારના બુલેટિનમાં આગાહી કરવામાં આવી છે કે દક્ષિણપૂર્વ ઝારખંડ અને ઉત્તર ઓડિશાની આસપાસના પ્રદેશ તેમજ ગંગેટીક પશ્ચિમ બંગાળ પરનું ડિપ્રેશન છેલ્લા 6 કલાકમાં 20 કિમી પ્રતિ કલાકની ઝડપે આગળ વધ્યુ હતુ જે 22 જુલાઈ, 2018 ના રોજ 1730 IST કલાકે દક્ષિણ ઝારખંડ અને આસપાસના પ્રદેશમાં ઉત્તર અક્ષાંશ 23.0° અને દક્ષિણ રેખાંશ 85.0° પાસે આશરે 80 કિમી પ્રતિ કલાકની ઝડપે રાંચીની દક્ષિણપૂર્વે તેમજ 150 કિમીની ઝડપે દાલતોંગનીની દક્ષિણપૂર્વે કેન્દ્રિત થશે. વળી, તે પશ્ચિમઉત્તરપશ્ચિમ તરફ આગળ વધવાનું યથાવત રહેશે અને તેની તીવ્રતા આવતા 12 કલાક સુધી જાળવી રાખશે તેમજ ત્યારબાદ તે લો પ્રેશરમાં ડેવલપ થશે તેવી સંભાવના છે.

ભારતીય હવામાન વિભાગના બુલેટિનમાં વધુમાં ઉમેરવામાં આવ્યુ હતુ કે, "ઉપરની સિસ્ટમના પ્રભાવ હેઠળ આવતા 24 કલાકમાં અંતરિયાળ ઓડિશા, છત્તીસગઢ, વિદર્ભ અને પૂર્વ મધ્યપ્રદેશમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની સંભાવના છે ત્યારબાદ તે પછીના 24 કલાકમાં પશ્ચિમ મધ્યપ્રદેશ અને વિદર્ભમાં વરસાદમાં ઘટાડો થશે." ભારતીય હવામાન વિભાગની આગાહીની આ ચોમાસામાં વરસાદની વહેંચણી મુજબ પૂર્વ રાજસ્થાન, પશ્ચિમ મધ્યપ્રદેશ અને વિદર્ભમાં અમુક સ્થળોએ ભારેથી અતિ ભારેથી ખૂબ જ ભારે વરસાદ, પૂર્વ રાજસ્થાન, મધ્ય મહારાષ્ટ્ર, કોંકણ અને ગોવા, છત્તીસગઢ, પૂર્વ મધ્યપ્રદેશમાં અમુક સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ તેમજ જમ્મુ કાશ્મીર, હિમાચલપ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, ઉત્તરપ્રદેશ, ઓડિશા, સબ હિમાલયન પશ્ચિમ બંગાળ અને સિક્કિમ, ઝારખંડ, તેલંગાના, આસામ અને મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ અને ત્રિપુરા, અરુણાચલપ્રદેશ, ગુજરાત અને કર્ણાટક તેમજ કેરળ દરિયાકાંઠે ભારે વરસાદ થવાની સંભાવના છે.

English summary
monsoon update heavy rain likely rajasthan pm konkan goa
ઝડપી સમાચાર અપડેટ
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
loader
X